________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
મંત્રી બોલ્યો શું હું રાજભક્ત થઇ રાજવીની હત્યા કરું ? તેનો પુરાવો ખો ? રાણીએ ક્યું. તમે મને જેવું ક્યું તેવું મેં તમને ક્યું આડે લાકડે આડો વહેર. તે સિવાય મેળ મળતો નથી. માટે તમે ચૂપ રહે. વાતમાં ઊડા ન ઊતરો. લોકોને કહી દે કે રાજા હાલ વિધાની સાધના કરે છે. માટે હાલ દર્શન નહિ દે. અને તમે જાહેર કરી દે કે રાજાનું તમામ કૃત્ય વીરમતિ રાણી સંભાળશે. તેનો હુકમ રાજાનો હુકમ ગણાશે. રાજા નથી તેવી બૂમો પાડવાની કોઇ જરુર નથી. હું રાજા અને તું મંત્રી પછી શું કામ અટક્વાનું છે ?
૧૬૩
વીરમતિની ઉગ્રતા જોઇ મંત્રી સમજી ગયો. અને હાજી હા કરવા મંડયો. કારણ કે આ સ્રી કાંઇક સ્રી ચરિત્ર અજમાવે તો ? માટે હમણાં અનુકૂળ થવામાંજ ફાયદે છે. મંત્રી નગરમાં આજેજ પડો વગડાવવાનું કહીને નીકળી ગયો. પછી આભાનગરીમાં ઘોષણા થઇ કે રાજાના તમામ અધિકાર રાજમાતા વીરમતિજ સંભાળશે. તેની અવગણના કરનાર શિક્ષા પાત્ર થશે, લોકો તેને રાજા સમજ્યા. ને આભાનગરીમાં ત્રિયા રાજ્ય થયું. વીરમતિએ કડક રીતે રાજ્યનું સુકાન સંભાળ્યું.સુમતિ પ્રધાન પણ રાજમાતાનો અનન્ય ઉપાસક થયો. ને રાણીના રાજ્યનાં વખાણ ર્યા. વીરમતિ ને થયું કે હવે આપણું કોઇ નામ લે તેવું નથી.
એક મંત્રી વીરમતિના મહેલે ગયો. તે વખતે વીરતિ પાસે એક સોનાનું પિંજર પડયું હતું. અને તેમાં કૂકડો આમ તેમ કૂદતો હતો. મંત્રી બોલ્યો માતા ! તમને કૂકડો પાળવાનો શોખ ક્યારથી થયો ? રાજમાતા બોલ્યા. મને શોખ નથી પણ વહુ ને આનંદ કરાવવા ખાતર ખરીદ્યો છે. ભલે બિચારો ખાય, પીએ ને આનંદ કરે. સુમતિ મંત્રી બોલ્યો ખરીદ્યો હોય તો રાજ્યમાં તેનો ખર્ચ પડવો જોઇએ ને ?તે તો પડયો નથી માટે તમને કોઇએ ભેટ આપ્યો હશે. મંત્રી તમને ફરી એક્વાર કહી દઉ છું કે મને હું કાંઇ પણ કહું તેમાં શંકા, તર્ક દલીલ નથી ગમતી, શું રાજ્યમાંથી પૈસા લીધા વગર ન ખરીદાય ? કેટલોક ખર્ચ અમારે ન નાંખવો હોય, ન લખાવીએ. આમ કડક અવાજે ક્યું.
=
માતા ! હું ભૂલી ગયો. મને તો રોજના નિયમ પ્રમાણે હિસાબમાં ચીકાશ કરવાની ટેવ પડેલી એટલે બોલ્યો. તેમાં તમે ખોટું ન લગાડો. આ વાત વખતે ગુણાવલી બાજુના જ ખંડમાં હતી. વીરતિ ઊભી થઇ અને મંત્રી પણ ઊભો થયો. જતાં જતાં તેણે રડવાથી લાલ આંખ વાલી ગુણાવલીને જોઇ. તે વખતે ગુણાવલીએ હાથની સંજ્ઞાથી સમજાવ્યું કે ચંદ્રરાજા તેજ આ કૂકડો છે. ને તેને વિમાતાએ બનાવ્યો છે. મંત્રીમાં જાણવા છતાં તેનો પ્રતિકાર કરવાની તાકાત નહોતી માટે દુઃખ સાથે ઘેર ગયો.
આભાનગરીમાં વીરમતિની ધાક હતી. પણ બીજે તો એવી વાત ઊડી કે કુટુંબમાં ક્લેશ છે, વિમાતાએ રાજાને કૂો બનાવી પોતે રાજા બની બેઠી છે. સ્ત્રી ગમે તેવી હોય પણ બુદ્ધિ તો પગની પાનીએ ને ? તેથી તેની પાસેથી રાજ્ય ખૂંચવી લેવું જોઇએ. એટલે પાઙેશના હેમરથ રાજાને રાજ્ય લેવાનું મન થયું. અને તેણે એક દૂતને વીરમતિ પાસે આભાનગરીમાં મોક્લ્યો. દૂત સંદેશો લઇને આવ્યો. રાજાના સિંહાસન ઉપર વીરમતિ બેઠી હતી. સામે બધા મંત્રીઓ અને રાજ્ય કર્મચારીઓ બેઠા હતા, ત્યાં તે બોલ્યો કે મારા રાજા ક્લેવડાવે છે કે શું રાંડ રાજ્ય કરી શક્તી હશે ? રાજ્ય પાલન તો મરદનું કામ છે. વીરમતિ ! રાજય અમને સોંપી દે અને તું રાણીવાસમાં પેસી જા. સીધી રીતે તું માનશે તો સારી વાત છે. નહિતર હેમરથ રાજા તારો ચોટલો ખેંચી બળાત્કારે તને બહાર કાઢો.