________________
૬૫૦
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
કર્યું. રાજાએ વેપારીઓને પૂછ્યું તમે ક્યાંથી આવ્યા છે? વેપારીઓ બોલ્યા અમે સિંહલપુરીથી આવ્યા છીએ. ત્યાંની મૃદ્ધિ અને અહીંની ઋદ્ધિ સરખી છે. પણ અમારા રાજાને નકધ્વજ નામનો એક સુંદર પવાલો રાજપુત્ર છે કે જેને રાજા ભોયરામાં જ રાખે છે. બહાર કાઢયો જ નથી.
મકરધ્વજ રાજાને આ વેપારીઓની વાતમાં રસ પડયો. તેથી તેણે સિંહલ દેશની બધી વાત પૂછી. કારણ કે પોતાની પુત્રી પ્રેમલા લચ્છી યુવાન થઇ હતી. તેને પરણાવવા માટે યોગ્ય વરની શોધ કરતો જ હતો. વ્યાપારીઓ ગયા એટલે મંત્રીઓને પૂછ્યું કે પ્રેમલા લચ્છીનો વિવાહ સિંહલ દેશના રાજકુમાર સાથે ક્ય હોય તો કેવું? ડાહ્યા મંત્રીઓ બોલ્યા હે રાજન આ તો પરદેશી માણસો તેમની વાત પર ઝટ વિશ્વાસ કેમ મુકાય?
ત્યાર પછી મકરધ્વજ રાજા શિકારે ગયો. ત્યાં કેટલાક સોદાગરો મલ્યા. આ સોદાગરો પણ અમારા જ નગરના હતા. તેમને પૂછ્યું કે તમારે ત્યાં ખાસ શું જાણવા જેવું છે? તેઓ બોલ્યા કે બીજું બધું તો ઠીક છે. પણ અમારા રાજકુમાર જેવો બીજો કોઈ રૂપાળો રાજકુમાર નથી. મકરધ્વજે મનથી પ્રેમલા લચ્છીનો વિવાહ નકધ્વજ સાથે નકકી કરી લીધો. અને મહેલે આવી પોતાના ચાર વિશ્વાસુ મંત્રીઓને સિંહલદેશ પેલા વેપારીઓ સાથે પ્રેમલા લચ્છીનો વિવાહ નકકી કરવા માટે મોલ્યા.
એક દિવસ રાજ્યસભા ભરાઈ હતી ત્યાં વિમળાપુરીના મંત્રીઓ આવ્યા. રાજાને નમીને બોલ્યા કે અમે વિમળાપુરના રાજા મકરધ્વજના મંત્રીઓ છીએ. રાજાની પુત્રી પ્રેમલા લચ્છી યુવાન થઈ છે. તેનો વિવાહ તમારા રાજપુત્ર નકધ્વજ સાથે કરવા માટે કુમારની મ્બરુ તપાસ કરવા માટે અમને મોકલ્યા છે એટલે અમે આવ્યા છીએ. તેથી અમારું માથું કબૂલ કરો.
રાજા બોલ્યો તમે સ્વસ્થ થાઓ. થોડા દિવસ અહીં રહે. હજુ કનકધ્વજ નાનો છે. ભોયરામાં છે. અમે પૂરો રમાડ્યો પણ નથી. પછી વેવિશાળની ઉતાવળ ક્વી? વિચાર કરીને જવાબ આપીશું. વિમળાપુરીથી આવેલા મંત્રીઓ ઉતારે ગયા. સભા વિખરાઈ. રાજાએ મને એકાંતમાં બોલાવ્યો ને પૂછ્યું કે હવે શું કરીશું? આવી રૂપવાન ન્યાસાથે કોઢિયા પુત્રને કેમ પરણાવાય? મારું મન તો આ પાપ કરવા માટે ના પાડે છે. મેં કહયું રાજન આગળની વાત આગળ પણ અત્યારે તો હા પાડી દો. પછી લગ્ન વખતે કુળદેવીની આરાધના કરી કોઢ મટાડશું.
મીઠા – જૂઠા સંસારમાં – જૂઠ છે સંપત્તિમૂળ. જૂઠુંજ મીઠું લાગે. જૂઠું જ સંપત્તિનું મૂળ છે. પુત્ર જન્મ્યો ત્યારથી જૂઠું આવ્યું છે. હવે તો પૂરું કરે જ છૂટકો. આજ સુધી દેવકુમાર કીધો ને હવે શું કોઢિયો કહેવો ?
રાજા બોલ્યા ત્યારે તને ઠીક લાગે તેમ કર. થોડક્વારમાં જ વિમળાપુરીથી આવેલા મંત્રીઓ આવ્યા અને બોલ્યા કે હે રાજન ! આમાં વિચાર કરવા જેવું શું છે ? અમારું માથું કબૂલ કરે.
રાજા કાંઈ ન બોલ્યા એટલે મેં કહ્યું. આ લોકો કુમારના ગુણો સાંભળીને દૂરથી આવ્યા છે. આ સંબંધ બાંધવાથી આપણો અને તેઓનો સંબંધ વધુ ગાઢ થશે. રાજાએ મારા આગ્રહથી શ્રીફળ ગ્રહણ કર્યું. અને કુમાર સાથે પ્રેમલા