________________
૬૪૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
અને હું પણ તમાશે, તમારી આજ્ઞા મને શિરસાવંધે છે.
ચંદ્રકુમારનું વચન સાંભળી વીરમતિ રાજી થઈ ગઈ.એક વખત ગુણાવલી બપોરના સમયે ભોજન કરી મહેલના ગોખમાં બેઠી હતી.ત્રણ ચાર દાસીઓ સેવા કરતી હતી. તેટલામાં તેમનાં સાસુ એવાં વીરમતિ ત્યાં મલવા આવે છે.
ત્યારે તે ઊભી થઈ સાસુને પગે લાગી આજ્ઞા પૂછે છે, પછી વીરમતિ ગાવલીને કહે છે કે આમ એજ્જ ઠેકાણે બેસી રહેવામાં જીવનનો આનંદ નથી. આનંદ તો બહાર ફરવામાં, વિવિધ દેશો જોવામાં છે. પણ મારા નસીબમાં એ ક્યાંથી હોય ? વીરમતિ કહે છે કે હે ગુણાવલી ! તું સ્ત્રી શક્તિને નથી જાણતી. સ્ત્રી તો ધારે તે કરી શકે છે. સ્ત્રી પ્રસન્ન થાય તો બ્લ્યુ વેલડી છે. અને વિફરે તો વિષલતા જેવી થાય. જો તારી ઇચ્છા હોય તો મારી પાસે આકાશગામિની વિદ્યા છે. તેથી તેને દુનિયાનાં જુદાં જુદાં તીર્થો ને આશ્ચર્યો બતાવું.
ગુણાવલી બોલી આ બધું જોવાની ઇચ્છા તો ઘણી થાય. પણ પતિની જા સિવાય મારાથી કંઈ થોડુંજ બહાર જવાય છે. ? અને તે રજા પણ કેમ આપે? વીરમતિ બોલી, તું ભોલી છે. ગભરાઈશ નહિ. હું એવી યુતિ રચીશ કે તારે ચંદ્રકુમારની ઋા જ ન લેવી પડે. આપણે જયાં જવું હોય ત્યાં જઈને જ આવીએ પછીજ ચંદ્રકુમાર જાગે ત્યાં સુધી ઘસઘસાટ ઊધે. પછી તારે શું પંચાત ?
ગુણાવલી બોલી કે તેવું થતું હોય તો વાંધો નહિ. હું તૈયાર જ છું. તમો જ્હો ત્યારે આપણે ફરવા જઈએ ગુણાવલી ભોળી હતી. ચંદ્રકુમાર પર પ્રીતિવાલી હતી. તેનામાં કોઈ દુર્ગણ ન હતો. છતાં પણ વીરમતિની સોબતથી ચંદ્રકુમારને ઊંઘતો મૂકીને કૌતુક જોવા તૈયાર થઈ.
વીરમતિએ ગુણાવલીને કહ્યું કે આજે આપણે વિમળાપુરી જોવા જઈશું. તે નગરી અહીંથી ૧૮ યોજન દૂર છે. તેનો રાજા મકરધ્વજ છે. તેને તિના અવતાર સમાન પ્રેમલા લચ્છી નામની પુત્રી છે. આ પુત્રીના લગ્ન સિંહલપુરના રાજા સિંહરથના પુત્ર કનકધ્વજ સાથે થવાનાં છે. આની જોડી કેવી સરસ છે! તે તો ત્યાં જઈને જોઈએ ત્યારે જ સમજાશે. તે તને આજે રાત્રે બતાવું.
ગુણાવલીએ કહ્યું કે બહુ સારું પણ આપણે જઈએ છીએ તે કોઈએ જાણવું ન જોઈએ તે સાસુજી ! વિમળાપુરી ૧૮00 યોજન દૂર છે. રાજા રાજય સભામાંથી રાત્રે એક પ્રહર પછી આવે અને તેમની સાથે ગોષ્ઠિ કરતાં બીજો પહોર વીતી જાય. પછી સૂએ અને પછી ત્રીજા પહોરે જાગે. આટલામાં આપણે શી રીતે જઈશું ? અને શી રીતે આવીશું ?
તું તેની ફિકર ન કર, આજે ચંદ્રકુમાર વહેલો આવશે. ને વહેલો સૂઈ જશે, ચંદ્રકુમાર રાતના વહેલો આવ્યો. ગુણાવલી એ કહ્યું કે હે નાથ ! આ અકાળે કેમ વરસાદ પડે છે. ? ઋતુ તો ઉનાળાની છે. પવનના સુસવાટા ચોમાસાને યાદ કરાવે તેવા છે. રાજા બોલ્યો કે અકાળે વર્ષ, અકાળે ગરમી અને અકાળે ઠંડી અવનવું થવાનું હોય તો જ થાય છે. રાજા શય્યામાં પોઢયો. ને આઠ વાગતાં જ નસકોરાં બોલવા લાગ્યાં. પણ ગુણાવલીને ઊંધ આવતી નથી. અવાર નવાર ગુણાવલી ચંદ્રકુમાર પાસે આવી ઊધે છે કે નહિ તેની ખાત્રી કરી. તેથી રાજાને વધુ શંકા ગઈને પછી તેણે બનાવટી