________________
EEC
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
પોતનપુર નગરમાં જ્યસિંહનામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામે મંત્રી હતો. તે મંત્રીને રૂપરૂપના અંબાર જેવી લીલાવતી નામે પુત્રી હતી. લીલાવતીનાં લગ્ન કામદેવ જેવા નગરના શ્રેષ્ઠી પુત્ર લીલાધર સાથે થયાં હતાં. લીલાધર-લીલાવતી સુખપૂર્વક જીવન જીવતાં હતાં, એક વખત એક ભિખારીએ લીલાધર પાસે ભીખ માંગી, લીલાધરે તેનો તિરસ્કાર ર્યો ત્યારે તે ભિખારી બોલ્યો.
કુમાર ! બહુ જોર ન રાખો આ બધી સંપત્તિ અને યૌવન વીજળીના ચમકારા જેવું છે. તમે આટલો બધો ગર્વ શેના ઉપર કરો છે? આ લક્ષ્મી કાંઈ તમારી પોતાની કમાણી નથી લીલાધરને ચાનક લાગી. તેણે પરદેશ જવાનું નકકી કર્યું. લીલાવતીએ ઘણું સમજાવ્યો પણ તે ન સમજયો.આખરે તેને સમજાવવા મંત્રી લીલાધરને ઘેર આવ્યા. અને બોલ્યા શેઠ પરદેશ જવું હોય તો ભલે જાવ પણ સારું મૂહુર્ત જોવરાવો.
- લીલાધરે મુહર્તની વાત કબૂલી. જોશીઓ આવ્યા. તેઓએ પંચાંગને આમ તેમ ફેરવ્યું ને બોલ્યા છ મહિનામાં તો પ્રયાણનો કોઈ જ સારો યોગ નથી, પણ જ્યારે સવારે વહેલો કૂકડો બોલે ત્યારે પ્રયાણ કરવામાં આવે તો અખૂટ ધન મળે. લીલાધરે આ મુહુર્ત બૂલ રાખ્યું. તેથી તે રોજ સવારમાં કૂકડાના શબ્દની ઝંખના કરે. પણ મંત્રીએ તો આ નગરમાં એક પણ કૂવે રહેવા દીધો ન હતો. કારણ કે તે બોલે તો લીલાધર જાય ને?
આ વાતને બરાબર છ મહિના થયા હશે ત્યારે શિવકુંવર નાટડ્યિાનું મંડલ પોતનપુરમાં આવ્યું. આગલી રાતે નરાજે કુકકુટરાજને કહ્યું હતું કે કાલે સવારે તમો અવાજ ન કરશો કેમ કે મંત્રી કૂડાનો દુશ્મન છે. કૂકડાએ આ વાત
સ્વીકારી ટેવને લીધે સવાર થતાં જ કૂકડે કૂક ર્ક્સલીલાધર આ શબ્દ સાંભળતાં ઘોડી તૈયાર કરીને પરદેશ ગયો.લીલાવતીએ આ વાત પોતાના પિતા મંત્રીને કહી અને રોતાં રોતાં બોલી છેવટે મારો દુમન કૂકડો થયો. તે મને શોધીને આપો.
મંત્રીએ તપાસ કરી. કૂફડો નટ મંડળ પાસે છે એમ જાણ્યું પણ તેની પાસેથી લેવો અધરો લાગ્યો. કારણ કે તેઓ સામંત રાજાઓ અને સૈન્યવાલા હતા તથા પરદેશી હતા તેથી તેણે નટલોકો પાસે માંગણી કરી કે તમારો કૂકડો થોડીક્વાર માટે મારી પુત્રીને રમવા માટે આપો. તમને મારો ભરોસો ન પડે તેથી તેના બદલામાં મારો પુત્ર તમારે ત્યાં થાપણ મૂકું ફૂડો પાછો આપું ત્યારે મારો છોકરો આપજો. પછી શિવકુંવરે પુત્રની બદલીમાં પાંજરા સહિત કુકડો આપ્યો. મંત્રીએ લઈ પુત્રીને આપ્યો ને કહ્યું કે હે પુત્રી ! કુકડાને ઠપકો આપવો હોય તો આપજે. બીજું કશું ન કરતી. આની સામે મેં પુત્ર થાપણમાં મૂકયો છેમાટે આને થાપણ સમજજે. લીલાવતીને પાંજરું લેતાં દ્વેષ હતો પણ જોતાં જ દૂર થયો. કુકકુટરાજ તમે બહારથી સુંદર દેખાવ છો તેમ અંદરથી સુંદર હોત તો ફોગટ વેર ન બાંધત.તમે બોલ્યાને મારો પતિ પરદેશ ગયો. ને હું વિરહિણી બની. હે પક્ષીરાજા ! વિરહિણીના દુઃખની તમને શી ખબર પડે? કોઈને વિરહ પાડેલો માટે પક્ષી થવું પડ્યું છે. હવે શા માટે વિરહ પાડો છે ?
લીલાવતી વધુ બોલે તે પહેલાં કૂકડો વિહવળ બની મૂચ્છ પામ્યો, લીલાવતી ચમકી ને બોલી આ શું થયું? શું તમે મારા કરતાં વધુ વિરહી છે? પછી પક્ષીએ નખથી પોતાની આત્મકથા લખીને જણાવી. તારે પરદેશ ગયેલો