________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
દત હજ પરું બોલે તે પહેલાં તો વીરમતિ ક્રોધથી સળગી ઊઠી અને બોલી એ ચૂપ કર. તારો રાજા કોઈ ક્ષત્રિયાણીનો છેકો નથી લાગતો કોઈ રાંડી રાંડનો પાછળથી જન્મેલો લાગે છે. બોલે શું વળે? ક્ષત્રિયપુત્ર હોય તો વહેલો લડવા આવે. પાછલા દિવસોને પરાભવ મને લાગે છે કે તે ભૂલી ગયો છે આભાનું તેજ ને પરાક્રમ તો હજુ તેનું તેજ છે. કીડીને પાંખ આવે તે મરવા માટે જ આવે તેમ તારા રાજાને તરખાટ નાશ માટે લાગે છે આ પછી વીરમતિએ દૂતને ગળું પકડી બહાર ધકેલ્યો.
તે દૂત હેમરથ રાજા પાસે જઈને સ્પષ્ટ રીતે બોલ્યો કે રાજન! વીરમતિ સ્ત્રી છે તેથી તેનું રાજય જલદી ખૂંચવી લેવાશે તેમ માનવું ભૂલ ભરેલું છે. તે સાક્ષાત ચંડિકા જેવી છે. તેનું તેજ ને કડકાઈ ભલભલા રાજામાં ન હોય તેવાં
અભિમાનની પરાકાષ્ઠાએ પહોંચેલા હેમરથે આ વાતને ન માની. યુદ્ધની નોબત વગાડી, લશકર લઈને આભાના સીમાડે આવ્યો. ત્યારે ખબર પડી કે સ્ત્રીનું રાજ્ય છે ક્યાં પણ રાજય વ્યવસ્થિત ચાલે છે. આભાનગરીના લોકો પોતાના રાજ્ય માટે ગૌરવવાળા હતા.
વીરમતિએ સુમતિ મંત્રીને બોલાવ્યો.અને કહ્યું પ્રધાન ! તમે લશ્કર લઈને જાઓ. હેમરથનો પરાભવ કરશે. હું લશ્કરની આગેવાની લેવા તૈયાર છું. પણ આ નામર્દ સામે લડતાં મને શરમ આવે છે. મારી તાકાત તો તેના સૈન્યમાંથી તેને એક્લો ઉપાડી લાવવાની છે. પણ તેમ કરવું નથી. પણ તમે જઈને લડીને તેનો પરાભવ કરો. ચોકકસ આપણો
ય છે.તલવારો ખખડી સુમતિની આગેવાની હેઠળ સૈન્ય લડ્યું. ચારે બાજુથી હેમરથના સૈન્યનો કચ્ચરઘાણ વાળ્યો. ચારે બાજુથી હેમરથને ઘેરીને જીવતો પકડી પાંજરામાં નાંખ્યો. ને મૂંછાળા ગણાતા હેમરથને વીરમતિ પાસે હાજર કરવામાં આવ્યો. વીરમતિ બોલી કેમ મૂંછાળા નરેશ ! હું તો રંડા એટલે રાંડેલી નારી છું પણ તું તો રાંડી રાંડ નો પુત્ર-પુણ્યાતન ગુમાવી બેઠેલ પંઢ છે ને? ઊચું જો. અને જવાબ આપ. અબળા હું છું કે તું? કેટલીયવાર આભાએ તારો પરાભવ કર્યો છતાં પણ તને લડવાનું ગાંડપણ કેમ થઈ આવે છે. ?
હેમરથ બોલ્યો માતા હું ભૂલ્યો. મને તમારી શક્તિનું ભાન ન રહ્યું મેં આજે જાણ્યું કે આપ શ્રી નથી પણ દેવી છે હવે પછી ક્યાસ્ય તમારી આજ્ઞા નહિ લોખું મને જીવિતદાન આપો. મંત્રી અને રાણીએ વિચાર કરીને જીવિતદાન આપ્યું ને હેમરથ આભાનો ખંડિયો રાજા થયો.
આભાનગરીમાં એક્વાર પાંચસો સાથીદાર સાથેની શિવકુમારની નાટક મંડળી આવી. અને હ્યું કે હે રાજમાતા! મારું નામ શિવકુમાર છે. મારી સાથે મારા ૫o ,સાથીદાર છે. પાંચસોમાં મારી પુત્રી શિવમાળા શ્રેષ્ઠ નૃત્યકળા કરનાર છે. અમે ગામો ગામ નાટક કરતાં લોકોને રીઝવી દાન લઈ અમે અમારો જીવન નિર્વાહ કરીએ છીએ. અમે આભાનગરીનો વૈિભવ અને કીર્તિ સાંભળીને અહીં આવ્યા છીએ. તો આ મારું નાટક જુઓ તેમ રાજમાતાને વિનંતિ કરી. વીરમતિ રાણી એવું ઈચ્છતી હતી કે હેમરથ રાજાની જીત પછી નગરીમાં એક આનંદ ઉત્સવ ઊજવાય અને પ્રજાજનો ખુશ થાય, તેથી તેણે નાટક મંડળીને નાટક કરવા જા આપી.