________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૫૧
- લચ્છીનું વેવિશાળ નકકી થયું. એક દિવસે વિમળાપુરીના મંત્રીઓ મારી પાસે આવ્યા અને બોલ્યા હે મંત્રીશ્વર હવે અમારે વિમળાપુરી જવું છે. અમને કુમારનાં દર્શન કરાવો જેથી અમે અમારા રાજવીને સંતોષ પમાડી બધો વૃતાંત હીએ. હું બોલ્યો કે હે મંત્રીઓ ! કુંવર એના મોસાળે ગયેલ છે. તેનું મોસાળ ઘેઢસો યોજન દૂર છે. અને ત્યાં પણ ભોયરામાં જ રહે છે. હજુ પણ તેણે સૂર્ય જોયો નથી, પછી તમે કઈ રીતે જોવાના ?
મંત્રીઓએ કુમારને જોવાની જીદ લીધી એટલે મેં તેઓને ધમકાવતાં કહ્યું જીદ ન કરો આખો દેશ જાણે છે કે નકધ્વજ જેવું કોઈ રૂપાળું નથી. તમે તમારે ઘેરથી કોઈ સારા શુકને નીલ્યા હશો? જેથી તમારું માથું બૂલ થયું. બાકી ઘણાય રાજાનાં માગાં પાછાં ગયાં છે.
આ પછી મેં એક એક ક્રોડ સોનૈયા તે ચારેય મંત્રીઓને ભેટ ધર્યા. તેથી તેઓ એક્કમ ટાઢા થઈ ગયા. અને બોલ્યા કે અમારે કાંઇ હવે કુમારને જોવાની જરૂર નથી. લગ્ન જોવરાવો. લગ્નનો દિવસ છ મહિના પછીનો જોષીઓ પાસે જોવરાવ્યો. અને કબૂલ કરી પોતાના દેશમાં ગયા. ને ત્યાં જઈને મકરધ્વજ રાજા આગળ વેપારીઓએ જે વર્ણન કર્યું હતું તેનાથી પણ ચઢિયાતું કુમારના રૂપનું વર્ણન કર્યું.
આ બાજુમેં જાનની તૈયારી કરવા માંડી. ત્યાં રાજાએ મને કહ્યું મંત્રી ! આ પોલ ક્યાં સુધી ચાલશે ?ચોરીમાં તો કુમાર થોડે જ છાનો રહેવાનો છે? તે વખતે આપણી પૂરેપૂરી ફજેતી થશે.
મે કહ્યું હે રાજન ! કુળદેવીનું આરાધન કરો. અને કહો કે પુત્ર આપ્યો તે હવે કોઢ મટાડો. રાજાએ મારું વચન બૂલ કર્યું અને તેણે ફરી કુળદેવીની આરાધના કરી. દેવી પ્રગટ થયાં ને પ્રસન્ન થયાં. એટલે રાજાએ કહ્યું છે માતા! પુત્ર તો દીધો. મોટો પણ થયો પરંતુ પ્રધાને વેવિશાળ નકકી કરી મને ઉપાધિમાં મૂક્યો છે માટે આમાંથી કાંઈ માર્ગ કાઢો.
કુળદેવી બોલ્યા હે રાજન કોઢ તો તેના લલાટે લખેલો છે. તેતો નહિ મટે. પણ લગ્નની રાત્રિએ પોતાની સાવકમાતા અને સ્ત્રીની પાછળ મધ્યરાત્રિ પછી આભા નગરીનો ચંદરાજા વિમળાપુરી આવશે તે પ્રેમલા લચ્છીને પરણશે. આ રીતે પરણવાની મુક્લી ટળશે.
રાજા વધુ કાંઈ વિચારે તે પહેલાં કુળદેવી અંતર્બાન થયાં. સારા દિવસે મુર્ત જોઈ જાન ઊપડી. સાજન - માજન – હાથી ઘોડા – પાયદળ અને પડદામાં ક્નકધ્વજને રાખીને અમે અહીં આવ્યાં છીએ. આજે લગ્નની રાત છે. અમે તમારી રાહ જોતા બેઠા છીએ ત્યાં તો પેલી બે સ્ત્રીઓની પાછળ આવ્યા. આમ કુળદેવીના વચનથી અમે તમને ચંદ્રરાજા તરીકે જાણ્યા છે.
હે આભા નગરીના ચંદ્રરાજા! આખાયે જગતને સહુને પોતાનું કામ વહાલું હોય છે. માટે હવે તમે આ પ્રેમલા લચ્છીને અમારા કુમાર માટે પરણી આપો. અમારી લાજ, અરે ! અમારું જીવન તમારા હાથમાં છે. રાત થોડી છે. વિચારવાને બહુવખત નથી “ભાડે પરણવું " આ કામ કાંઈ પહેલ વહેલું તમે નથી કરતા. પહેલાં પણ આવાં ઘણાં