________________
૬૫૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
બનાવવાથી શું? રાજા પંખી થશે તેથી હું જ દુનિયામાં વગોવાઈરા. રાજાને એવી નાલાયક રાણી મલી કે જેથી તેને પંખી થવું પડ્યું. તેના કરતાં તમે મને મારી નાખો અથવા મારા ઉપર દયા લાવી તેમને અસલ રૂ૫ પમાડે.
વીરમતિ કોષે ધમધમતી બોલી હવે તારું બોલવું બંધ કર, વધુ બોલો તો આ કૂકડાને પણ મારી નાખીશ અને તને પણ કૂકડી બનાવી દઈશ. વીરમતિ અવાજ કરતી પગથિયાં ઊતરી પોતાને મહેલે ગઈ અને ગુણાવલી પછડાટ ખાઈ જમીન પર પડી.
ફફડાને ખોળામાં લઈ અને રમાતી ગુણાવલી બોલે છે. હે નાથ ! આ બધા અનર્થને પમાડનારી એવી હું પાપી નારી છું. એક્વાર હું કૂકડાના અવાજ ને આકશે ગણતી હતી. તેથી જ મેં આપને કૂકડા બનાવ્યા જે થવાનું હતું તે થયું. ગુણાવલી ઘડીક કૂડાને છાતી સરસો ચાંપે ને ઘડીક નિસાસા નાખી રડે દાસીઓ બોલી રાણીજી ! અકળાઓ નહિ. કૂકડાને રાજા માની ઉપાસના કરો. રાજમાતા વીરગતિને બરાબર પ્રસન્ન રાખો. હમણાં તો ખિજાયાં છે. પણ જ્યારે શાંત થશે. ત્યારે તેમને પ્રસન્ન કરી રાજાનું કૂકડાપણું છોડાવીશું. રાણીએ કૂડા માટે સોનાનું પાંજરું ને પાણી માટે સોનાનું ક્યાં બનાવ્યું. તેને ખવરાવ્યા પછી જ રાણી ગુણાવલી ખાતી હતી.
એક વખત ગોચરીએ નીકળેલા કોઈ મુનિરાજ ગુણાવલીને ત્યાં ધર્મલાભ દઈ વહોરવા પધાર્યા. મુનિએ વહોર્યું પણ સોનાના પાંજરામાં રહેલા કૂકડા પ્રત્યે રાણીની ખૂબ મમતા જોઈને મુનિ બોલ્યા, હે ભદે તમે કુકડાને ભલે સોનાના પાંજરામાં રાખ્યો છે. પણ તેને મન તો બંધન જ છે. શ્રાવકોને પશુ પક્ષી પાળવા એ એક કર્માદાન છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
મુનિનું વચન સાંભળતાં રાણીની આંખમાં આંસુ આવ્યાં. તેણે પોતાની બધી જ કથની કહી. તે મુનિએ સાંભળી. પણ જતાં જતાં બોલ્યા કે મનમાં ધીરજ રાખો. ધર્મકરણીમાં વધુ દૃઢ બનો.જે કર્મથી દુ:ખ થાય છે તે કર્મ વિખરાઈ જતાં આપોઆપ સુખ મળશે. મુનિના આ કથન પછી ગુણાવલી ધર્મમાં વધુ દઢ બની. પક્ષી – કૂકડા બનેલા રાજાને પણ ધર્મ સંભલાવી પક્ષીપણાનું દુઃખ મનમાં ન લાવવા જણાવે છે.
એક વખત રાજમહેલની પાસેથી પસાર થતાં કેટલાક પુરુષોમાંથી એક બોલ્યા. હમણાં રાજા ઘણા વખતથી દેખાતા નથી. શું શિકારે ગયા છે? બીજો બોલ્યો. વીરમતિ રાજય ચલાવે એટલે ચંદ્રરાજાની ખોટ ન લાગે.ત્રીજો બોલ્યો મેં સાંભલ્યું છે કે વીરમતિએ ચંદરાજાને કૂકડા બનાવ્યા છે.ચોથો બોલ્યો વીરમતિ મહાદેવતાઈ છે તે ધારે તે કરી શકે તેમ છે. ત્યારે કૂડાએ કૂકડે કુક ક્મ.પેલાએ ઉપર જોયું. તે કૂકડો ગુણાવલીના ખોળામાં હતો. વાતો કરનારા સમજયા કે આજ ચંદ્રરાજા છે. તેથી તેને નમ્યા. અને કોઈ ન જાણે માટે વાતો કરતાં બંધ થયા ને સહુ સહુને ઘેર ગયા.
વાત વાયરે જાય તેમ તે વાત આખા ગામમાં પ્રસરી ગઈ કે ચંદ્રરાજા કુકડો બન્યા છે. વીરમતિએ આ વાત સાંભળી અને ધસમસતી ગુણાવલી પાસે આવી કહેવા લાગી મારે તો ચંદ્રને મારી નાંખવો હતો પણ તારી આજીજીથી જીવતો છોડયો છે. શું થયું ને શું ન થયું તે આપણે બેજ જાણીએ. તારે કૂકડાને લઈને ગોખે બેસવું નહિ. લોકોને શાંકા પડે તેવી મમતા દેખાડવી નહિ. તું થોડામાં સમજી જાય તો સારું છે. નહિતર હું કૂકડાને મારી નાંખીશ. ગુણાવલી આ