________________
તિર્યોના પણ મુનિગમનમાં નિપુણ્યક્ની કથા
૫૬૯
વ્યય કરી આરતી કરી, પછી મંગલ દીવો ર્યો. તે પછી ભાવપૂજા કરી. તે પછી રૈવતગિરિઉપર અત્યંત વિસ્તારથી શ્રી નેમિનાથપ્રભુને નમસ્કાર કરીને નિષ્ણુણ્યક વણિજ્વર પોતાના ગામમાં ગયો. પોતાના પુત્રને ઘરનો ભાર સોંપીને હર્ષવડે દીક્ષા લઈને ત્યાંથી નિષ્પશ્યક યતિ શગુંજ્યમાં આવ્યા. ત્યાં સંપૂર્ણકર્મ ખપાવીને લાખ સાધુની સાથે સારા દિવસે મુક્તિ નગરીમાં ગયા. જ્યારે તે નિષ્ણાયક યતિ મુક્તિપુરીમાં ગયા ત્યારે લોકો કહેવા લાગ્યા કે હમણાં આ સારા પુણ્યવાલા થયા છે.
તિર્યંચોના પણ મુક્તિગમનમાં નિષ્ણુણ્યકની કથા સમાપ્ત
XXહક
શ્રી શત્રુંજયના વ્યાખ્યાનમાં ભીમરાજાની કથા
जस्स सयाऽऽईकप्पे, वक्खाए झाइए सुए सरिए। होई सिवं तइयभवे, तं सित्तुंजय महातित्थं ॥३६॥
ગાથાર્થ : જે રાત્રુજયના સર્વલ્પમાં મુખ્ય એવા લ્પનું શુદ્ધ મનવડે ધ્યાન કરવાથી સાંભળવાથી ને સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય, તે શત્રુંજય મહાતીર્થ ય પામો.
ટીકાર્થ : જે શત્રુંજયના પ્રથમ ૫નું હંમેશાં વિસ્તારથી શુદ્ધ મનવડે વ્યાખ્યાન કરવાથી– ધ્યાન કરવાથી બે કાન વડે સાંભળવાથી અને ઉપયોગ આદિવડે સ્મરણ કરવાથી પુરુષ અથવા સ્ત્રીને ત્રીજાભવે મુક્તિ થાય. તે શત્રુજ્ય નામનું મહાતીર્થ ચિરકાલ જયવંતુ વર્તો.
પદ્માકર નામના નગરમાં મનોહરા નામની ચતુર એવી ચૈત્ર (શેઠ)ની પુત્રીએ એક રિદ્ર મનુષ્યને જોઈને આ પ્રમાણે કહ્યું હે વણિક ! તારા ઘરમાં એક કાણિી પણ નથી ? રિદ્રીએ કહ્યું કે પેટ ભરવા માટે એક કાણિીવડે શું થાય? જેની પાસે ધન છે તે મનુષ્ય કુલવાન છે. તે પંડિત છે. તે જ્ઞાનવાળો છે. તે ગુણને જાણનારો છે. તેજ વક્તા છે. તેજ દર્શન કરવા લાયક છે. સર્વે ગુણો સોનાનો આશ્રય કરે છે. ત્યાં સુધી માતા છે. ત્યાં સુધી પિતા છે. ત્યાંસુધી સર્વે બાંધવો