________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
પણ પુત્ર ન થયો.?
આજ વખતે ઝાડપર બેઠેલો એક પોપટ મનુષ્ય ભાષામાં બોલ્યો કે આખું નગર આનંદમાં છે ને તું કેમ શોકમાં છે? તારે શું દુ:ખ છે? મારાથી બનશે તો હું તારું દુઃખ દૂર કરીશ. વીરમતિ બોલી કે હે પોપટ ! હું તને મારું દુઃખ કહીને શું કરું? તું પક્ષી હોવાથી કેવી રીતે મારું દુ:ખ ભાંગશે? જે દુ:ખ ભાંગી ન શકે તેની પાસે કહેવાથી પણ શું ફાય?
હે રાણી! તું મને સામાન્ય પક્ષી ન માનતી. હું વિધાધર પાસે રહેલો છે. તેથી દુ:ખ ન ભાંગે તો ઉપાય તો જરૂર બતાવીશ. પછી આશ્વાસન પામેલી વીરમતિ બોલી હે ભાઈ ! પોપટ ! તું વોવન ફરે છે. વિદ્યાધરો પાસે રહે તેથી મને તેવો કોઈ મંત્ર – તંત્ર કે જડીબુટ્ટી બતાવ કે જેથી મને પુત્ર થાય. પુત્ર વિનાની હું દુઃખી ને એક્લી અટૂલી થઈ ગઈ છું. પુત્ર થાય તોજ માણસમાં મારી ગણતરી થાય. તું મારું આટલું કામ કરશે તો હું તો જન્મોજન્મ તારી ઓશિયાળી રહીશ. તને સોનાના દાગીના આપીશ. નિત નવલાં ભોજન કરાવીશ.
ત્યારે પોપટ બોલ્યો કે હે રાણી! આના માટે હું બીજું કાંઈ કરી શકતો નથી પણ તેને આના માટે એક ઉપાય બતાવું છું. આજ વનની ઉત્તર દિશામાં શ્રી ઋષભદેવ સ્વામીનું મંદિર છે. ત્યાં ચૈત્રી પૂનમની રાતે અપ્સરાઓ આવે છે. તેમાં મુખ્ય અપ્સરા લીલા રંગનાં કપડાં પહેરે છે. આ લીલાં વસ્ત્રનો પ્રભાવ છે કે તેનાથી ધાર્યું કામ થાય. મેં તને આ અનુભવ સિદ્ધ વાત કહી છે. આટલું બોલતાંજ પોપટ ઊડી ગયો.
ચૈત્રી પૂનમની રાતે વીરમતિ રાણી એક પહોર રાત વીત્યા પછી નગરીની બહાર નીકળી ઉત્તર તરફ ચાલી. નગરની હદ વટાવી ગાઢ ઝાડીમાં શ્રી ઋષભદેવના મંદિરમાં આવી એક ખૂણામાં છુપાઈ ગઈ. મંદિરમાં અપ્સરાઓ આવી ગીતગાન-નૃત્યને વાજિંત્રથી પ્રભુની અલૌકિક ભક્તિ કરી, પછી અપ્સરાઓ નજીકમાં રહેલ વાવડીમાં નહાવા ગઈ તે વખતે વીરમતિ રાણીએ લાગ જોઈને ત્યાં આવીને કપડાંના ઢગલામાંથી મુખ્ય અપ્સરાનાં લીલા રંગનાં કપડાં લઈ લીધાં, ને કપડાં લઈ મંદિરમાં જઈ દરવાજો બંધ કરી બેસી ગઈ. સ્નાન કરીને પાછા આવતાં મુખ્ય અપ્સરાનાં કપડાં ન મલે તપાસ કરતાં મંદિરનું બારણું બંધ દેખાયું એટલે તેઓએ એમ માન્યું કે કોઈ સ્ત્રી અથવા પુરુષ કપડાં લઈ મંદિરમાં સંતાઈ ગયો છે, એટલે બધાંએ ત્યાં જઈ કહ્યું કે અમારાં કપડાં આપો. અમારે મોડું થાય છે અમારું જે કામ હોય તે કહો. આ સાંભળીને વીરમતિએ તુરત જ દરવાજો ખોલીને તેમનાં વસ્ત્રો સોંપી તેમને પગે લાગીને બોલી કે હે દેવીઓ મારો અવિનય અપરાધ ક્ષમા કરે. હું વીરસેન રાજાની વીરમતિ રાણી છું અને પુત્ર નથી તેથી મારું તે દુ:ખ દૂર કરે મને એક લબ્ધિવંત પોપટે તમારી પાસે આવવાનું ક્યું તેથી હું તમારી પાસે આવી છું. તેથી જ મેં તમારાં વસ્ત્રો સંતાડયાં હતાં. હવે મને પુત્રપ્રાપ્તિનું વરદાન આપો.
મુખ્યદેવીએ અવધિજ્ઞાનથી જોઈને કહ્યું કે હે વીરમતિ એ બધું સાચું પણ તારા નસીબમાં પુત્ર જ નથી પછી દેવતા ક્યાંથી આપી શકે ? તું ખોટી રીતે દુઃખી થાય છે. શોક્યના પુત્ર ચંદ્રકુમારને તું તારો પુત્ર માન. તે ભાગ્યશાળીને વિનયી છે. આમ છતાં અમારું દર્શન નિષ્ફળ નથી હોતું માટે તેને હું આકાશગામિની સર્વબળહરણી વિવિધકાર્યકરણી અને જલતરણી વગેરે વિધાઓ આપું છું. પુત્રનું વરદાન ન મળતાં નિરાશ થયેલી વિદ્યાઓને લઈ