________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
ચાલતાં (જતાં) શ્રી રૈવતગિરિને વિષે શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવા માટે આવ્યો. સ્નાત્રપૂજા–ધ્વજનું આરોપણ–રથયાત્રાનું વહન(રથયાત્રા કાઢવી) આદિ સર્વે રાજાએ કરીને હર્ષવડે સ્તુતિ કરી. બન્ને તીર્થપતિઓની વિસ્તારથી યાત્રા કરીને તે વખતે વિક્રમાદિત્યરાજા અવંતિ નગરીમાં આવ્યો. (આ વગેરે વિક્રમાદિત્યનું ચરિત્ર મારા કરેલા ગ્રંથમાંથી જાણીલેવું)
આ પ્રમાણે વિક્રમાદિત્યરાજાએ કરેલા ઉથ્થરનું સ્વરૂપ સંપૂર્ણ.
૪
આમ્રભટ મંત્રીની કથા
મારવાડમાં ક્લાગામમાં શ્રી શ્રીમાલીવંશમાં ઉત્પન્ન થયેલો ઉદાક નામનો શ્રેષ્ઠ વણિક રહેતો હંમેશાં ધર્મ કરતો હતો. એક વખત વર્ષાકાલમાં ઉદાક ઘી વેચવા માટે જતો રાત્રિના મધ્યભાગમાં નગરીની બહાર પાણીથી ભરેલા ક્યારાઓને શ્રેષ્ઠ મનુષ્યોવડે ઉતાવળે ઉતાવળે પાલી(પાળ) કરવાથી પ્રગટપણે બોલતાં જોઇને તેઓના પ્રત્યે તેણે આદરપૂર્વક કહ્યું, તમે કોના સેવકો છે? તેઓએ તેને યું કે અમે ધનશેઠની ઇચ્છાપૂરી કરનારા છીએ. ઉતાવળે ચાલવાથી અને તેતે બોલવાથી તેઓને વ્યંતર જાણીને ઉદાકે હયું કે મારા કામુકો( (ઇચ્છા પૂરનારા) ક્યાં છે ? તેઓએ કહ્યું કે તમારા ભાગ્ય ાવતીમાં છે. ઉદાકે વિચાર્યું કે તે નગરીમાં વાસકરીએ, તે પછી કુટુંબ સહિત તે ર્ણાવતી નગરીમાં જઇને વાયતીય જિનમંદિરમાં જિનેશ્વરોને વંદન કર્યું
વિધિપૂર્વક કુટુંબ સહિત જિનેશ્વરોને વંદન કરતા જોઇને પિકાએ (નામની શ્રાવિકાએ ) કહયું કે આપ અહીં કોના અતિથિ છો ? ઉદાકે હયું કે હમણાં અહીં મારો પોતાનો કોઇ નથી, મિત્ર પણ નથી તે પછી શ્રાવિકાએ શ્રેષ્ઠ શ્રાવક જાણીને તે વણિકને ઘેર લઇ ગઇ, તેને ત્યાંજ જમાડીને, તેને ઘણું ધન આપીને, નિવાસ કરવા માટે એક ઘર આપીને તેણીએ તેને ત્યાં રાખ્યો. ધર્મના અવિરોધથી નિરંતર દ્રવ્યને ઉપાર્જન કરતો દયામાં તત્પર એવો તે હંમેશાં જિનેશ્વરની પૂજા કરીને જમે છે. કાંઇક ધન ઉપાર્જન કરીને નવું જિનમંદિર કરાવતાં ઉદાકે સોનાથી ભરેલા નિધાનને પ્રાપ્ત કર્યું. તે પછી ઉદાકે રાજાને તે ધનની પ્રાપ્તિ જણાવી. રાજા ત્યાં આવી, નિધાનને જોઇને બોલ્યો કે આજે આ ભંડાર (નિધાન) પૂર્વ ઉપાર્જન કરેલા પુણ્યથી પ્રાપ્ત કરાયો છે. આથી હે વિદેહી ! તુંજ આને ભોગવ. હું એ લઇશ નહિ. તે વખતે ઉદાકને લક્ષ્મીનો ઉદય નિષ્ચ થયો. આથી રાજાએ તેનું ઉદયન એ પ્રમાણે નામ આપ્યું. કહયું છે કે ધર્મ એ ધન ઇચ્છનારાઓને ધન આપનાર છે. કામને ઇચ્છનારાઓને કામ આપનાર છે. અને પરંપરાએ ધર્મ એજ મોક્ષને સાધનારો છે.