________________
૬૫૬
શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ.
આંખ રાતી છે. તેનું ખરું કારણ હવે જાણ્યું ને?
રાજા બોલ્યો રાણી ! તમે મારી ચિંતા ન કરે તો કોણ કરે? પતિના દુ:ખમાં સતીને ઊંઘ કેમ આવે? પણ મને તમારી વાત માનવામાં આવતી નથી, કેમ કે આજે રાતે મને જે સ્વપ્ન આવ્યું છે. એમાં તમારી વાત ને મારી વાત કંઈક જુદી પડે છે. મેં તો સ્વપ્નમાં એવું જોયું કે તમે અને માતા વિમલાપુરીમાં ગયાં. ત્યાં કોઇનાં લગ્ન જોઈ આવ્યાં અને પાછા અહીં આવ્યાં. પણ મારે તો સ્વપ્ન હતું. સ્વખ કાંઈ થોડાંજ સાચાં હોય છે? તમે રાતે પ્રત્યક્ષ ગીતગાન ગાયાં તે જ સાચું.
ગુણાવલી રાજાને સ્વપ્નની વાતમાં શ્રદ્ધા ન બેસે માટે બોલી સ્વપ્ન કાંઈ થોડાં જ સાચાં પડતાં હશે?
સ્વખાની સુખલડી ભૂખ ભાંગે નહિ રે.
તમે આ વાત જાણી નથી? એક પૂજારીને સ્વપ્ન આવ્યું કે આખું મંદિર સુખડીથી ભરાઈ ગયું સવારે તપાસ ર્યા વગર તેણે તેની આખી નાતને જમવાનું નોતરું આપ્યું પણ તેણે મંદિરમાં સુખલડી દેખી નહિ. પૂજારી મંદિરનાં બારણાં બંધ કરી ઊંધવા માંડયો. નાત એકઠી થઈ. લાવો ખાવાનું કહી બૂમો પાડી એટલે પૂજારી જાગ્યો અને બોલ્યો કે ઊભા રહો. હમણાં મને સ્વપ્ન આવે છે. એટલે તેમાંથી લાવીને સુખડી પીરસું છું પણ સ્વપ્ન આવ્યું નહિ. તેથી નાતવાળા માણસો બોલ્યા કે ભલા માણસ ! સ્વપ્નની સુખડી કાંઈ ભૂખ ભાંગતી હશે? નાત ખિજાઈને પૂજારીનો તિરસ્કાર કરી ઘેર ગઈ. તેમ તમને પણ ખોટું સ્વપ્ન આવ્યું લાગે છે.
રાજા બોલ્યો- રાણી ! તમે કહો છો તેમ સ્વખાં સાચાં નથી હોતાં. પણ આ વખું તો મને સાવ સાચું લાગે છે. હું તમને ઠપકો નથી આપતો. તમને ફાવે તેમ કરી શકો છો. હું તમારી આડે આવવા માંગતો નથી પણ મને બનાવો નહિ.
રાણી બોલી નાથ!તમે આમ મકરીમાં બોલીને મારું દય નવીધો. તમને મારા કોઈ દુમને ખોટી રીતે ભંભેર્યા લાગે છે. નહિતર તમે મારા પર આવી રીતે ખેદ ન કરે. રાજાએ કહ્યું, તમે મને આડું અવળું ન સમજાવો. મારું તો તમને એમ કહેવું છે કે તમે કૌતુક જોવા જાવ તો કોઇક્વાર મને પણ બતાવજો. ગુણાવલી મનમાં સમજી ગઈ કે કહો કેન કો પણ જરૂર ગમે તે રીતે મારા નાથ વિમલાપુરી આવ્યા છે. અને તેજ પ્રેમલા ને પરણ્યા છે. આંખે આંજેલી મેંસ, ગાલે કરેલાં ટપકાં ને પીઠીથી ચોપડેલું શરીર તેમનું તેમજ છે. મેં સાસુની સંગતે ચઢી મારા સંસારમાં પૂળો મૂક્યો. બહુ ખોટું ક્યું
પછી રાજા નિત્યકર્મથી પરવારી રાજ્ય સભામાં ગયો. તેને રાણી ઉપર ઘણોજ ક્રોધ ચઢયો હતો. પણ તે સારી રીતે જાણતો હતો કે ગુણાવલી આવી નથી, પણ વિમાતાની સંગતથી કૌતુક જોવાવાળી બનીઆ સંગત છેડાવવા મારઝૂડ કે શિક્ષા કરવી યોગ્ય નથી. ધીમે ધીમે સમજાવીને છેડાવીશ. હમણાં શિક્ષા કરીશ તો વિમાતા મારા ઉપર કોપ કરશે.