________________
શ્રી શત્રુંજ્ય સ્તોત્ર
૬૧૭
या पादपद्मै: पुनितासुभूमि, - रनंतयोगिमुनिभिनितान्तम् । आकर्षणं चुम्बकरत्नतुल्यं, तत्रादिनाथं शिरसा नमामि ।।५।।
ભૂમિઅનંતયોગી મુનીશ્વરેવડે, ચરણકમલવડેઅત્યંત પવિત્ર થઈ છે. અને ચુંબકરત્નસમાન જે આર્ષણરૂપ છે. તે ગિરિરાજ ઉપર આજિનેશ્વરને હું મસ્તક વડે નમસ્કાર કરું છું. (૫)
निसर्गरम्योदितनाकतुल्या, गिरीन्द्र सौगन्धित वृक्षराजिः । विचित्रवर्णैः सुमनोहरा च, तत्रादिनाथं शिरसा नमामि॥६।।
જે ગિરિરાજ ઉપર કુદરતી રમણીય ઉદય પામેલ સ્વર્ગસમાન, વિચિત્રવર્ગો વડે અત્યંત મનોહર અને ગિરિરાજની સુગંધી એવી વૃક્ષોની શ્રેણી છે. ત્યાં આદિનાથ પ્રભુને હું મસ્તક વડે વંદન કરું છું. (૬)
शचीन्द्रदेवै: परिवेष्टिताश्च, नृत्यन्ति शृंगारभृता: सुभक्त्या। कुर्वन्ति वृष्टिं मधुगन्धपुष्पै-स्तत्रादिनाथं शिरसा नमामि ॥७॥
જયાં ઈન્દ્રાણી અને ઈન્દ્ર દેવોવ વટાળાયેલા શૃંગારને ધારણ કરનારાં, દેવદેવીઓ ઉત્તમ ભક્તિવડે નૃત્ય કરે છે અને મધુગંધ પુષ્પોવડે વૃષ્ટિ કરે છે. ત્યાં આદિનાથ પ્રભુને હું મસ્તક વડે નમસ્કાર કરું છું. (૭)
स्वजीवितं पावनतामुपैति, ये पूजयंति प्रभुपादयुग्मम् । श्रीनाभिपुत्रं प्रथमं जिनेन्द्रं, युगादिनाथं शिरसा नमामि ॥८॥
જેઓ પ્રભુનાં ચરણ યુગલને પૂજે છે તેઓ પોતાનું જીવિત પવિત્રપણાને પમાડે છે. યુગના આદિનાથ પ્રથમ જિનેશ્વર નાભિરાજાના પુત્રને હું મસ્તક્વડે નમસ્કાર કરું છું. (૮)