________________
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
શિવમાલા બોલી હે રાજન!આ અમારો રાજા છે. અમે આભાપુરીમાં ગયા હતાં ત્યારે ત્યાંના રાજમાતા વીરમતિ તરફથી અમને ભેટમાં મલ્યો છે. એના આવ્યા પછી અમને ધણી જ રિદ્ધિ સિદ્ધિ અને ઠેર ઠેર સન્માન મલે છે. તે અમારો નાથ છે. અમે બધાં જ તેના સેવકો છીએ. મકરધ્વજે પાંજરામાંથી કૂડાને હાથમાં લીધો. કૂકડો ને રાજા હર્ષિત થયા. આ પછી રાજાએ કૂકડાને પ્રેમલાના હાથમાં આપ્યો. પ્રેમલાના હાથમાં તે પુલક્તિ બનીને ખૂબજ નાચ્યો. જાણે તેના દ્ધયમાં પેસવા મથતો ન હોય તેમ કરવા લાગ્યો. પ્રેમલા પણ આનંદિત થઈને ભેટી, તેને સોળ વર્ષ પતિ મળતો હોય તેમ લાગ્યું.
રાજાએ થોડીવાર પછી પાંજરું નટને આપ્યું. અને ક્યું નટરાજ ! અહીં વધુ દિવસ રહો તો સારું, તમારું નાટક અમને બહુ ગમ્યું છે. માટે અહીંથી જવાની ઉતાવળ ન કરશો. નટરાજ બોલ્યો હે રાજન! જો તમે રજા આપો તો અમારી ઇચ્છા ચાર માસ રહેવાની છે. કારણ કે ચોમાસું બેઠું છે અને તમારો અમારા ઉપર ભાવ છે. માટે બીજે જવાની શી જરૂર છે?
મકરધ્વજ રાજાએ ક્યું કે સુખેથી ચાર માસ રહો. એથી અમને આનંદ થશે. પણ સાથે મારી એક વિનંતિ સ્વીકારશે? આ કુડો મારી પુત્રી પ્રેમલાના ધરનો છે. પતિને ઝંખતાં તેણે સોલ વર્ષ કાઢયાં છે. તેને આ પક્ષી ચાર માસ માટે આપો તો તે રમાડીને સંતોષ પામશે. નટરાજે કહ્યું, આનો જવાબ કાલે હું વિચારીને આપીશ. નટરાજ પાસેથી આ વાત સાંભળી કૂકડો ખૂબજ આનંદ પામ્યો. તેને તો ભાવતું હતું ને વૈદે કીધું તેના જેવું થયું. શિવાલા સમજી ગઈ કે આ કૂકડો હવે અહીં રહેવા માંગતો નથી. તેથી તેની ભાષામાં બોલી નાથ ! અમે આપને ઘણું સાચવ્યા. તમારા માટે ધણાની સાથે યુદ્ધ ક્ય. છતાં પણ તમને અચાનક છૂટા થવાનું મન કેમ થાય છે? ત્યારે કૂડાએ શિવમાલાને કહ્યું કે હે ભોલી બાળા ! તું મનમાં દુઃખ ન લાવ. હું તારો જીવનભર ઓશિયાળો છું. તે તો મને જીવિતદાન આપ્યું છે. પણ આ પ્રેમલા મારી સો વર્ષ પહેલાંની પરણેતર સ્ત્રી છે તેના કારણે જ મારા પર વિમાતા વિરમતિએ ખિજાઈને મને પક્ષી બનાવ્યો છે. એનો અને મારો સંયોગ તમે મલ્યાં ન હોત તો બનત જ નહિ. આથી હવે હું તેની પાસે જવા ઈચ્છું છું. તમે મારા પર પરમ ઉપકારી છે. બાકી હું તમારા ઉપકારને કેમ ભૂલું?
પછી શિવમાલા બોલી હે કુકકુટરાજ તમારી ઈચ્છા છે તો ચાર માસ માટે તમને પ્રેમલા પાસે સોંપું છું મને પણ આજે આનંદ થાય છે કે અમારી કરેલી ચાકરી આજે સફળ થઈ છે. શિવકુંવરે કૂકડાનું પાંજરું રાજાને સોંપ્યું. અને હ્યું હે રાજન ! આ પક્ષીને સામાન્ય ન સમજશે. તે અમારો રાજા છે. તમારે ત્યાં તેનું અને તમારું લ્યાણ થાઓ.
રાજાએ તે કૂકડે પ્રેમલાને સોયો
હે કુકુટ ! સાંભળ તું આભાના રાજકુટુંબમાં રહ્યો છે. મારો પતિ ચંદરાજા છે. તારે રાજા પાળો – ળાવાળો છે. છતાં પણ શું એવો નિર્દય છે કે મને પરણે સોળ વર્ષ થવા છતાં યાદ નથી કરતો. બધા વચ્ચે મને પરણ્યો છે છતાંય કાયર થઈને મને છેડીને નીક્યો. મારું મન આભા જવા માટે ઘણું તલસે છે. પણ હું ત્યાં કેવી રીતે જાઉ ? હે કુકકુટ તે રાજકુલમાં વસતા રાજા પાસેથી મારી કથા સાંભળી છે ખરી? હે પક્ષીરાજ!તું મને ગાંડીધેલી ન સમજતો.