________________
૫૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
લગ્ન થયાં છે.
ચંદ્રરાજા બોલ્યો તમે મને મુક્લીમાં મૂક્યો. ભાડે લગ્ન કરું તેમાં કાંઈ ક્ષત્રિયવટ થોડી છે? માણસાઈ પણ ન કહેવાય. તમે તો આજ સુધી ખોટે ખોટું ચલાવ્યું. અને હવે આજે તેમાં મને ભેળવો છો એ મારાથી કેમ બને? સિંહલરાજા અને મંત્રીની અનેક વિનવણીઓ પછી મનમાં અનેક વિચાર કરી કહ્યું કે સારું હું પરણીશ. એમ ધું એટલે વોડાની તૈયારી થઈ. ચંદ્રરાજા વરરાજા બનીને વધોડે ચઢયો. રાજા અને મંત્રી વગેરે સાજન માજન બનીને ચાલ્યા.
રાત્રિનો સમય હતો પણ વિમળાપુરીમાં દિવસ જેવાં અજવાળાં હતાં. ઠેર ઠેર દીવાઓ ઝગમગતા હતા. નગરના તમામ લોકો સિંહલદેશના રાજકુમાર કનકધ્વજનો વધેડો જોવા એકઠા થયા હતા આ જોનારાઓમાં વીરમતિ અને ગુણાવલી પણ હતાં. તે લોકો વિમલાપુરીથી આવ્યાં. થોડું ફર્યાને અને એક જગ્યાએ ઊભા રહી વધોડો જોવા લાગ્યાં.
ચંદ્રરાજાને જોઈને વિમળાપુરી નગરીના લોકો બોલતા હતા કે વાહ વાહ પ્રેમલા લચ્છીનું શું ભાગ્ય છે? દેવને ભુલાવે તેવો સુંદર વર મલ્યો. સાજન –માજનમાં આવેલા સિંહલપુરના લોકો બોલવા લાગ્યા કે નકધ્વજ નજર લાગે તેવો છે. તેથી જ તેને ભોયરામાં રાખતા હતા. આજે જયારે જોઈએ છીએ ત્યારે વાત સાચી લાગે છે. વાજિંત્રો વાગતાં હતાં. રાજા ને મંત્રી આનંદ પામતા હતા.
નકધ્વજનો ચંદ્રનો – વરઘોડે તોરણે આવ્યો. જમાઈરાજાનીબધી વિધિ પતાવવામાં આવી. થોડીવાર પછી પ્રેમલા લચ્છીને રેશમી કપડામાં લપેટીને મંડપમાં બેસાડી તેને જોવા આવેલા લોકો બોલવા લાગ્યા કે આ કનકધ્વજ અને પ્રેમલાના લગ્ન નથી પણ સાક્ષાત કામદેવ અને રતિનાં લગ્ન છે. સૌની નજર આ બન્ને પર હતી તે વખતે ગુણાવલી પોતાની સાસુ વીરમતિને કહેવા લાગી
બાઈ વર બીજો નહિ, એ મુજ પ્રીતમ કેક
થઈ ખરી એ પ્રેમલા, સાચી સુંદર શેક્ય.
સાસુજી આ સામે જે વરને જોઇએ છીએ તે મારા નાથ વર બનીને પરણે છે.આ લગ્નથી પ્રેમલા મારી સાચેસાચ શક્ય બની છે.
વીરમતિ બોલી ગાંડી કચપચ ન કર. લગ્ન જોવા દે. તેને તો બધે ચંદ્રજ દેખાયા કરે છે. ચંદ્ર તો આભાપુરીમાં ગાડી મંત્રથી નાગ બંધાઈને રહે તેમ મારા મંત્રથી બંધાઈને ઊધે છે. આ તો નકધ્વજ રાજકુમાર છે મેં તને નહોતું હ્યું તું ચંદ ચંદ શું કરે છે? જગતમાં ચંદ્ર કરતાં સવાયા રૂપવાલા માણસો હોય છે. તે તને પ્રત્યક્ષ થયું ને ?
ગુણાવલીને સાસુના વચનપર જરાપણ શ્રદ્ધા ન આવી પણ તેની આગળ વધુ દલીલ ન કરી શકી એથી મૌન રહી. મકરધ્વજ રાજાને આનંદનો પાર ન હતો. જેવી મારી પુત્રી તેથી મને સવાયો વર મલ્યો, પ્રેમલા પણ ઘૂંઘટમાંથી