________________
સમરસિંહનો ઉદ્ધાર
ચાલતું ક્યું. તેમજ તે પોતે પોતાના દેશના સીમાડા સુધી સાથે રહ્યો, ને પછી પાછો ફર્યો. માર્ગમાં કોદાળીવાળા માણસો ખાડા ટેકરાને પૂરીને માર્ગને સપાટ કરતા હતા,નેતે ગાડું દેવથી પ્રેરાયું હોય તેમ વેગથી આગળ ચાલવા લાગ્યું. માર્ગમાં જતાં કાણે ઠેકાણે અને પગલે પગલે તે શિલાપાટનું લોકો વંદન ને પૂજન કરતા હતા. એમ કરતાં અનુક્રમે તે શિલાપાટ ખેરાલુ નામના નગરની પાસે આવી પહોંચી, ત્યાં નગરના સંધે તેનું પૂજન કરી પ્રવેશ મહોત્સવ ર્યો, અને બીજે દિવસે આગળ ચાલી. ત્યારબાદ કેટલાક દિવસે ભાડુ ગામની સમીપે આવી પહોંચી, દેશલે પોતાની શિલાપાટને ત્યાં સુધી આવેલી જાણીને પોતે તથા પુત્ર એમ બન્ને જણા તેનાં દર્શન માટે ઉત્કૃતિ બન્યા અને પછી તે સમયે શ્રી સિદ્ધસૂરિ તથા પાટણના લોકો સહિત દેશલ ભાડુ ગામ તરફ ગયો. ત્યાં જઈને અત્યંત નિર્મલ અને શુદ્ધશિલાને જોતાં દેશલની આંખમાંથી હર્ષનાં આંસુઓ ઊભરાય, પછી તેણે કુંકુમ–કપૂર-ચંદન વગેરે વડે તે શિલા પાટની પૂજા કરી તે વખતે હજારો ગવૈયાઓ ને સ્તુતિપાક્કો ત્યાં એકઠા મલ્યા. જેથી સમરસિંહે પિતાની આજ્ઞા લઈ તેઓને વસ્ત્ર વગેરે આપી સન્માન કર્યું. બીજા લોકોએ પણ ચંપો – આસોપાલવ – વડે વગેરે પુષ્પોથી શિલાપાટની પૂજા કરી.
ભવિષ્યકાળની વસ્તુમાં ભૂતવદ ઉપચાર થઈ શકે છે આવા વ્યાકરણ શાસ્ત્રના વચનને તેઓએ સત્ય કરી બતાવ્યું તે શિલાપાટને ભવિષ્યમાં થનારા જિન માનીને માણસો પૂજવા લાગ્યા અને વાજિંત્રોના શળેથી ગાજી રહેલી દિશાઓ જાણે દેશલના ગુણગાન કરતી હોય તેમ લાગતું હતું. વળી તે સમયે પાણ નગરમાં તેવો કોઈ બાળક યુવાન કે વૃદ્ધ મનુષ્ય ન હતો જેણે આ શિલાપાટનાં દર્શન કર્યા ન હોય.
સર્વ મનુષ્યો પણ એકી સાથે આનંદ પામીને દેશલ તથા તેના પુત્રને ધર્મઉદ્ધારક તરીકે સ્તુતિપાઠકેની જેમ સ્તુતિ કરતા હતા. પછી દેશલે સર્વને સમાન ભોજન આપ્યું. સાધર્મિકોનું વાત્સલ્ય ક્યું. તેમજ સર્વ કારીગરો ને બીજા સર્વ માણસોને સોનાના અલંકારથી સંતોષ્યા, ત્યાંથી શિલાપાટને આગળ ચલાવી. માર્ગમાં દરેક ગામ ને લોકે સ્પર્ધાપૂર્વક પૂજા કરવા લાગ્યાં. શિલાપાટ જેમ જેમ આગળ ચાલવા માંડી તેમ તેમ કળિયુગનો નાશ થતો આવ્યો.
આ રીતે માર્ગને કાપતી ને લોકો વડે હંમેશાં પૂજાતી તે શિલા શત્રુંજ્ય પર્વતની તળેટીમાં જઈ પહોંચી, તે વખતે પાલિતાણાના સંધે તેનો પ્રવેશ મહોત્સવ ક્ય. અને સાધુ દેશલના પરિવારે અવિચ્છિન્ન વધામણું ક્યે વધામણું કરનારે પાણ જઈને દેશલને ખબર આપી કે શિલાપાટ શત્રુંજ્ય પર્વતની સમીપ પહોંચી ગઈ છે. આ વાત સાંભળીને સાધુ દેશલે તે જ સમયે માણસોને પાછા મોક્લી ને સંદેશો કહેવડાવ્યો કે શિલાપાટને પર્વતની ઉપરના ભાગમાં ચઢાવી દે તેમજ સર્વ કળાશાનમાં કુશળતા ધરાવનારા સોળ કારીગરોને પ્રતિમા ઘડવા માટે પાણમાંથી રવાના ક્ય. વળી જેઓને નવસોરઠદેશના અધિપતિ માંડલિક રા “કાકા” કહેતા હતા તે બાલચંદ્ર નામના મુનિને જૂનાગઢથી દેશલે માણસો મોક્લીને જલદી શ્રી શત્રુંજય ઉપર તેડાવ્યા,ને બાલચંદ્ર મુનિ ત્યાં જઈ પહોંચ્યા. તેમણે કારીગરો દ્વારા શિલાપાટને ગાડા ઉપરથી નીચે ઉતરાવી અને તેને કંઇક હલકી કરાવી ને પર્વત ઉપર ચઢાવવાને યોગ્ય કરી.
તે પછી ખાંધે ભાર ઉપાડનારા ચોર્યાશી પુરુષોને દાન વગેરેથી પ્રસન્ન કરીને એકઠા ક્ય, એટલે તેઓએ લાકડીઓ, ઘરડાંઓ બાંધી શિલાપાટને ખાંધે ઉપાડનારા સર્વ પુરુષોના ખભા ઉપર મૂકી, તે પછી તેઓ ઘણી જઝડપથી પર્વત ઉપર ચઢતા શિલાપાટને ચઢાવવા લાગ્યા. જાણે કે સાધુ દેશલની કીર્તિ ઉપર લઈ જતાં હોય તેવું દેખાવા લાગ્યું.