________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
પતિ કાલે પાછો ફરશે. મારી ગુણાવલી મને ક્યારે મલશે. ? એ કાંઇ થોડું નકકી છે ? મારા પર અત્યંત પ્રેમી નારને મારે છોડવી પડી છે
૬૬૯
લીલાવતી કૂકડાની આ વાત સાંભળી ધીરજ પામી અને બોલી ભાઇ ! તું ધીરજ ધર. કાલે સૌ સારાં વાનાં થશે. તારું પક્ષીપણું ટળે ત્યારે જરુર મને યાદ કરજે આજથી હું તારી બહેન ને તું મારો ભાઇ છે. કૂડાએ આ વાત બૂલી. લીલાવતીએ મંત્રીને કૂકો પાછો સોંપ્યો, મંત્રીએ પાંજરું નાટક્યાંઓને સોંપ્યું.
આ પછી નાટક્યાંઓ અનેક ભેટો લઇ પોતનપુરથી ફરતાં ફરતાં આભાપુરી છેડયા પછી બરાબર નવ વર્ષે વિમળાપુરી આવ્યાં.
એક દિવસ પ્રેમલાલી ક્યે છે કે સખીઓ ! મારું ડાબું અંગ ફરકે છે. શરીરના રૂંવે રૂંવાં ખડાં થયા છે દેવીનું વચન સોળ વર્ષનું હતું. તેથી મને લાગે કે મને મારો નાથ આજકાલમાં મળવો જોઇએ બીજી બાજુ શંકા થાય છે કે ૧૮૦૦ યોજન દૂર રહેલ આભાપુરીથી કેવી રીતે અચાનક આવે ? વળી તેણે સોળ વર્ષમાં મારી ખબર પણ પુછાવી નથી. પત્ર પણ લખ્યો નથી. સખીઓ બોલી એનું તો કંઇ ન કહેવાય ? જેમ પરણવા આવ્યા હતા તેમ મલવા પણ આવી જાય, દેવવચન મિથ્યા ન થાય. સ્ત્રીને તો સાસરું જ સારું લાગે.
આ વાતો ચાલતી હતી ત્યાં એક સેવક આવ્યો અને બોલ્યો કે બહેન ! આપને રાજા રાજસભામાં બોલાવે છે. આભાપુરીથી એક નટમંડળ આવ્યું છે. તે અવનવા ખેલ કરે છે. તે જોવા પધારો. સંભવ છે કે તેની પાસેથી આભાનગરીના રાજાની કેટલીક વિગતો મળશે. આ સાંભળી પ્રેમલા અતિ ખુશ થઇ અને સખી સાથે રાજ સભામાં ગઇ.
આ બાજુ કૂડાએ વિમલાપુરીમાં પેસતાં જ જ્યાં આવીને પેલો આંબો ઊભો રહ્યો હતો તે જગ્યા ઓળખી. જ્યાં પ્રેમલાની સાથે હસ્તમેલાપ થયો હતો. તે નકરથ રાજાનો ઉતારો જોયો. તે પક્ષીપણાનું દુ:ખ ભૂલી આનંદથી નાચી ઊઠ્યો ને મનમાં બોલ્યો. હે વિમાતા વીરમતિ ! તારું ક્લ્યાણ થજો તેં મને કૂો ન બનાવ્યો હોત અને નટોને ન સોંપ્યો હોત તો હું આ નગરને જોવા માટે શી રીતે પામત ?
નમંડળ ફરતું ફરતું રાજ્ય સભામાં આવ્યું અને રાજાને નમી આજ્ઞા લઇ નાટક કરવા માટે ચોકમાં વચ્ચે વાંસ રોપ્યો. શિવમાલા સુંદર વસ્ત્રો પહેરી વાંસ નીચે ઊભી રહી સૌ પ્રથમ ફૂલના ઢગલા ઉપર પાંજરામાં રહેલા કુકકુટરાજને નમીને સડસડાટ વાંસપર ચઢી. તેણે લોકોને અનેક ફ્ળાઓ બતાવી લોકોને ખુશ કર્યા. લોકોનું ચિત્ત વાંસ ઉપર થતી ક્લાઓમાં હતું.પણ પ્રેમલાનું ચિત્ત તો પાંજરાના કૂડા ઉપર જ હતું. કૂકડો પણ પ્રેમલાને જોતાં તુસ્તજ ઓળખી ગયો. ને કૂદાકૂદ કરવા લાગ્યો. ખેલ પૂરો થતાં શિવમાલાને લોકોએ અનેક ભેટો આપી. શિવમાલાએ બધી ભેટે ડા સમક્ષ ધરી ને તેને પગે લાગી. એટલે મકરધ્વજ રાજાએ આ કૂડો કોણ છે ? અને તમે કેમ આટલું બધું તેનું સન્માન કરો છે ? તેમ પૂછ્યું.