________________
વિક્રમ રાજાએ કરાવેલા શ્રી શત્રુંજયના ઉદ્ધારનું સ્વરૂપ
રાજાના સંઘમાં ખચ્ચરઊંટ-બળદ–મનુષ્ય અને સ્ત્રીઓની સંખ્યાની ગણતરી નથી.દેવમંદિરની ધજામાં રહેલી ઘૂઘરીઓના મનોહર એવા અવાજો એકી સાથે જલદી સંઘને બોલાવવા માટે ઉધમવાલા થયા. પુષ્ટસ્કંઘવાળા, સુંદર આકારવાલા-હાથીસરખી ગતિવાલા–જુદાં જુદાં આભૂષણોથી ભૂષિત બળો દેવાલયો ને વહન કરે છે. દિવ્યરૂપને ધારણ કરનારી–સુંદર આભૂષણવાલી-ચામરો હાથમાં છે જેને એવી–ચાર કરોડ સ્ત્રીઓ દેવમંદિરમાં રહેલા જિનેશ્વરોનાં ગીતોને મધુર અવાજ પૂર્વક ગાતી–લીલાવડે મનોહર એવાં ચામરોને વીંઝતી હતી. માર્ગમાં ચાલતો રાજા દરેક ગામે સ્નાત્રપૂજા અને જપૂજા આદિવડે પ્રભાવના કરતો શ્રી શત્રુંજયની પાસે ગયો. વિક્રમાદિત્યરાજા ઘણું દાન આપતો શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવા માટે શ્રી શત્રુંજ્યપર્વતઉપર ચઢયો. સ્નાત્રપૂજા-ધ્વજનું આરોપણ ને રથયાત્રાવડે (સંઘપતિનું) સર્વકાર્ય કરીને રાજાએ અરિહંતની સ્તુતિ કરી.
सुरासुरमहीनाथ - मौलिमालानतक्रमम् । श्रीशत्रुञ्जयकोटीर- मणिं श्रीऋषभं स्तुवे ॥ વિમો! સ્વત્વાનીવ, યે સેવન્તે બના: સવા सुरासुर नृपश्रेणी, भजते तान् सुभक्तितः ।
૪૭૭
સુર, અસુર અને રાજાઓનાં મસ્તકની માલાવડે નમાયાં છે ચરણો જેનાં એવા શ્રી શત્રુંજ્ય તીર્થના મુગટમણિ શ્રી ઋષભદેવ પ્રભુને હું સ્તવું છું. હે પ્રભુ ! જે મનુષ્યો હંમેશાં તમારાં ચરણ કમલને સેવે છે. તેઓને દેવ- અસુર–અને રાજાઓની શ્રેણી ઉત્તમભક્તિથી સેવે છે. તે વખતેજ રાજાએ કોઇક પ્રાસાદને પડી ગયેલો જોઇને રાજાએ શ્રી સિદ્ધસેનસૂરીને ક્હયું કે આ પ્રાસાદ પડી જશે ? સિદ્ધસેન ગુરુએ ક્હયું કે જિનમંદિર કરાવવા કરતાં તેના ઉદ્ધારમાં જિનેશ્વરોએ બમણું પુણ્ય કયું છે.
कारयन्ति मरुद्गेहं - ख्यात्यर्थं केचनात्मनः । केचित् स्वस्यैव पुण्याय, स्वश्रेयोऽर्थं च केचन ॥ १ ॥ प्रासादोधारकरणे, भूरि पुण्यं निगद्यते । उद्धारान्न परं पुण्यं, विद्यते जिनशासने ॥
કેટલાક આત્માઓ પોતાની પ્રસિદ્ધિ માટે જિનમંદિર કરાવે છે. કેટલાક પોતાના પુણ્ય માટે કરાવે છે. અને કેટલાક પોતાના ક્લ્યાણ માટે દેવમંદિર કરાવે છે. (૧) પ્રાસાદનો ઉદ્ધાર કરવામાં ઘણું પુણ્ય કહેલું છે. ઉદ્ધાર કરતાં શ્રેષ્ઠ પુણ્ય જિનશાસનમાં નથી, પહેલાં આ પર્વતઉપર ભરતરાજાએ શ્રી ઋષભદેવ પ્રભુનો મણિ અને રુપામય મોટો પ્રાસાદ કર્યો હતો. આજ મહાતીર્થમાં બીજા સગરચર્તીએ શ્રી ઋષભદેવપ્રભુનો પ્રાસાદ કરાવ્યો હતો. તે પછી વિક્રમરાજાએ શ્રી શત્રુંજ્યઉપર શ્રેષ્ઠ કિરકાષ્ઠમય–મોટા પ્રાસાદનો ઉદ્ધાર કરાવ્યો. તે પછી વિક્રમાદિત્યરાજા શ્રી શત્રુંજ્યપર્વતઉપરથી