________________
શ્રી શત્રુંજય લ્પ
૬૧૯
રત્નાકર - વિવર - ઔષધિ – રસકૂપિકાથી યુકત દેવતા સહિત જ્યાં ઢક આદિ પાંચ શિખરો છે તે વિમલગિરિ તીર્થ જ્ય પામે.
जो अरय छग (च्छक्क) म्मि, असी सत्तरि सट्ठीपत्रबार जोयणए। सगरयणी वित्थिनो, सो विमलगिरी जयउ तित्थं ॥६॥
જે છ આરામાં અનુક્રમે – ૮૦–૭૦- ૬૦- ૫૦–ને ૧રયોજન અને સાત હાથના વિસ્તારવાલો તે વિમલગિરિ તીર્થ જયવંતુ વર્તો
जो अट्ठजोअणुच्चो-पन्ना-दस जोअणं च मूलुवरिं। वित्थिनो रिसहजिणे सो विमलगिरी जयउ तित्थं ॥७॥
જે આઠયોજન ઊંચો છે. મૂલમાં પચાસયોજન ને ઉપરદા યોજન વિસ્તારવાલો છે. જેના સ્વામી શ્રી ઋષભદેવ જિનેશ્વર છે. તે વિમલગિરિ તીર્થ જયવંતુ વર્તો.
जहिं रिसहसेणपमुहा असंख तित्थंकरा समोसरिआ। सिद्धाय सिद्धसेले-सो विमलगिरी जयउ तित्थं ॥८॥
જ્યાં ઋષભસેન વગેરે અસંખ્ય તીર્થકો સમવસર્યા છે. અને સિદ્ધરૌલ પર મોક્ષ પામ્યા છે. તે વિમલગિરિ તીર્થ જયવંતુ વર્તો.
तह पउमनाहपमुहा समोसरिस्संति जत्थ भाविजिणा। तं सिद्धखित्तनामं सो विमलगिरी जयउ तित्थं ॥९॥
તેમજ પદ્મનાભ વગેરે ભાવિ જિનેશ્વરો જ્યાં સમવસરશે. તે સિક્ષેત્ર નામે વિમલગિરિ તીર્થ જયવંતુ વર્તો.
सिरिनेमिनाहवजा जत्थ जिणा रिसहपमुहवीरंता। तेवीस समोसरिआ सो विमलगिरी जयउ तित्थं ॥१०॥
શ્રી નેમિનાથ પ્રભુને વજીને (છોડીને ) શ્રી ઋષભદેવથી માંડીને વીર પ્રભુ સુધીના તેવીસ તીર્થંકરે જ્યાં સમવસર્યા છે. તે વિમલગિરિ તીર્થ યવંતુ વર્તો.