SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. શિવક્વર નટ – શિવમાલા – અને કૂડની સેવામાં રોકાયેલા સામંતોનો હર્ષ નમાયો. તેમણે કરેલો પ્રયત્ન સફળ લાગ્યો. મકરધ્વજ રાજાએ અને પ્રેમલાએ દેવની પેઠે નટ તથા સામંતોને મહા ઉપકારી માન્યા. કુકડાનું મનુષ્યપણું થવાથી વિમલાપુરીમાં લોકોને તીર્થ ઉપર અનહદ ભક્તિ વધી અને સૂરજકુંડનો પણ મહિમા જગતમાં ખૂબ વિસ્તર્યો. પ્રેમલા સાચી ઠરી. તેનું ક્લંક ઊતર્યું મકરધ્વજ – રાજાને પોતાના અવિચારી પણા માટે શરમ ઊપજી. તેઓએ પ્રેમલાની ક્ષમા માંગી. આ પછી ચંદ્રકુમાર અને પ્રેમલાની જોડી દુનિયામાં અજોડ પ્રીતિ પાત્ર મનાઈ. પ્રેમલા અને ચંદ્રકુમારે જેવું દુ:ખ ભોગવ્યું હતું તેવું જ સુખ મેળવ્યું. આનંદ પૂર શમ્યાં એટલે મકરધ્વજ રાજાએ ચંદ્રરાજાને કહ્યું કે હે રાજન! અમે સોળ વર્ષે પણ તમારી નગરીનો પતો ન મેળવી શક્યા. તો તમે એક રાતમાં અહીં ક્લી રીતે પરણ્યા? કઈ રીતે પાછા ગયા? અને કઈ રીતે કુકડા થયા?તે વાત અમે લોકોના મોઢે જુદી જુદી રીતે સાંભળી છે. પણ આપજ આપના મઢે હો ! ચંદ્રકુમાર બોલ્યો હે રાજન ! દુઃખની કથાને સાંભળવાથી દુ:ખ તાજું થાય છે. માં પણ તમારી ઇચ્છા છે તો ટૂંકાણમાં સંભળાવું મારી ઓરમાન માતા વીરમતિ વિધાલંત છે. તે અને મારી પ્રથમ પત્ની ગણાવલી બન્ને જણાં આંબાપર બેસી અહીં આવવા તૈયાર થયાં. હું આ વાત છૂપી રીતે સાંભળી તે આંબામાં ભરાયો આંબો ઊડયો અને ચાર ઘડીમાં અહીં આવ્યો. તે બે સાસુ-વહુ આંબા પરથી નીચે ઊતરી આગળ ચાલ્યાં એટલે હું પણ નીકળી તેમની પાછળ ચાલ્યો. ત્યાં હિસક મંત્રીના માણસોએ મને પકડયો. અને પ્રેમલા સાથે ભાડે પરણવાનું કબૂલ કરાવ્યું. પરણતાં પરણતાં મેં સમસ્યા દ્વારા મારી ઓળખાણ આપી. હું પ્રેમલા પાસેથી બહાનું કાઢી છટક્યો. અને તેજ આંબામાં ફરી ભરાઈને આભાપુરી પહોંચ્યો, રાજન ! આ વાત પ્રગટ થઈ એટલે વિમાતાને મારા ઉપર ક્રોધ ઊતર્યો તેણે મને કૂકડો બનાવ્યો. આ પછી આ નટો એક વખત આભાપુરી આવ્યા અને તેમણે મને વિમાતા પાસેથી માંગી લીધો. અને તેઓ ફરતાં ફરતાં મને અહી લાવ્યા. હું અહીં વિમલગિરિના પ્રભાવથી મનુષ્યપણું પામ્યો. આ છે મારી સંપ આત્મકથા મકરધ્વજ રાજાએ % કુમાર! જીવતો નર ભદા પામશે. એ હેવત ક્વી સાચી ઠરી ? કુકડા થયેલ તમે સોલ વર્ષે પાછા માનવ થયા. તમારા ગયા પછી સિંહલ રાજે કપટ નાટક કરી પ્રેમલાને વિષ કન્યા ઠાવી, અલ્પ બુદ્ધિવાલા એવા મેં પ્રેમલાને ઘેષિત માની મારવા હુકમ આપ્યો. પણ મંત્રીએ તે થતું અટકાવ્યું. જો આ બની ગયું હોત તો હું નિર્દોષ પુત્રી જાતક થાત અને વધુમાં મૂખ્ત ગણાત. રાજાને કનકધ્વજ તથા તેના સાગરીતો યાદ આવ્યા. તેઓને સેવકો દ્વારા રાજ્ય સભામાં બોલાવ્યા. અને હ્યું કે તમે બધાએ મારી પુત્રીને વિષ ક્યા કરાવી હતી. પણ જુઓ હવે તેનો આજે ભેદ ખૂલે છે. પુત્રીને પરણનાર ભાગ્યશાળી આ ચંદ્રરાજા તમારી સામેજ બેઠા છે. અરે ! તમે ક્ષત્રિય પુત્ર થઈને આવું કપટ નાટક કર્યું. કેઢિયા પુત્ર સાથે કપટથી આવી અનુપમ બાળાને પરણાવી. તમે એમાં શું સાર કાઢવાના હતા? આ બાળાએ તમારું શું બગાડયું હતું? તમે બધા ફાંસીની શિક્ષાને યોગ્ય છે માટે તમને બધાને ફાંસી આપું છું.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy