________________
EFO
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
વિમળાપુરીના શાણા મંત્રીએ રાજાને ઘણું સમજાવ્યો કે હે રાજન ! આ ઉતાવળ થાય છે અને આ કોઢ તરતનો લાગતો નથી. કપટ નાટક છે. પણ પ્રેમલાનું દેવ વિપરીત હોવાથી તેમના માન્યામાં કાંઈ ન આવ્યું. રાજરાણીને પણ પ્રેમલા દેષિત લાગી.
મહાજનો – અગ્રેસરો ભેગા થયા. તેઓ પણ રાજાની આગળ આવી કહેવા લાગ્યા. હે રાજન ! પુત્રી જેવી પુત્રીને આમ વગર વિચારે ગરદનથી ન મરાય. ઘષ કર્મનો છે. એમાં એ બિચારી શું કરે ? રાજાને તો ખ્યા કરતાં પોતાની આબરુ દેશ – પરદેશ ખોટી ફેલાય તેનો ભય વધુ હતો. તેથી તે કન્યાનું મોટું જોવા માંગતો ન હતો. અને તેને સાંભળવા પણ માંગતો ન હતો. તેથી મારાઓને કહ્યું પ્રેમલાને ગરદનથી મારો. મારી આ આજ્ઞાનો તુરતજ અમલ કરશે. ચંડાલો પ્રેમલાને લઈને સ્મશાને ગયા ને બોલ્યા હે રાજપુત્રી ! તારા ઈષ્ટદેવ ને સંભાર. અમારે આવી ફૂલની કળી જેવી બાળાને હણવી પડશે. અમારી જાતને ધિકકાર હો.
ત્યારે પ્રેમલા ખડખડાટ ખૂબજ હસી અને બોલી ગભરાઓ નહિ તમે તમારી ફરજ બજાવો. મા–બાપ જેવાં મા-બાપ જો ન બચાવે તો પછી તમારો શો દોષ છે? જિંદગી સુધી કોઢિયાને જોઈને બળું તેના કરતાં તેમાંથી છોડાવનાર તમને હું શત્રુ કેમ માનું? તમે તો મારા ઉપકારી છે. મને જલદી મારી નાંખો. મને મરવાનું દુ:ખ નથી. પણ ફકત દુ:ખ એટલું જ છે કે રાજા મારો વધ કરવાનો કહે છે પણ મને પૂછતાં પણ નથી કે હે પુત્રી ! આમ કેમ થયું?
આ વાત સાંભળીને ચંડાળો અટક્યા રાજકુમારીને ન મારતાં મંત્રીઓને જઈને મલ્યા અને કહ્યું કે મંત્રીવર ! રાજબાળા નિર્દોષ લાગે છે. તે રાજાને ખુલાસો કરવા માંગે છે. મંત્રીએ કહ્યું કે હું પણ માનું છું કે રાજબાળા નિર્દોષ છે. પણ રાજા કપટ નાટકથી છેતરાયા છે તેથી શું થાય? છતાં પણ – મંત્રીવર રાજા પાસે ગયો. અને તેણે રાજાને બધી વાત જ્હી ગળે ઉતારી. અને રાજા પાસે પ્રેમલાને હાજર કરી.
હે પિતાજી ! હું મારી આપવીતી આપની આગળ શું કહ્યું? આપની આગળ કહેતાં શરમ આવે છે. પણ ક્યા વગર છૂટકો નથી તેથી કહું છું.
નગરીમાં લોકો સમક્ષ લગ્નની ચોરીમાં મને જે પતિ પરણાવ્યો તે મારો પતિ આભાનગરીને ચંદ્રરાજા હતો. તેણે મને લગ્ન પછી પાસા રમતાં ને કંસાર ખાતાં ખાતાં પોતાનું સ્થાન અને ગુપ્ત રીતે જણાવ્યું હતું હિસક મંત્રીએ આવીને મારા નાથને સંશા કરીને ઉઠાડીને લઈ ગયો. મેં ઘણું રોકયા પણ ન રોકાયા. સસરાનું ઘર હતું. હું અજાણી હતી. એટલે શરમાઈને ન બોલી શકી, ને તે મારા પતિ ગયા પછી ત્યાં આ કેઢિયો વર તુરત જ આવ્યો હું તેની ચાલ ઉપરથી ઓળખી ગઈ. કે આ મારો મૂલ પતિ નથી બનાવટી છે. તેથી હું દૂર જઈ ઊભી રહી.પછી તેની ધાવમાતા આવી અને પછી આ બધી ધમાલ ને કોલાહલ કરી મૂક્યો. બધાને બોલાવી રડાકૂટ કરીને મને વિષકન્યા ઠરાવી.
પિતાજી ! હું આ બધું અક્ષરે અક્ષરે સાચું કહું છું. મેં સિંહલ રાજનો કોઈ અપરાધ ક્યું નથી. તેમાં મારા નસીબનોજ વાંક ગણું છું. પિતાજી ! પુત્રને પુત્રીમાં ફેર હોય છે. પુત્રને બાપની વાત ન ગમે તો ગમે ત્યાં ચાલ્યો જાય. પણ પુત્રીથી કાંઈ પણ થઈ શકતું નથી. હવે જિવાડો તો પણ આપ છો અને ન જિવાડે તો પણ આપે છે.