________________
૬૬૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
પીતાં પીતાં કચોળું પડી ગયું લાગે છે પણ પૈસાના અર્થી નાટકિયાઓએ માન્યું કે અમને દાન આપ્યું. એને દાનની શું ગમ પડે? ગુણાવલીએ માંડ માંડ કૂકડાને મરતો વીરગતિ પાસેથી બચાવ્યો. ફરી આવું કરશે તો મરશે એમ કહ્યું.
ત્રીજા દિવસે નાટકિયાએ નાટક કરવા માંડયું,આ વખતે કૂફડાએ શિવપાલાને કહ્યું હે બાલા! તું પક્ષીની ભાષા જાણે છે. તેથી હું તને કહું છું કે હું પોતેજ ચંદ્રરાજા છું. વીરમતિએ મને કૂકડો બનાવ્યો છે.આ નાટકમાં વીરમતિ ને ખુશ કરીને તું મને ભેટમાં માંગી લેજે. પૈસાનો લોભ ન કરતી. હું પછી મારી આપવીતી ક્વીશ. શિવમાળાએ આ વાત પોતાના પિતા શિવકુમારને હીં, નાટક પૂરું થતાં શિવકુમાર વીરમતિની પ્રશંસા કરવા લાગ્યો.વીરમતિ પોતાનું નામ સાંભળી ખુશ થઈ અને બોલી માંગ માંગ તમે માંગો તે આપું, શિવ કુમારે કહ્યું કે જો એમજ છે તો મારી પુત્રીને રમવા માટે પાંજરામાં રહેલો આ કૂકડોજ આપો. મારે પૈસા ટકાની કાંઈ જરુર નથી. વીરમતિ બોલી એમાં તે શું માંગ્યું? તું હાથી-ઘોડા – હીરા-સોનું વગેરે બીજું ગમે તે માંગ. આ કૂકડે તો વહુને રમવા માટે છે. તે તને આપું તો તે દુભાશે નટ બોલ્યો કૂકડો આપતાં અચકાઓ છો તો બીજું શું આપવાના ?
નટ એકનો બે ન થયો. એટલે વીરમતિએ પ્રધાનને કૂકડો લેવા માટે ગુણાવલી પાસે મોલ્યો. પ્રધાન મંત્રી પાસે જઈ નટને કૂકડો ભેટ કરવાનો છે તે વાત કહી. સાથે સાથે એમ હ્યું આમાં બહુ વિચાર ન કરો. કૂકડો જીવતો હશે તો કોઈ દિવસ ચંદ્રરાજા થશે. અહીં રહેતાં કોઈક વાર વીરમતિના હાથે મૃત્યુ થશે. માટે ભવિષ્યનો વિચાર કરીને મોહ છોડો.
કરે કષ્ટમાં પાડવા, દુર્જન બ્રેડ ઉપાય,
પુણ્યવંતને તે સવિ, સુખના કારણ થાય,
વિરમતિ એમ માને છે કે નટને કૂકડો આપવાથી તે ગામોગામ નાચશે અને દુઃખી થશે. પણ તે કૂકડો પુણ્યશાળી હોવાથી ઠેરઠેર માન જ મળશે ને સુખી થશે. ગુણાવલીને મંત્રીની આ વાત ગળે ઊતરી. કૂકડાને આપતાં જીવ ન ચાલ્યો. તેણે નાટકિયાને ફરી સમજાવ્યું. કૂકડાની જીદ છોડવા વિનંતી કરી. પણ મંત્રીએ તે ન માન્યું એટલે તેના હાથમાં કૂકડાનું પાજ આપતાં કૂકડાને કહ્યું કે હે નાથ ! મને ન ભૂલશો. હું તમને છૂટા પાડવા માંગતી નથી.પણ ભવિષ્યમાં હિત છે. એમ માની છૂટા પાડું છું. હે નાથ ! મારા અપરાધોની ક્ષમા આપશો અને મને હૃદયથી જરા પણ વીસરશો નહિ, કૂકડાએ પગ વતી અક્ષર લખી કહ્યું.
પણ મનહરણી મ કરીશ, ફિકર લગાર છે.
ન મિલે તુજ મેળો જાત, ગયા પછી રે લોલ.
હે પ્રિયે! ફિકર ન કરીશ. હું જીવતો હોઇશ તો તને મળ્યા વિના નહિ રહું. અહીંથી છૂટે કરવામાં જ મારા પ્રાણો અખંડ રહેશે.