________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૫૭
પછી ગુણાવલીએ સાસુ એવી વીરગતિ પાસે જઈને ક્યું કે હે સાસુજી! હું તમને નહોતી કહેતી કે પ્રેમલાલચ્છીને પરણે છે તે મારા પતિ છે. તમારી સાથે એક રાતનું જોવાયેલું કૌતુક મને બહુ ભારે પડયું, મારો નાથ રિસાયો છે. મારે તો હવે આખી જિંદગીનું શલ્ય થઈ ગયું ગમે તેવી હોશિયાર સ્ત્રી હોય પણ પુરૂષને નજ પહોંચી શકે ? તમારી જેમ તેની પાસે પણ આકાશગામિની વિદ્યા હોવી જોઈએ. તેણે તો મને સ્પષ્ટ કીધું કે રાતનાં લગ્ન જોઈ આવ્યાં ને?મેં તેમની બનાવટ કરી પણ તે નજ માન્યા. પણ જેણે નજરે જોયું હોય પછી શી રીતે માને ?મારા મીઠા સંસારમાં કડવાશ થઈ ગઈ હવે. કાયમ માટે મારા તરફ શંકાની દ્રષ્ટિએ જ જોશે.
વીરમતિ બોલી, ગુણાવલી ! તું ગભરાઈશ નહિ હું બધું ઠીક કરી દઈશ, પછી ઘરે ગઈ પણ તેને તેના મનમાં શાંતિ નથી. સાસુજી આના માટે કંઈક રસ્તો કાઢશે. સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં હતો તેથી આકાશ ચારે બાજુ લાલ હતું, આ લાલાશથી પણ ચઢે તેવી લાલાશ આંખમાં ને ચહેરા પર ધારણ કરતી વીરમતિ હાથમાં ખુલ્લી તલવારે અવાજ કરતી મહેલની એબાજુની નિસરણીથી ચઢતી ઉપરના માળે આવી અને ગોખે બેઠેલા ચંદ્રરાજાને એકદમ જમીન ઉપર પછાડીને તેની છાતી પર ચઢી બેઠી. અને ક્રૂર અવાજે બોલી એ ચંદ્ર ! મેં તને નહોતું કહ્યું કે તું મારી પૂંઠ જોઇશ નહિ, માં પણ તું મારી પૂંઠ જુવે છે. તું મારી શોકનો પુત્ર છે. છતાં પણ મેં તને "રા પુત્ર તરીકે માન્યો. મોટા રાજયનો રાજા બનાવ્યો. એટલે હવે તું મને વૃદ્ધપણામાં રંજાડવા માંગે છે ?
અરે દુષ્ટ –પાપિષ્ઠ, શી ક્વી વહુ ને વાત? બોલ તે વહુને શું વાત કહી હતી? ચંદ્રરાજા ક્ષત્રિય હતો. ભડવીર બુદ્ધિશાળી હતો.. પણ આ વખતે દેવ વિપરીત હતું. રણમાં ભલભલા રાત્રુને એજ્જ આંચકે ફેકી દેનારો .તે વીરગતિને ફેંકી શક્યો નહિ. ડઘાઈ ગયો. એક અક્ષર પણ બોલી ન શક્યો. ગુણાવલી આ ધમાલને સાંભળીને એક્રમ ઘડી આવી, વિકરાળ વીરગતિને પગે લાગી કહેવા લાગી. બાઈ ! હું ભૂલી, મેં આપને વાત કરી મારા સૌભાગ્યમાં પૂળો મૂક્યો એમની ખાતર નહિ પણ મારી ખાતર તેમને અભયદાન આપો. હું ખોળો પાથરી આપની પાસે સૌભાગ્યની માંગણી કરું છું. બેરું @રું થાય, પણ માવતર કમાવતર ન થાય, મારી ઉપર તમને સ્નેહ છે. તે મારા પ્રાણ ખાતર તેમને છોડી ઘે . તેમના વિના મારું જીવન શા કામનું છે. ?
વિરમતિ બોલી વચમાંથી તું આથી ખસ. મેં એને બાપડો બીચારો માન્યો હતો. પણ તે તો મારા માથે ચઢી બેઠો. મારે હવે એની કાંઈ જરૂર નથી.
વીરમતિ તલવાર લઈ ગળા પર મારવા જાય છે ત્યારે ગુણાવલી પોકે પોકે રડતી વીરમતિને વળગીને બોલી બાઈ એમના લાખ ગુના છે. પણ મારી પર દયા લાવી તેમને ક્ષમા આપો
તે વખતે વીરમતિએ તલવાર મ્યાન કરી પણ કોઈ ન જાણે તેમ ચંદ્રકુમારના ગળે તેણે મંગેલો ઘેરો બાંધી દીધો તેના પ્રભાવથી ચંદ્રરાજા તરતજ કૂકડો બની ગયો. વીરમતિ ધે ધમધમતી બોલી, ગુણાવલી ! તારા કરગરવાથી ચંદ્રને જીવતો છોડ્યો છે. પણ %િ જોવાના ફળમાં તેને કૂકડો બનાવી દીધો છે.
ગુણાવલી પૂસકે ધ્રુસકે રોતાં બોલી બાઈ ! જે માણસ ળ વિકળ ન સમજે તે પંખીજ છે ને ? આમ પની