________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
આભાનગરીના ચોકમાં શિવકુંવરે મોઢે વાંસ રોપ્યો. તેની ચારે બાજુ ઘેરડાં બાંધી મજબૂત કર્યો. ને પછી વાંસ ઉપર એક ખીલો ઠોક્યો. નગર લોક ચોગાનમાં એઠું થયું. રાજમાતા વીરમતિ સિંહાસન પર બેઠાં. ગુણાવલી સોનાનું પાંજરું લઇ જોવા માટે ગોખે બેઠી. નાટક્યાઓએ રંગીન કપડાં પહેર્યા ઢોલ–વૃંદગ ને કાંસીજોડાં વાગવાં માંડયાં. અહો ભલા, અહો ભલાની બૂમો પડવા લાગી.
૫
પગે ઘૂઘરાઓ બાંધી ઘમકાર કરતી શિવમાળા આવી. શરણાઇ અને મૃદંગના અવાજ વચ્ચે વાંસ પર ચઢી પોતાની ડૂંટીને વાંસ ઉપર રાખી. ચક્કરની જેમ પોતાના શરીરને ફેરવ્યું. આવી રીતે શરીરનાં બધાં અંગો રાખી કળા કરી બતાવી. પછી શિવકુંવરે નીચે ઊતરી, બધાં નાટકિયાંએ ભેગાં થઇ થૈ થૈ કરતાં ચંદ્રરાજા ને આભાના ગુણ ગાયા વીરમતિને નાટક ગમ્યું પણ ચંદ્રરાજાનો યશ ન ગમ્યો.નટડીએ વીરમતિ પાસે હાથ ધર્યો પણ કાંઇ ન મલ્યું. એમ બીજીવાર ને ત્રીજીવાર નાટક કરી ફરી ફરી ચંદ્રરાજા ને આભાના ગુણો ગાયા. લોકો બધા દાન આપવા તૈયાર થયા પણ રાજમાતાના આપ્યા વગર આપી ન શકે. પાંજરામાં રહેલ કુડા બનેલ ચંદ્રરાજાને પાંજરામાં રહે રહે આ સાંભળીને ચેન ન પડયું તેથી નાટકિયાંએ નાટક કરી ચંદ્રરાજાના નામની ઘોષણા કરી ત્યારે પાંખો ફફડાવીને સોનાનું કચોળું નીચે ફેંકી દીધું.
દૂર ઊભેલા શિવકુંવરે જોયું અને તેણે ઝડપ કરીને લઇ લીધું. ચંદ્રરાજા ભલા ભલા એમ બોલતો સુવર્ણ કચોલું લઇને નાચવા માંડયો. પછી તો નગરજનો તરફથી ભેટોનો વરસાદ થયો. નટો રાજી થયા. લોકો છૂટા પડયા. વીરમતિ પોતાના મહેલમાં ગઇ પણ તેને મુદ્દલે ખબર ન હતી કે આ કચોલું ફેંકનાર કૂકર્યો હતો. તેથી તેણે મંત્રીને બોલાવીને પૂછ્યું કે ગામમાં એવો ક્યો માણસ છે કે જેણે મારા પહેલાં દાન આપ્યું ? અહીં રહેનાર તો નહિ જ હોય. ક્દાચ મોસાળે મોટો થનાર હશે ? તેણે ધનના ઉન્માદથી આમ કર્યું હશે ? જો તેની ખબર હોત તો ખબર લઇ લેત. મંત્રી બોલ્યો માતા ! રોષ ન કરો. ગમે તેણે દાન આપ્યું હોય પણ પ્રજા તમારી હોવાથી યશ તો આપણો જ વધ્યો છે ને? વીરમતિ બોલી પ્રજા એટલે શું ? તેણે વિવેક ન રાખવો જોઇએ ? મંત્રી ચૂપ રહ્યો. તેને આખી રાત ઊંઘ ન આવી. ચંદ્રરાજાનાં પ્રજામાં વખાણ થાય. તે તેને ન ગમ્યું. તેણે ફરીવાર નાટિયાંઓને નાટક કરાવવાનું ઇચ્છું અને ચંદ્રનો પ્રશંસક કોણ તે શોધવાનું મન થયું.
બીજે દિવસે નાંટક્યાઓને નાટક કરવાનું ફરમાન કર્યું. નાટક્યિાંઓએ આગલા દિવસ કરતાં ભરત વગેરેનાં સવાયાં નાટકો રજૂ ક્યાં, નાટક બાદ નટો ચંદ્રરાજાની જય બોલતાં વીરમતિ પાસે આવીને ઊભા. વીરમતિએ કાંઇ પણ ન આપ્યું એટલે કૂડાએ પાંખો ફફડાવી સોનાનું બીજું કચોળું પાડીને ભેટ ર્ક્યુ. આ ભેટ થતાં જ પ્રજાએ દાન દેવા માંડ્યું. આ કૂકડાએ આપેલ ભેટ જોઇને વીરમતિનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. પણ મનમાં સમાવ્યો. પછી લોકોના વેરાયા બાદ સીધી તલવાર લઇ ગુણાવલીના મહેલે પહોંચી અને પાંજરું હાથમાં લઇ ક્રોધથી કૂકડાને હેવા લાગી દુષ્ટ ! તને હજુ પણ સાન નથી આવતી ? જીવતો રાખ્યો છે એટલે આ બધા ચાળા કરે છે. તું ચંદ્ર છે તે હજુપણ જણાવવા માંગે છે ? હું તને આજે જીવતો જ નહિ છોડું ? કૂકડો તરફડવા લાગ્યો તેને લાગ્યું કે હવે હું નહિ બન્યું.
ગુણાવલી વચ્ચે પડી વિનવણી કરી હેવા લાગી. માતા એને બિચારાને દાનની થોડી જ ખબર પડે છે ? પાણી