________________
૪૬
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
પછી તેણે ઉત્તમ બળઘ લાવવા માટે દરેક ગામમાં પોતાના માણસો બોલ્યા. તે માણસોએ સર્વ કાણે બળદની તપાસ કરવા માંડી તેથી જેની પાસે બળવાન બળો હતા તેઓ પોતાના બળદો લઈને સમરસિંહ પાસે આવવા લાગ્યા. તેમાં કેટલાક–ખેડૂતો, બ્રાહ્મણો, રજપૂતો ને શ્રાવકો પણ હતા. સાધુ સમરસિંહ તે બળદોની ઘણી મોટી કીમત આપતો હતો પછી તેણે એક ગાડું કેટલાક બળશે તથા રસ્તામાં સમારકામ કરનારા પુસ્કો કુમારસેના ગામ તરફ રવાના ર્યા. પાતાનમંત્રી લોખંડથી જડેલા મજબૂત ને વિશાલ એવા તે ગાડાને જોઈને જાણે મોટો એક રથ ન હોય તેમ માની આનંદ પામ્યો. પછી તે ગાડામાં તેઓએ તે શિલાપાટને જેવી ચઢાવી કે તુરત જતે ગાડું જીર્ણ હોય તેમ ભાંગીને ભુક્કો થઈ ગયું. તે જોઇ મંત્રી ખેદ પામ્યો. તેણે ફરીથી બીજુ મજબૂત ગાડું સમરસિંહ પાસે મંગાવ્યું અને તે ગાડું આવેથી જેવી શિલા ચઢાવી કે તુરત જ ગાડું ભાંગી ગયું કારણ કે દેવનો ભાર ઉપાડવા માટે કોણ સમર્થ થાય? આ ગાડું ભાંગી જવાના સમાચાર મંત્રીએ ચિંતાતુર થઈ સમરસિંહને મોલ્યા. ભાંગી ન જાય તેવું ગાડું ક્યાંથી મેળવવું? આ શિલા–રથ ગાડું કે માણસોની ખાંધ પર આવતી નથી તો મારા પિતાના મનોરથ કેમ સફળ થશે? ચિંતા કરતાં કરતાં સમરસિંહની ઊંઘ પણ ચાલી ગઈ અને ચિત્ત અત્યંત વ્યક્તિ બની ગયું ત્યારે શાસનદેવીએ પ્રત્યક્ષ એ સ્વરૂપમાં આવીને કહ્યું કે તું ખેદ ન કર.
ઝા નામના ગામમાં જે એક દેવી છે. તેની યાત્રા માટે એક ગાડું બનાવવામાં આવ્યું છે. તે દેવતાથી અધિતિ ને મજબૂત છે. એટલું જ નહિ પણ યાત્રા વખતે તેના પર પચાસ માણસો ચઢે તો પણ તે ગાડું બે કોસ જેટલી ભૂમિ –માત્ર બે બળદો વડે ચાલ્યું જાય છે. આ ગાડું પોતાના ભક્તને ઉપદેશ કરીને દેવી પોતે તને આપશે. તેથી તારા મનોરથ સિદ્ધ થશે.
શાસનદેવીનું આ વચન સાંભળીને સમરસિંહ પોતાના આત્માને જગતમાં સર્વથી મોટો માનવા લાગ્યો. અથવા માર્ગમાં ભૂલો પડેલો મનુષ્ય માર્ગ જડતાં કેમ આનંદ ન પામે? તેમ તેણે પ્રાત:કાળમાં પોતાના પિતા પાસે જઈને દેવીનો આ સર્વવૃતાંત ક્યો. એટલે તેના પિતા દેશલ શાસનદેવીનાં દર્શનથી પોતાના પુત્રને ભાગ્યશાળી માનવા લાગ્યા, અને પછી સમરસિંહે તે ગાડું લાવવા માટે તૈયારી કરી તેજ સમયે દેવીએ મોક્લેલો એક પૂજારી તેની પાસે આવ્યો અને બોલ્યો.
“દેવીએ મને આજ્ઞા કરી છે કે સમરસિંહ પાસે જઈને તું કહે કે મારા ગાડાવડે સુખપૂર્વક હું તે શિલા તારા ઈષ્ટ સ્થાને પહોંચાડીશ" માટે હે સાધુ સમરસિંહ દેવીએ આપેલા આ ગાડાને તું ભાડા વિના જ લઈ લે. દેવીની કૃપાથી તારા સર્વમનોરથો સિદ્ધ થશે. સાધુસમરસિહદેવીના ભક્તને પૂજારીને વસ-અલંકારો વગેરે આપીને સુંદર રીતે સંતોષ્યો, અને પછી ગાડા માટે તેની સાથે પોતાના માણસોને રવાના ર્યા. તેઓ દેવતાથી અધિતિ એવું ગાડું લઈ કુમારસેના ગામમાં મંત્રીની પાસે પહોંચ્યા અને તેને તે ગાડું સુપરત ક્યું. પછી મંત્રી વગેરે સર્વ પુરુષોએ તે ગાડાને શિલાપાટના આગલા ભાગમાં સજજ . અને એ શિલાપાટ જેવી ચઢાવવા માંડી કે તુરત જ પોતાની મેળે ઊંચી થઈ ગઈ અને બહુ જ થોડા પ્રયત્ન શિલાપાટને કારીગરોએ ગાડા પર ચઢાવી દીધી.
પછી મંત્રીશ્વર પાતાકે શુભ મુહે તે ગાડામાં વીશ બળદો જોડી દીધા અને સો માણસો તેને વળગાડીને ત્યાંથી