________________
થી ચંદ્રરાજાનું જીવન ચરિત્ર
૬૪૫
વીરમતિ પોતાના રાજમહેલમાં આવી. વીરમતિ અર્ધરાત્રિએ ગઈ અને આવી. આ વાત રાજા વગેરે કોઈને કોઈ પણ ખબર ન પડી.
આ બાજુ ચંદ્રકુમાર સર્વકળામાં કુશળ થયો, એટલે વીરસેન રાજાએ ગુણોખર રાજાની પુત્રી ગુણાવલી સાથે તેને પરણાવ્યો, તે ગુણાવલી એટલે સાક્ષાત ગુણોની પંક્તિજ હતી, તેની ઉપર માતા વીરમતિ તેને રાજ્યનો વરસદાર સમજી તેના પર પ્રેમ રાખવા લાગી, અને ચંદ્રકુમાર પણ તેને માતાની જેમ જ સાચવતો હતો, અને સહુનો સમય પસાર
થતો હતો.
એક્વાર વીરસેન રાજાના વાળ ચંદ્રાવતી ઓળતી હતી ત્યાં એક્રમ બોલી “રાજા દૂત આવ્યો રાજાએ આમતેમ જોયું અને બોલ્યો કે હે દેવી ! એવો ક્યો દૂત છે કે જે પૂક્યા વિના અંતઃપુરમાં દાખલ થાય?
તે વખતે ચંદ્રાવતીએ ચાંદીના તાર જેવો એક સફેદ વાળ રાજાના હાથમાં મૂક્યો ને બોલી કે આ દૂતને કોઈ રોકી રાતું નથી. તે માથાને પલિ. (સફેદવાળ) આ શબ્દ સાંભળતાં જ વીરસેન રાજા અત્યંત ઊંડા વિચારમાં ડૂબી ગયો કે મારા પૂર્વજો ક્વા શાણાને વિરક્ત હતા કે સુંદર રાજપાટ ભોગવ્યાં અને પછી બધાને છોડીને જીવનને તપ ત્યાગથી અજવાળ્યું. હું કેવો મૂર્ખ છું કે ધોળા આવ્યા છતાં સ્ત્રીમાં લુબ્ધ થઈ સંસારમાં પડ્યો છું. જો હું સંસારને સમજીને નહીં છે તો પછી યમરાજા પરાણે છેડાવશે. શા માટે મારે સ્વયં રાજ્ય વૈભવનો ત્યાગ ન કરવો જોઈએ. તેથી રાજા બોલ્યો હે દેવી ! હું સંયમ લઈશ. સંયમ યોગ્ય મારી વય થઈ એમ આ સફેદ વાળ સૂચવે છે.
વીરમતિ અને ચંદ્રાવતીએ ઘણું સમજાવ્યો પણ ન માન્યો. એટલે વીરસેન રાજા ચંદ્રાવતી સાથે દીક્ષા લેવા તૈયાર થયો. રાજાએ દીક્ષા લેતાં પહેલાં ચંદ્રકુમારને રાજ્યપર બેસાડયો. ને ચંદ્રને શિખામણ આપતાં છું કે હે પુત્ર વિરમતિને તારાં માતા માનજે. તેના કહેવા પ્રમાણે કરજે ને ન્યાયથી પ્રજાનું પાલન કરજે. વીરમતિને કહ્યું કે હે દેવી તમે અનુભવી છે ને ડાહ્યાં છો તેથી પુત્રને સાચવજો ને કુલની કીર્તિ વધારજો.
વરસેન રાજા અને ચંદ્રાવતીએ સંયમ લીધો. શુદ્ધ રીતે પાળ્યો ને શ્રી મુનિસુવ્રતસ્વામીના સમયમાં જ્વળજ્ઞાન પામી સિદ્ધિપદને પામ્યાં. આમ આ બાજુ વીરમતિ રાણી રાજરાણી મટી રાજમાતા બન્યાં.
ચંદ્રકુમાર રાજા ભલે થયો પણ ઉમરમાં નાનો હોવાથી રાજ્ય ખટપટ ને દુનિયાદારીની કપટકળાથી અજાણ હતો. રાજા ભલે ચંદ્રકુમાર હોય પણ રાજયની તમામ સત્તા વીરગતિના હાથમાં જ હતી.
એક વખતે તેણે પુત્રને ખાનગીમાં કહ્યું તું રાજય વૈભવ સુખેથી ભોગવ. રાજ્યની ખટપટ હું કરીશ. તું મારી શક્તિને સામાન્ય ન સમજતો હું ધારું તો ઇન્દ્રાસન વેલાવી શકું તેમ છું. સૂર્યના ઘોડાઓને તારા પગમાં હાજર કરું તેમ છું. તું મને અનુકૂળ રહેજે. મારી ખાનગી વાતમાં તું આવતો નહિ. હું વિરોધીને સહન કરી શક્તી નથી.
ચંદ્રકુમાર બોલ્યો “માતા એ શું બોલ્યાં? હું તો માત્ર શેર ધાન્યનો ધણી. આ રાજ્ય વૈભવ બધો તમાશે.