________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
છે. ત્યાં સુધી સ્ત્રીઓ પણ હંમેશાં હર્ષપામેલી હોય છે જ્યાં સુધી ઘરમાં લક્ષ્મી સ્થિર હોય.
મનોહરાએ કહ્યું કે જો ઘરમાં એક કાકિણી હોય તો મનુષ્ય અથવા સ્ત્રીને દારિદ્ર કેમ થાય? દ્વિીએ કહ્યું કે પ્રાય: કરીને ધનવાન મનુષ્ય અને રાજા દારિદ્રયથી ઉત્પન્ન થયેલી બીજાની વેદનાને જાણતા નથી. ક્યાં છે કે :
लक्ष्मीवन्तो न जानन्ते, प्रायेण परवेदनाम्॥ शेषेधराभराक्रान्ते, शेते लक्ष्मीपतिः स्वयम्॥१॥ भक्ते द्वेषो जडे प्रीति-ररूचिर्गुरूलङ्घनम्। मुखे कटुकताऽत्यन्तं, धनिनां ज्वरिणामिव॥२॥
ઘણું કરીને પૈસાદારે બીજાની વેદનાને જાણતા નથી. શેષનાગઉપર પૃથ્વીનો ભાર આરોપણ કરી વિષ્ણુ પોતે સૂઈ જાય છે. ભોજનઉપર દ્વેષ, જડઉપર પ્રીતિ, અરુચિ, ગુરુનું, વડીલોનું ઉલ્લંધન–મુખમાં અત્યંત કડવાશ – તાવવાળાની જેમ પૈસાદારોને હોય છે. ગુપ્તપણે ભીમરાજા આ સાંભળી બીજે દિવસે મનોરમાને પરણીને પરીક્ષા કરવા માટે પોતાના આવાસમાં લઈ ગયો. એક દિવસ રાત્રિમાં રાજા-પત્નીના વસ્ત્રના છેડામાં એક કામિણી બાંધીને બીજા સ્થાને ગયો. નિદ્રારહિત થયેલી તેણીએ વસ્ત્રના છેડામાં બાંધેલી એક કામિણીને જોઈને મનોરમા વિચારવા લાગી કે દરિદ્રીની આગળ પહેલાં જે કાણિીના ઉપાર્જનનો વૃત્તાંત કહેવાયેલો તે કોઇ ઠેકાણે રાજાવડે સંભળાયો છે. તેથી હું દ્રવ્ય ઉપાર્જન કરી પોતાનું કહેલું સફળ કરું. તે કાકિણીને લઈને ગુપ્તપણે નગરમાંથી નીકળીને મનોરમા લક્ષ્મીપુરમાં માલીના મંદિરે ગઈ. કાકિણીવડે પાંચ ફૂલ લઈને માલીના આકારવાલી તેણીએ જઈને રાણીને આપ્યાં.
હર્ષિત થયેલી રાણીએ તેને આઠ ટંક આપ્યા, તે ટેક્વડે ફૂલો લઈને ગૂંથીને એનું ચરણ કરીને ફરીથી રાણીને આપ્યાં. તે વખતે રાણીએ તેને સો ટેક આપ્યા. તે પછી તેણે સો ટેક્વડે ફૂલો લઈને મનુષ્યના (પુરુષના) રૂપને ધારણ કરી રાજાઓ અને શેઠિયાઓના આવાસોવડે સુંદર એવી નગરની સૃષ્ટિ –રચના કરી, અને નગરની સૃષ્ટિ તેણે રાજાને ભેટકી, હર્ષિત થયેલા રાજાએ તેને સુંદર એવાં દશ ગામ આપ્યાં. તે મનુષ્ય દશગામ લઈને ત્યાં સમાધિવડે (શાંતિપૂર્વક) રહ્યો. આ બાજુ ત્યાં રાજા આવ્યો અને તે વખતે તેણીવડે તે જોવાયો. મનોહર રાજાવડે તે રાજા આમંત્રણ અપાયો. અને સુંદર અન્ન આપી આદરપૂર્વક જમાડાયો. એક કાકિણી, સોપારી, નાગરવેલ સહિત બીડું સ્ત્રીરૂપને ધારણ કરનારી તેણીએ રાજાને આપ્યું. પોતાની કારકિણી જોઈને રાજા પોતાની પત્નીને ઓળખીને કેટલામાં બોલે છે તેટલામાં હર્ષ વડે તે તેના બે પગમાં પડી, તે પછી રાજાવડે ગ્રામઉપાર્જન કરવાનું કારણ પુછાયું. મૂલથી માંડીને શિખા સુધી પત્નીએ રાજાની આગળ કહ્યું તે પછી રાજા તે પોતાની સ્ત્રીને પોતાના ઘરે લઈ જઈને ઘણાં વસ્ત્ર આભૂષણ આપી પટરાણી કરી. મનોરમાએ સારા દિવસે પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મોત્સવ કરી રાજાએ તેનું નામ સોમ એવું આપ્યું.
અનુક્રમે સોમને પોતાની પાટપર સ્થાપન કરી ભીમરાજા ધનાચાર્યની પાસે દીક્ષા લઈ જિનાગમ ભાગ્યા. આચાર્યપદ પ્રાપ્ત કરીને પૃથ્વીતલઉપર વિહાર કરી શ્રી શત્રુંજયઉપર શ્રી ઋષભદેવ આદિ જિનેશ્વરોને નમન ક્યું તે પછી ગામ,નગર અટવી, પર્વતના શિખરઉપર તેમણે શ્રી શત્રુંજયતીર્થના માહાભ્યને કહ્યું જે શત્રુંજયતીર્થમાં