________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૫૫
ગુણાવલીએ કહ્યું કે બાઈ ! તમારી શકિત અપાર છે. પણ તમે જેને કનકધ્વજ માનો છે તે મારા માન્યામાં આવતું નથી કહો ન કહો પણ તે તમારા પુત્ર જ હતા. વીરમતિ બોલી તું બહુ વરઘેલી ન થા, તને તો બધે પાળા પુષ ચંદ જ લાગે છે. અહીં સુધી તે શી રીતે આવી શકે ? સરખી આકૃતિના ધણા માણસો શું નથી હોતા?
ચંદ્રરાજા આ બધું સાંભળે છે. અને વિચારે છે કે ગુણાવલી ક્વી ભોળી સ્ત્રી હતી. વીરમતિના કુસંગને લીધે હવે ક્યાં પહોંચશે ? એટલામાં આભાપુરી આવી. આંબાનું ઝાડ ઉપવનમાં નીચે ઊતરી ગયું, સાસ ને વહુ નીચે ઊતરી પાસેની વાવમાં હાથ પગ ધોવા ગયાં એટલે ચંદ્રરાજા લાગ જોઈને ઝપટ ઊતરીને સીધો રાજમહેલે જઇ રોજનાં કપડાં પહેરી ઘસઘસાટ ઊંઘવાનો ડેળ કરીને સૂઈ ગયો.
વિરમતિ ને ગુણાવલી હસતાં હસતાં મહેલે આવ્યાં. પછી વીરમતિએ નગર ઉપરથી નિદ્રા સંહરી લીધી. એટલે આખું નગર જાગવા માંડયું, ગુણાવલીને કંબા આપીને કહ્યું કે પતિ ઉપર ફેરવવાથી જાગશે. તે પોતાના મહેલે આવી ને બા-લાકડી ફેરવ્યા બાદ પતિને જગાડતાં બોલી, નાથ ! હવે તો જાગો ! જુઓ કૂકડો બોલે છે. મને આખી રાત ઊંઘ નથી, અને તમે તો ઢંઢોળતા છતાં પણ જાગતા નથી.
રાજા સફાળો બેઠો થયો. ને બોલ્યો અહાહા ! ખૂબ મોડું થયું. રાતે માવઠું થયું તેથી ઠંડીથી ખૂબજ ઊંઘ આવી ગઈ. રાણી તમને ઉજાગરો કેમ થયો? ઊંઘ કેમ ન આવી? કાંઈ બહાર તો નથી ગયાને? આ ઊંઘ ન આવવાનો ઉજાગરો નથી. તમારી વાણી જ કહે છે કે તમે મને સૂતો મૂકીને ક્યાંક રંગ રાગ કરી આવ્યાં લાગો છો ? ગુણાવલી બોલી નાથ ! આવું અછતું આળ ન આપો. સવારમાં આમ ન પજવો.
રાજા હે રાણી ! મને રમાડતાં નહિ તમે કપડાં બદલીને બહાર ગયાં છે એ ચોક્કસ. શું કરી આવ્યાં તે તો સાચે સાચું કહો. રાણીએ બનાવટી વાત કહેવા માંડી, તમે બહુ ચકોર છે. હું આજે બહાર ગઈ હતી. પણ તેનો બધો વૃતાંત સાંભળશે તો તમને આનંદ થશે. પછી રાણી એ કહેવા માંડ્યું, વૈતાઢયમાં વિશાલ નગરી છે. તેનો રાજા મણિ પ્રભ વિદ્યાધર છે. તેને ચંદ્ર લેખા નામની સ્ત્રી છે આ રાજા ને રાણી નવા વિમાનમાં બેસી યાત્રા કરી પાછાં ફરતાં હતાં
ત્યાં વચમાં તેમને આભાનગરી આવી. વિમાન વરસાદ અને ઠંડા પવનના કારણે આગળ ચાલ્યું નહિ. અટક્યું એટલે વિધાધરીએ પૂછ્યું નાથ ! અહીં અકાળે કેમ વરસાદ પડે છે ?
વિધાધર બોલ્યો આ નગર પર કોઈ દેવ કોપ્યો છે. તેથી આ બધું થયું છે. બાકી નગરનો રાજા તો બહુ પુણ્ય શાળી છે. વિદ્યાધરી બોલી તો તેને બચાવવાનો માર્ગ ખરો ? ઉપાય તો છે. પણ તે રાજાની અપરમાતાના હાથમાં છે. તે માતા, રાજા અને તું એમ ત્રણે જણાં શ્રી શાંતિનાથ ભગવાનની આગળ આખી રાત ગુણ કીર્તન કરે તો દેવનું વિM ટળે.
વિદ્યાધરીએ કહ્યું કે આપણે તેની વિમાતાને જગાડી અને સમજાવીએ. આ પછી વિદ્યાધરે વિમાતાને જગાડ્યાં ને સમજાવ્યાં. પછી તેમણે મને બોલાવી. આથી અમે ત્રણે આખી રાત ભગવાનનાં ગુણ કીર્તન કર્યા. હું હમણાં જ અહી આવી. વિદ્યાધર - વિધાધરી પોતાના સ્થાને ગયાં. પછી મેં તમને જગાડ્યા. મને આખી રાત ઊંધ નથી આવી.