________________
શ્રી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૫૩
ઝીણી આંખે વરને જોઈને મલકાતી હતી. વિધાતાનો આભાર માનવા લાગી તેટલામાં પ્રેમલાનું જમણું અંગ ફરક્યા લાગ્યું. પ્રેમલા વિચારમાં પડી. અનિષ્ટ સૂચક જમણું અંગ કેમ ફરકે છે? થોડીવાર પછી લગ્નની વિધિ પૂરી થઈ. વરને ન્યા પાસા રમવા બેઠાં, ચંદ્રરાજાએ પાસા હાથમાં લીધા પાસા ફેક્તા ફેંક્તા એક સમસ્યા બોલ્યા.
आभा पुरम्मि निवसइ, विमलपुरे ससिहरो समुग्गमिओ; अप्पत्थिअस्स पिम्मस्स, विविहत्थे हवइ निव्वाहो
આભાપુરીમાં વસનારો ચંદ્ર વિમલાપુરીમાં આવી ઊગ્યો છે. તેને નહિ માગ્યો પ્રેમ મલ્યો છે. પણ હવે તેનો નિર્વાહ કેમ થાય છે તો વિધિના હાથમાં છે.
પ્રેમલા ચતુર હતી. પણ આનો અર્થ કાંઈ ન સમજી. બીજીવાર - ત્રીજીવાર ચંદ્રરાજાએ પાસા ફેંક્યા અને એજ શ્લોક ફરી ફરી બોલ્યા એટલે પ્રેમલા બોલી
वसिओ ससि आगासे, विमलपुरे उग्गमीओ जहासुखं; जेणाभिभूओ जोगो, स करिस्सइ तस्स निव्वाहे।
આકાર વસનારો ચંદ્ર અત્યારે તો સુખપૂર્વક વિમલાપુરીમાં ઊગ્યો છે. જેણે વિમલાપુરીમાં યોગ કરાવ્યો છે. તે તેનો નિર્વાહ કરશે. ચિંતા કરવાથી શું?
ચંદ્રરાજા પ્રેમલાલચ્છીની આ સમસ્યાથી એમ સમજયા કે પ્રેમલા મારી વાત બરોબર સમજી નથી તેથી ધીરથી પ્રેમલાને આ કહ્યું.
પૂરવદિશ એક આભા નગરી, ચંદનૃપતિ તિહાં રાજા,
છે નસ મંદિર રમવા જેવા, સારા પાસા તાજા,
આ સાંભળી પ્રેમલા વિચારમાં પડી નધ્વજ તો સિંહલ દેશનો છે.અને તે સિંહલ નહિ સંભારતાં આભા નગરીના ચંદ્રરાજા અને નવા પાસા રમવા જેવા છે એમ કેમ બોલે છે. ? લગ્ન પ્રેમથી ક્ય છે.પણ અત્યારે આકુળ વ્યાકુળ કેમ છે ? શું આ સિંહલના નધ્વજને બદલે આભાપુરીના ચંદ્રરાજા તો નહિ હોય?
સારી પાસાની રમત પૂરી કરી વરવહુ કંસાર જમવા બેઠાં જમતાં જમતાં ચંદ્ર પાણી માંગ્યું. પ્રેમલાએ પાણી આપ્યું. ત્યારે ચંદ્રરાજા બોલ્યા.