________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
હું તને મારા માનીને હું છું. તને દેખીને મારા પતિ મને સાક્ષાત મલ્યા હોય તેવો ભાવ થાય છે. અને શરીર રોમાંચિત થાય છે. કૂડે કાંઈ પણ ન બોલતાં પ્રેમલા કૂડા સાથે રોજ આનંદ કરતાં સમય પસાર કરે છે. શિવાલા પણ રોજ ત્યાં આવે છે ને વાતોમાં બને સમય કાઢે છે.
આમ કરતાં કરતાં બરાબર ચાર મહિના વીત્યા. વિમલાપુરી નગરી શ્રી સિદ્ધાચલની તળેટીમાં હતી. તેથી પ્રેમલા સાથે પાંજરું લઈ ચાતુર્માસ વીતે સિદ્ધાચલની યાત્રા કરવા ગઈ. પગલે પગલે અનેક જીવો લ્યાણ પામેલાં તે તીર્થભૂમિને જોઈ કુકકુટરાજની ભાવવૃદ્ધિ થઈ. પ્રેમલાની સાથે તેણે પણ શ્રી ઋષભદેવ ભગવાનને જુહાર્યા– રાયણની આસપાસ પ્રદક્ષિણા દઈ તેના ફલને (રાયણને) મોઢામાં નાખી પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પ્રેમલા ભગવંતનાં દર્શન કરી કૂકડાને લઈને સૂરજકુંડ પાસે આવી. કુંડના કાઠે બેસી ખોળામાં કૂકડાને લઈ ગિરિરાજના દ્રષ્યો બતાવતી હતી. તે વખતે અચાનક કૂકડાને વૈરાગ્ય જાગ્યો.
અમદા કને પંખી થઈ, નિશિ વાસર કિમ જાય.
દેખી ફોગટ ઝૂરવું ચિંત્ય કિમપિ ન થાય.
મને તિર્યંચ અને સોલ વર્ષ થયાં. છતાં હું તિર્યંચ મટી માનવ ન થયો. હું આમ ક્યાં સુધી દેખીને દાઝયા કરીશ. પ્રેમલા મલી પણ પક્ષીપણામાં રહું તેથી મારું અને તેનું શું સાર્થક થાય? ખરેખર એક બીજાને પરસ્પર પ્રેમ ગમે તેટલો હોય પણ દુઃખ તો માણસને એક્લાને જ ભોગવવું પડે છે. તેથી જીવન જીવવાથી શું લાભ? આ પછી કૂફડાએ આત્મધાત કરવાનો વિચાર ર્યો, અને તુરતજ પ્રેમલાના હાથમાંથી છટકી કુંડમાં પડયો.
પ્રેમલા ગભરાઈ ગઈ બચાવો –બચાવોની બૂમો પાડી અને તે પણ કૂડાની પાછળ કુંડમાં પડી. અને પક્ષીને પકડવા જતાં વીરમતિએ તેના ગળામાં બાંધેલો ઘેરો જ તેના હાથમાં આવી ગયો. અને તે ઘેરે જીર્ણ થયેલો હોવાથી ખેંચતા તૂટ્યો કે તુરતજ કુડો કૂકડો મટી ચંદ્રરાજા થયો. સખીઓ પણ બધી એક પછી એક પ્રેમલાની પાછળ કુંડમાં પડી હતી. પણ જ્યારે તેઓએ કુંડમાં ચંદ્રરાજાને જોયા ત્યારે શરમાઈ અને બોલી કે આ તો ચંદ્રરાજા છે.
ગિરિરાજના અધિષ્ઠાયક દેવોએ ચંદરાજા ઉપર પુષ્યની વૃષ્ટિ કરી. કારણ કે ચંદ્રરાજાથી તીર્થનો મહિમા વધ્યો. સૂરજ કુંડનું પાણી પાપને દૂર કરનારું અને મહિમાવંત છે એમ જાહેર થયું. આ પછી સૂરજકુંડમાં પ્રેમલા અને ચંદ્રરાજાએ સ્નાન કરી શ્રી ઋષભદેવ ભગવંતની અત્યંત ભકિત ભાવથી સ્તુતિ વગેરે ક્ય અને ચંદ્રરાજા આ તીથને જીવિતદાન આપનાર માની તેની ભક્તિમાં હંમેશાં તત્પર બન્યો. પ્રેમલ અને ચંદ્રકુમાર આનંદ પામતાં ગિરિરાજથી નીચે ઊતર્યા. તે પહેલાં તો વિમલાપુરીમાં ઠેર ઠેર આ વાત પ્રસરી ગઈ કે તીર્થના પ્રભાવથી કૂ કૂફ મટી ચંદ્રરાજા થયેલ છે. જ્યારે પ્રેમલા અને ચંદ્રકુમાર તળેટીએ આવ્યાં ત્યારે રાજા- નગરના લોકો – નયે – સામંતો વાજિંત્રો સાથે તેમનું સ્વાગત કરવા હાજર થયા હતા. ચંદકુમારનું ભવ્ય સામૈયું થયું. મકરધ્વજ રાજાએ આનંદથી તેમનો નગર પ્રવેશ કરાવ્યો. રાજાએ અને ચંદ્રકુમારે યાચકોને છૂટે હાથે દાન આપ્યું ને ઠેર ઠેર વિમલાપુરીમાં આનંદ મંગલ ઊજવાયાં.