________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૫૯
વાત સાંભળી કંપી ઊઠી. અને બોલી સાસુજી! મારી ભૂલ થઈ. હવે હું કોઈ દિવસ તેવું નહિ
ને ગોખે નહિ બેસે
લોકો ગુણાવલીને ગોખે બેસતી તેમજ કૂકડાને જોતા મટ્યા, પણ રાજાને ન જોતાં પ્રજા અકળાણી. પણ વિરમતિની બીકથી કોઈ કાંઈ પણ બોલી શકતું નથી. ગુણાવલી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરતી હોય તેમ કૂડાને ચંદ્રરાજા માની અનેક લાડ લડાવતી સેવા કરે છે. ગુણાવલી વીરગતિને હદયથી તિરસ્કારતી પણ કોઈ પળે તેમને ખુશ કરી મારા નાથને પાછે રાજા બનાવીશ તે આશાએ તેનું કહ્યું બધુંજ કરતી અને તેની સાથે કૌતુક જોવા પણ જતી હતી. પણ બધે કૂકડાને પાંજરામાં સાથે ને સાથે રાખતી.
આ બાજુ જેવો ચંદ્રરાજા ગયો કે તુરતજ તેનાં તે કપડાં પહેરીને કોઢિયો નકધ્વજ રાજકુમાર પ્રેમલાલચ્છી પાસે આવી પહોંચ્યો. તમે કોણ છો ? અહી કેમ આવ્યા છે ? આ તમારું મકાન નથી. તમે અહી ભૂલા પડ્યા છે. માટે ચાલ્યા જાવ. આમ જ્હીને પ્રેમલાલચ્છીએ તેનો તિરસ્કાર કર્યો.
ચંદ્રકુમારના ગયા પછી તેની ઘણી રાહ જોઈ પણ તે પાછા ન આવ્યા. એટલે પ્રેમલા સમજી ગઈ કે જરુર આમાં કાંઈક કપટ નાક છે. મારા પતિને આ લોકોએ જ ખસેડયા લાગે છે.
કનકધ્વજે ચંદ્રકુમારનાં કપડાં ભલે પહેર્યા પણ આ ચંદ્રકુમાર નથી જ તેમ તેને ઓળખતાં વાર ન લાગી. એટલે તેનો તિરસ્કાર કર્યો. કનકધ્વજ બોલ્યો પ્રિયે ! તું આવું કેમ બોલે છે ? શું લગ્નના ઉન્માદમાં પરણેલા પતિને પણ ભૂલી ગઈ? આમ બોલી નકધ્વજ સીધો તેના પલંગ પર બેસવા ગયો. એટલે પ્રેમલા એક્રમ ખસી ગઈ. ને દૂર ઊભી રહી. નકધ્વજ ઊભો થઈ પ્રેમલાનો હાથ પકડવા ગયો. ત્યારે રાજકુમારી બોલી છેટા ઊભા રહો. તારામાં એવું શું રૂપ છે કે તેને ભોંયરામાં રાખ્યો હશે? તારા આખા શરીર તો કોઢ છે મને પરણનાર તું મારો પતિ નથી. તેટલામાં તો તેની ધાવમાતા કપિલા આવી. તે બોલી વહુ તમે આમ શરમાઈને કેમ દૂર ઊભા છે? તમને ભ્રમ તો નથી થયોને ? આ તમારા વર નહીં તો શું બીજાનો વર છે? આ તો રાજાનો પડાવ છે. અહીં બીજો કોણ પ્રવેશી શકે? પ્રેમલા બોલી વેશી વિચારીને બોલો, આમ તમે લાકડે માંકડું વળગાવાનો ધંધો લઈ બેઠાં છે ? એમ વળગી પડે દહાડો નહિ વળે ?
સવાર પડયું સૂર્ય ઊગ્યો. ત્યાં એકાએક કપિલા રાજભવન માંથી બહાર આવીને બોલી ઘડે ઘડે નકબજકુમારૂં શરીર શેગી થઈ ગયું છે. આખા શરીર કોઢ થઈ ગયો છે.
આ શબ્દ સાંભળતાં ક્નકધ્વજ રાજા – હિસકમંત્રી – કનકાવલી વગેરે બધાં ઘડી આવ્યાં. રોકકળ કરવા લાગ્યાં અને બોલ્યાં કે શું અમારા ભોગ લાગ્યા કે આ કન્યાની સાથે અમારા કુંવરને પરણાવ્યો. અરે ન્યાધી રૂપાળી લાગતી હતી ? પણ આતો વિષ કન્યા નીળી, હે પુત્ર! તને આ એકાએક શું થયું? દેવકુમાર જેવો તું એક્કમ કેઢિયો થઈ ગયો ? આ વાત કર્ણોપર્ણ મકરધ્વજ રાજાને કાને પહોંચી, ને મકરધ્વજ રાજા પોતે આવ્યો. તેની આગળ સિંહલરાજા-રાણી – હિસક મંત્રી – કપિલા દાસી વગેરે બધાં રડવા લાગ્યાં, રાજા મકરધ્વજે પ્રેમલાને કાંઈ પૂછ્યા વિના મંત્રીઓને પૂછ્યા વિના સીધા ચંડાલોને હુકમ આપ્યો કે પ્રેમલાને ગરદનથી મારો, મારે આવી પુત્રી ન જોઈએ