________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
સિંહલરાજ કે હિંસક મંત્રી કાઇ પણ ઉત્તર ન આપી શક્યા. આથીચંદ્રકુમાર બોલ્યો હે રાજન ! અવગુણ કરવો એ દુનિયાની રીત ભાત છે.પણ અવગુણ કરનારનો પણ ગુણ કરવો એમાંજ વડાઇ છે. કોઢિયા પુત્રથી દુ:ખી સિંહલરાજ મરેલા જેવાજ છે. તેને શું મારવા ? તેને મારવાથી શું લાભ થશે. ? સહુ સહુનાં કરેલાં ભોગવે છે. એ તો નિમિત્ત–માત્ર છે.
૬૭૩
આ બધું ચાલતું હતું. ત્યાં પ્રેમલા રાજ સભામાં આવી. અને તે પણ બોલી હે પિતા ! તેઓનો વધ ન કરો. અપકારીને પણ આપણે ઉપકારથી જીતવા જોઇએ. જો તેમણે આ ન કર્યું હોત તો હું જગતમાં આવી કેમ બનત ? પછી પ્રેમલાએ સર્વની સમક્ષ ચંદ્રકુમારના પગ ધોયા. અને તે પાણી કનઘ્વજ ઉપર છાંટયું. તેથી ક્મધ્વજનો કોઢ તત્કાળ ગયો. અને આકાશમાં દેવવાણી થઇ. ચંદ્રકુમારની તીર્થ ભક્તિથી અમે પ્રસન્ન છીએ. તેનું પગલે પગલે ક્લ્યાણ છે. હવે તેનું કોઇ પણ નુક્સાન નહિ કરી શકે. સિંહલરાજ વગેરેએ મકરધ્વજ રાજા તથા ચંદ્રકુમારને પગે પડી માફી માંગી.
=
મકરધ્વજ રાજાએ સૌને જીવિતદાન આપ્યું. ક્નકરથ – હિસક વગેરે સૌએ ચંદકુમારને મહાઉપકારી માન્યા અને તેને નમી પોતાના દેશમાં ગયા. હવે ચંદ્રરાજા વિમલાપુરીમાં પ્રેમલાના પ્રેમમાં તલ્લીન થઇ દિવસો વિતાવવા લાગ્યા. સમય સુખપૂર્વક જવા લાગ્યો.
એક મધ્યરાત્રિએ ચંદ્ર રાજાની ઊંઘ ઊડી ગઇ. ને તેને ગુણાવલીનો સ્નેહ યાદ આવ્યો. તે ભલે વિમાતાના સંગથી ઉન્માર્ગે ચઢી પણ મારા પ્રત્યે તેને સ્નેહ જરાપણ ઓછે ન હતો. તેણે પોતાનો પશ્ચાત્તાપ આંસુની ધાર વહાવી મારી આગળ ક્યો હતો. મારી ભક્તિમાં જરાપણ કમીના નહોતી રાખી. મેં તેનાથી છૂટા પડતાં તેને વચન આપ્યું હતું કે હું મનુષ્ય થઇશ તો તને મલ્યા વિના નહિ રહું.
તેણે એક કાગળ લીધો અને લખ્યું કે “ વિમલગિરિના પ્રભાવથી મને મનુષ્યપણું મળ્યું છે. તમે ખૂબજ યાદ આવો છે. હું થોડાજ વખતમાં ત્યાં આવીશ. માટે ધીરજ ધરજો. હવે મને આભાપુરીનું રાજ્ય લેવામાં અને ભોગવવામાં કાંઇ અંતરાય નહિ થાય. વીરમતિની સોબતનું ફલ ચાખ્યું. તો હવે ચેતીને ચાલજો રાણી ! ”
હું જ્યારે વીરમતિની સોબતના તમારા અવગુણ સંભારું છું . ત્યારે મનમાં તમારા પ્રત્યે ખૂબજ ોધ ચઢે પણ છેલ્લે છેલ્લે તમે મારા પ્રત્યે જે પ્રેમ બતાવેલો તે સંભારું ત્યારે તે બધું ભૂલી જાઉં છું.ને તમારા પર અધિક સ્નેહ ઊપજે છે. અહીં અમને આનંદ છે છતાં પણ તમને મળવાની ખૂબ હોંશ છે. રાણી ! તમને મળશું ત્યારે અમે અમારી આત્મકથા કહીશું.
ચંદ્રરાજાએ એક વિશ્વાસુ કાસદને તૈયાર કર્યો. અને તેને કોઇ ન જાણે તેમ એક કાગલ મંત્રીને અને એક કાગળ ગુણાવલીને આપવાનું કહી આભાનગરીમાં મોક્લ્યો. કાસદ આભાપુરી ગયો. ને સૌ પ્રથમ મંત્રીને મલ્યો, ત્યાર બાદ ગુપ્તરીતે ગુણાવલીને મલ્યો. આ કાગલ વાંચતાં ગુણાવલીના આનંદનો પાર ન રહ્યો. ગાંડી ઘેલી થઇ ગઇ. પોતાના પતિ સાક્ષાત મલ્યા હોય તેવો આનંદ થયો. કાસદનો ખૂબજ સત્કાર ર્યો. અને તેને ભાઇ ! રાજાની વિમાતા વીરમતિ ભયંકર છે. માટે તમે અહીં કોઇને ક્લેશો નહિ કે ચંદ્રરાજા કૂકડો મટી મનુષ્ય થયા છે. કાસદે ક્યું કે હું આ બધું જાણું