________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ.
શ્રી શત્રુંજ્ય સ્તોત્ર (ગુજરાતી - વિવેચન – સહિત)
शत्रुञ्जयो नाम नगाधिराज:, सौराष्ट्र देशे प्रथितप्रशस्तिः । तीर्थाधिराजो भुविपुण्य भूमि-स्तत्रादिनाथं शिरसा नमामि॥१॥
સૌરાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ છે પ્રશસ્તિ જેની એવો. પૃથ્વીમાં પવિત્ર ભૂમિરૂપ તીર્થાધિરાજ શત્રુંજ્ય નામે ગિરિરાજ છે. ત્યાં આદિનાથ પ્રભુને હું મસ્તક વડે વંદન કરું છું. (૧)
अनंत तीर्थाधिपसाधुवृन्दै-र्या सेविता शांति तपोऽभिवृध्यै। सा पुण्यभूमिर्वितनोतु सौख्यं, जिनादिनाथं शिरसा नमामि॥२॥
અનંત તીર્થકો અને સાધુઓના સમૂહવડે જે ભૂમિ શાંતિ ને તપની વૃદ્ધિ માટે લેવાયેલી છે. તે પવિત્રભૂમિ સુખને વિસ્તારો અને ત્યાં આદિનાથ જિનેશ્વરને હું મસ્તક વડે વંદન કરું છું. (૨)
अनेक राज्याधिपमन्त्रिमुख्यै - विनिर्मिता सुंदर चैत्यपंक्तिः। स्वर्भूमितुल्या भुविसुप्रसिद्धा, तत्रादिनाथं शिरसा नमामि ।।३।।
જે ભૂમિઉપર અનેક રાજયના અધિપતિ અને મંત્રીઓએ સુંદર ચૈત્યોની પંક્તિ કરાવેલી છે. અને જે પૃથ્વી સ્વર્ગભૂમિ સરખી અત્યંત પ્રસિધ્ધ છે. ત્યાં આદિનાથ તીર્થકરને હું મસ્તક વડે નમસ્કાર કરું છું. (૩)
विश्राम धामो मुनिसाधकानां, संसारतापाहतसाधकानाम्। यो यानतुल्यो भववार्द्धिमार्गे, जिनादिनाथं शिरसा नमामि ।।४।।
જે ગિરિરાજ સંસારરૂપી તાપથી હણાયેલા સાધક એવા મુનિરાજોને વિસામાના સ્થાન રૂપ છે.અને જે ગિરિરાજ રસંસારરૂપી સમુદ્રના માર્ગમાં વહાણ સમાન છે. ત્યાં આદિનાથ જિનેશ્વરને હું મસ્તક્વડે નમસ્કાર કરું છું (૪).