________________
ECC
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
જયારે ભોજન કરવાના સમયે તેઓ જ્યાં વિશ્રાંતિ લેતા હતા. ત્યાં સમરસિંહના માણસો તેઓને યથેષ્ઠ ભોજન આપતા હતા. એ પ્રમાણે પગલે પગલે પૂજાતી તે મહાન શિલા છ દિવસે ઉપર ચઢી રહો. પૂર્વે જાવડીને જ્યાં આદિનાથ પ્રભુની પ્રતિમા ચઢાવતાં છ માસ લાગ્યા હતા ત્યાં સાધુ દેશલની શિલા દેવની કૃપાથી માત્ર છ જ દિવસમાં ઉપર પહોંચી ગઈ.
તે પછી ઉત્તમ કારીગરોએ મંદિરના તોરણદ્વારના આગળના ભાગમાં તે શિલાપાટને ઘડવી શરુ કરી. બાળચંદ્ર મુનિ જે સર્વક્લામાં કુશલ હતા તેઓ હંમેશાં એકાંતરે આહાર કરીને કારીગરોને શિખામણ આપ્યા કરતા હતા. પછી પ્રતિમા જ્યારે ઘડાઈને તૈયાર થઈ અને તેને ઘસીને લીસી કરવામાં આવી ત્યારે તે તેજસ્વી ને આશ્ચર્યકારી લાગવા માંડી
પછી બાલચંદ્ર મુનિએ ભગવાનની પ્રતિમાને મૂળસ્થાને મૂકીને શ્રી પાટણનગરમાં સાધુ દેશલને ખબર મોક્લી. એટલે દેશલે આનંદ પામીને પોતાના પુત્ર સમરને કહ્યું કે હે પુત્ર! પ્રભુનું બિંબ તૈયાર થઈ ગયું છે ને પોતાના સ્થાને હાલ મુક્યું છે. જેથી હવે આપણી ઇચ્છા સિદ્ધ થઈ છે. માટે હવે આપણે ચારે પ્રકારના સંઘ સાથે ત્યાં યાત્રાએ જઈને જો આપણે પ્રતિષ્ઠા કરીએ તો ખરેખર કૃતકૃત્ય થઈએ. આટલી વાત થયા પછી તે બન્ને પિતા-પુત્ર પૌષધશાળામાં શ્રી સિદ્ધસૂરિ ગુરુને વંદન કરવા ગયા. ત્યાં જઈને તેઓને પ્રણામપૂર્વક કહ્યું કે આપ પૂજ્યના ઉપદેશરૂપ જળસિંચનથી અમારું આશરૂપી વૃક્ષ અંકુરિત થયું હતું તે નિરંતર આપના ઉપદેશ રૂપ અમૃતથી સિંચાઈને હાલમાં બિંબના મૂલસ્થાને સ્થાપનથી ફળીભૂત થયું છે. તો હે પ્રભુ! હવે તેની પ્રતિષ્ઠા કરવાના અમારા ઉત્તમ દેહલાને તમે તુરતજ સફળ કરો. તેમજ હે ભગવંત ! છેકથી માંડીને કળશ પર્યત મુખ્ય દેરાસરના શિખરનો ઉદ્ધાર પરિપૂર્ણ કરાવ્યો છે.
અને દેવની જમણી બાજુ ચોવીશ ભગવાનોથી યુક્ત અષ્ટાપદના સમાન દેખાવનું એક નવું દેરાસર પણ કરાવ્યું છે. વળી બલાનક મંડપને ત્રિભુવનસિંહે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ઉદ્ધાર કરાવ્યો છે, અને તેજ સત્પરુષે ચાલુ સમયમાં પણ પૃથ્વી પર વિચરી રહેલા (વિહરમાન) અરિહંતોનું પણ એક નવું દેરાસર મૂળનાયજી ભગવાનના પાક્લા ભાગમાં બંધાવ્યું છે. તેમજ નિર્દોષ બુદ્ધિવાલા સ્થિર દેવના પુત્ર સાધુ લંઢેકે નાની નાની ચાર દેરીઓ બંધાવી. જૈત્ર તથા કૃષ્ણ નામના બે સંઘપતિઓએ જિનબિંબથી યુક્ત આઠ દેરીઓ કરાવી. વળી સાધુ પૃથ્વીભટની જાણે કીર્તિ ન હોય તેવા સિદ્ધ કોટાકોટિના ચૈત્યને મ્લેચ્છ લોકોએ પાડી નાખ્યું હતું. તેનો પણ હરિશ્ચંદ્રના પુત્ર કેશવે ઉદ્ધાર કરાવ્યો. તેમજ બીજી જે જે દેરીઓનો ચૂનો વગેરે નીકળી ગયો હતો તે સર્વેને કોઇ કોઇ પુણ્યશાળી પુરુષે કરાવ્યો છે. એ રીતે શ્રી શત્રુંજ્ય ઉપરનાં સર્વ સ્થાનકો પૂર્વની જેમ મૂળ સ્થિતિમાં આવી ગયાં છે, તેથી હવે આ તીર્થનો ભંગ થયો હતો તેવું જરાપણ દેખાતું નથી.
તે સાંભળી ગુરુ બોલ્યા, હે સાધ! પ્રતિષ્ઠા માટેનું મુહર્ત જ્યારે ઉત્તમ હોય ત્યારે તે કરવી જોઈએ જેથી તે સ્થિર થાય, પછી ખૂબ જ ગુણવાલા આચાર્ય ભગવંતો અને જ્યોતિષના જાણકાર બ્રાહ્મણોને ભેગા કરવામાં આવ્યા. જેથી મુહૂર્તની શુદ્ધિ બરાબર જોવામાં આવે. પછી સર્વને ઉચ્ચ આસને બેસાડવામાં આવ્યા. પછી દેશલે ઊભા થઈ બે હાથ જોડી જ્યોતિર્વત્તાઓમાં શ્રેષ્ઠ આચાર્ય મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભો ! કોઈ શુભ મુહૂર્ત શોધી આપો. આ સાંભળીને તે સર્વે જ્યોતિષશાસ્ત્રવેત્તાઓ વારંવાર માંહોમાંહે વિચાર કરવા લાગ્યા, અને આખરે તેઓએ એક નિર્દોષ