________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
રાજન ! અમેજ આ પ્રેમલાને વિપત્તિમાં નાખનારા પાપી મંત્રીઓ છીએ, ધન લેતાં તો લીધું પણ જ્યારે જાણ્યું કે નકધ્વજતો કોઢિયો છે. ત્યારે ખૂબજ પશ્ચાત્તાપ થયો. હે મહારાજ ! હવે અમને જે શિક્ષા કરવી હોય તે કરી શકો છે. આ સાંભળીને ત્રણે મંત્રીઓ ઠરી ગયા.
રાજા થોડાક સમય પહેલાં ઉતાવળો હતો. પણ હવે સ્થિર થયો હતો, તેથી તેણે ચારે મંત્રીઓને ઠપકો આપી ને પછી મકરધ્વજ રાજાએ સિંહલરાજા - તેનો પુત્ર કનકધ્વજ – હિસકમંત્રી, નકાવતી રાણી ને કપિલાદાસી આટલાને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પોતાની નગરી વિમળાપુરીમાં રોકી રાખ્યાં, બાકીના પરિવારને વિદાય કર્યો.
મકરધ્વજ રાજાએ એક મોટી દાનશાળા ખોલાવી. તેની મુખ્ય અધિકારિણી પ્રેમલાને બનાવી. પ્રેમલા સૌને દાન આપે ને ચંદ્રરાજાની તપાસ કરે. આ ઉપરાંત રાજાએ આભાપુરીમાં તપાસ કરવા માણસો મોલ્યા. થોડા દિવસ બાદ કોઈ ગુરુ વિમલાપુરીમાં પધાર્યા. સાધુ ભગવંતની દેશના સાંભળી પ્રેમલા ધર્મમાં સ્થિર થઈને વિશેષ ધર્મ કરણી સાથે નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. એક રાત્રિએ પ્રેમલાને કોઈ દેવીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે હે પ્રેમલા! તું મૂંઝાઇશ નહિ. તારો નાથ ચંદ્ર તને સોળ વર્ષે મળશે. તું સુખી થશે ને તારુ ક્લક ઊતરશે. સ્વપ્નની બધી વાત તેણે પિતાને ક્વી. પિતા રાજી થયાપ્રેમલા દાનશાળામાં દાન આપતી વાચકોને આભાપુરી અને ચંદ્રરાજાના સમાચાર પૂછે
એક વખત વિમળાપુરીમાં કોઈ યોગિની આવી હતી. તેના હાથમાં વીણા હતી. વીણાના સૂરમાં તે ચંદ્રરાજાના ગુણ ગાતી હતી, આભાપુરીને ચંદ્રરાજાનું નામ સાંભળી પ્રેમલા તેની પાસે એકદમ ઘેડી ગઈ. અમૃતરસની માફક તેનું ગાયન સાંભળ્યું ને પૂછયું હેયોગિની !તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો ? જેવું તમે ગીત ગાયું તે નગરી અને ચંદ્રરાજાને જોયો છે?
યોગિની બોલી હે પુત્રી ! હું આભાપુરીથી આવું છું. ચંદરાજા જેવો ઉદાર અને ગુણવાન રાજવી મેં મારી જિંદગીમાં જોયો નથી. પણ આવા મોટા માણસને પણ મોટું સંકટ આવ્યું છે. તેને તેની ઓરમાનમાતા વીરમતિએ કૂકડે બનાવી દીધો. પ્રેમલાએ આભાપુરી ને ચંદરાજાની બધી વાત યોગિની દ્વારા રાજાને જણાવી. રાજા બોલ્યા હે પુત્રી ! તું જરૂર સાચી છે. તારા મનોરથ ફળશે ને તારાપર આવેલી આપત્તિ જરુર ટળશે.
આ બાજુ આભાનગરીના લોકો રાજ્યસભામાં આવ્યા, અને તે મંત્રીવર ! આજે અમે એક મહિનાથી રાજાના દર્શન ક્યું નથી. ગામમાં જુદા જુદા પ્રકારની વાતો ચાલે છે. માટે અમોને રાજાનાં દર્શન કરાવો. રાજ્યના મુખ્યમંત્રી સુમતિ બોલ્યો. મેં પણ એક મહિનાથી રાજાને જોયા નથી. હું આજે જ રાજમહેલમાં જઈ તપાસ કરાવીને ખબર આપું. મંત્રી રાજમાતા વીરમતિ પાસે આવી પગલાગીને બોલ્યો. રાજમાતા ! સમગ્ર પ્રજાજન રાજાનાં દર્શન વિના અકળાય છે. અને તેમાં લોકો તમારો વાંક કાઢે છે. જે સત્ય હોય તે કહો જેથી બધાને શાંતિ વળે. વીરમતિ ઘૂરકી ને બોલી મારો વાંક? હા પ્રજા તમારો વાંક બોલે છે કે વીરમતિએ રાજાનું માથું , મંત્રી ! સંભાળીને બોલો હું કહું છું. કે રાજાની હત્યા તમે જ કરી છે. પ્રજા ભલે મારો વાંક કાઢે, હું તમારો વાંક કાઢે છે. વીરમતિ લાલ આંખ કરીને બોલી.