________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૬૧
મકરધ્વજ રાજા બોલે તે પહેલાં મંત્રી બોલ્યો. હે રાજન ! મને તો પ્રેમલાની વાત સાચી લાગે છે. સિંહલરાજનું આ બધું કપટ નાટક છે. છતાં પણ આ બાબતમાં ખરા-ખોટાનો નિર્ણય કરતાં શું વાર છે? આપણે પેલા ચાર પ્રધાનોને સગપણ કરવા મોલ્યા હતા તેમને બોલાવીએ ને પૂછીએ કે તમે જે વરને જોયો હતો. તે આજ છે કે બીજો ? બીજી બાજુ આભાનગરીમાં માણસ મોક્લીને તપાસ કરાવીએ કે ત્યાં ચંદ્રરાજા નામનો રાજા છે? અને તે અહી પરણવા આવ્યો હતો?
રાજાને હવે કાંઈ બોલવા જેવું ન રહ્યું. તેને તો લાગ્યું કે જે થયું તે સારું થયું. ચંડાળોએ ઉતાવળ કરી હેત તો હું પુત્રી ઘાતક અને અવિચારી હેવાત. તેથી તે બોલ્યો તે મંત્રીવર ! તમે કહો તે બરાબર છે. પુત્રીને મહેલે મોક્લો અને પેલા ચાર પ્રધાનોને હમણાંજ બોલાવો. પછી પ્રેમલા પિતાને નમીને પોતાના મહેલમાં ગઈ.
પેલા ચાર પ્રધાનોને તુરતજ બોલાવ્યા. તેઓ આવ્યા એટલે રાજાએ પૂછ્યું કે મેં તમોને ચારે જણાને વર – જોઈ તપાસી – ખાત્રી કરી પ્રેમલાનો વિવાહ કરવા માટે સિંહલપુરી બોલ્યા હતા. કારણ કે આપણા માટે તે પરદેશ છે. માટે જાત તપાસ કરવી જ જોઈએ. બોલો તમે જાતે જમાઈને જોયો હતો? તે વખતે તે રાજપુત્ર કોઢિયો હતો કે સારો?તે લોકો કહે છે કે પ્રેમલા લચ્છી વિષન્યા છે તેના સ્પર્શથી અમારો પુત્ર કોઢિયો થઈ ગયો. બીજી બાજુ પ્રેમલાનું સ્પષ્ટ કહેવું છે કે મારી સાથે ચોરીમાં જેનાં લગ્ન થયાં તે વર આ નથી. પણ આભાનગરીના રાજા ચંદ્રરાજા જ છે. હવે આ બાબતમાં તમેજ ખરા સાક્ષી છે
પહેલો મંત્રી ઊભો થયો. અને બોલ્યો મહારાજ ! હું મારી વાત કહું. અમે રાજાના આવાસે વેવિશાળ કરવા ગયા. ત્યારે હું ઉતારે મારી વીટી ભૂલી ગયો હતો. હું પાછું આવું ત્યાં ત્રણેએ વેવિશાળ કરી દીધું. ત્રણને ગમ્યું તે ખરું. ત્યારે તમે તો નકધ્વજને જોયો નથી ને? ના મેં જોયો નથી. ચોરીમાં પરણતો હતો અને લોકોએ તેને નકધ્વજ કહ્યો. તેથી મેં પણ નકધ્વજ માન્યો. બીજો મંત્રી ઊભો થયો ને બોલ્યો મહારાજ આ વાત સાવ ખોટી છે. કારણ કે વેવિશાળ કરતી વખતે ત્રણને છોડીને જંગલે ગયો હતો. આવ્યો તે પહેલાં વેવિશાળ થઈ ગયું. મેં તો મુદ્દલ રાજકુમારને જોયો જ નથી કુમાર ગોગે છે કે કાળો? ત્રીજો મંત્રી ઊભો થયો એક્કમ બોલ્યો. મહારાજ! આ ત્રણેય ગપ હાંકે છે. બાકી ખરી વાત એ છે કે વેવિશાળ વખતે સિંહલરાજાનો ભાણેજ રિસાઈ ગયો હતો તેથી તેને મનાવવામાં રહ્યો અને આ ત્રણેએ વેવિશાળ કરી નાખ્યું.
હવે ચોથા મંત્રીનો વારો આવ્યો એટલે તેણે વિચાર્યું કે પોલ પકડાઈ તો ગયું જ છે. માટે હવે સાચી વાત પ્રગટ કરવામાં વાંધો નથી. કારણ કે વાત તે પકડાઈ ગઈ છે ને? પાછળથી રાજા જાણે તો ગરદને મારો. માલ મિલક્ત અને જીવ બને ખોઈ બેસણું
હે રાજન ! સાચી વાત એમ બની છે કે અમે ચારે જણા હાજર હતા. ત્યારેજ વેવિશાળ થયું. વેવિશાળ પછી અમે જયારે કુંવરને જોવાનો આગ્રહ કર્યો ત્યારે હિસક મંત્રીએ ક્યું કે કુવર તો મોસાળે ગયો છે. હમણાં દેખાડવાનું બને તેમ નથી. આમ કહી અમને ચારેયને ક્રોડ ક્રોડ સોનૈયા આપી ફોડી નાંખ્યા. અમે સેવકધર્મ ચૂક્યા છીએ. હે