________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
ગયો. ઉતાવળો પોતાના ઘરે જઇને જેટલામાં તે પીંછાઓને જુએ છે તેટલામાં કાગડાઓના પીંછાંઓ જોઇને તે ખિન્ન થયો ક્યું છે કે :
૫.
दैवमुल्लङ्घ्य यत्कार्यं क्रियतेफलवन्नतत् । सरोम्भश्चातकेनाऽऽत्तं - गलरन्ध्रेण गच्छति ॥ १ ॥
ભાગ્યને ઓળંગીને જે કાર્ય કરાય છે તે લવાળું થતું નથી. ચાતક્વડે ગ્રહણ કરાયેલું સરોવરનું પાણી ગળાના દ્રિવડે નીકળી જાય છે. હું ભાગ્ય વગરનો છું. એમ વિચારતાં ત્યાંથી જતા નિપુણ્યકે એક જ્ઞાની સાધુને જોઈને નમસ્કાર કરી બે હાથ જોડી પૂછ્યું મેં પૂર્વભવમાં ક્યું કર્મ કર્યું ? જેથી હું ઘણો દુ:ખી થયો ? તે પછી મુનિએ કહ્યું કે તેં જિનના ? દ્રવ્યમાંથી એક હજાર કાણિી વિક્ટ કરી લીધી હતી. અને તે વખતે આલોચના ન કરી, હવે પોતે નિરંતર દેવમંદિરમાં કામ કરતાં જો તું એક કરોડ સોનામહોર આપે તો તારો દેવદ્રવ્યથી જલદી છુટકારો થાય.
આ પ્રમાણે સાંભળીને તે જિનમંદિરમાં તેવી રીતે આદરપૂર્વક કામ કરવા લાગ્યો કે જેથી તેને દેવદ્રવ્યના દેવાનો અભાવ થયો. તે પછી નિપુણ્યક નીતિપૂર્વક વ્યવસાય કરવા લાગ્યો.. જેથી તેના ઘરમાં ત્રણ લાખ સોનામહોર ભેગી થઇ તે પછી તે વિશેષે દેવદ્રવ્યનું રક્ષણ કરવા લાગ્યો. ને બે લાખ સોનામહોરવડે એક મોટું જિનમંદિર ત્યાં કરાવ્યું. અને શ્રી શાંતિનાથ પ્રભુના બિંબને સ્થાપન કર્યું. તે પછી તેના ઘરમાં દિવસે દિવસે લક્ષ્મી વધવા લાગી. અને પુણ્યયોગે આઠ કરોડ સોનામહોર થઇ. જિનમંદિરોની સાર સંભાળ કરતો, અનુમોદના કરતો, દેવદ્રવ્યનું રક્ષણ કરવાથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા લાગ્યો . ત્રણે સંધ્યાએ શ્રેષ્ઠ પુષ્પોવડે જિનેશ્વરની પૂજા કરતા નિષ્કુણ્યકે મોક્ષને આપનારું ઘણું પુણ્ય ઉપાર્જન
કર્યું.
એક વખત નિપુણ્યક વણિક શ્રી ગુરુપાસે ગયો. અને આ પ્રમાણે આદરપૂર્વક શ્રી શત્રુંજયનું માહાત્મ્ય સાંભલ્યું. જે પર્વતઉપર ચઢેલાં પ્રાણીઓ લોકના અગ્રભાગઉપર ચઢે છે. (જાય છે) તે શ્રી શત્રુંજય મહાગિરિ પ્રાણીઓવડે ભાગ્યથી પ્રાપ્ત કરાય છે. અહીં તીર્થંકરો અને અનંતા મુનિઓ કર્મનો ક્ષય કરી સિદ્ધ થાય છે. શ્રી શત્રુંજયગિરિઉપર જે પશુ પક્ષીઓ સેવા કરે છે, તેઓ ખરેખર થોડા ભવોમાં મોક્ષ પામે છે. સર્વજ્ઞ મોક્ષમાં ગયે છતે અને કેવલજ્ઞાન નષ્ટ થયે તે પૃથ્વીતલ ઉપર આ ગિરિરાજ લોકોને સાંભળવાથી અને કીર્તન કરવાથી તારનારો છે. આ દુષમ સમયમાં કેવલજ્ઞાન ચાલી ગયે ને અને ધર્મ વિસંસ્થૂલ (અવ્યવસ્થિત) થયે તે આ તીર્થ જગતને હિતકારી છે. અરિહંતોની પૂજા–ગુરુની ભક્તિ, શ્રી શત્રુંજ્યની સેવા ને ચતુર્વિધસંધનો સમાગમ (મિલન) પુણ્યોદયે થાય. આ પ્રમાણે ગુરુના મુખેથી સાંભળીને સુધર્મને જાણનાર નિષ્મણ્યકે શ્રી શત્રુંજયને વિષે યાત્રા કરવા માટે ઘણા સંઘને ભેગો ર્યો.
સારા મુહૂર્તે નગરમાં ને ગામમાં સર્વજિન મંદિરોમાં પૂજાનોઉત્સવ કરતો તે શ્રી શત્રુંજ્ય પાસે ગયો. ત્યાં સ્નાત્રોત્સવ કરતો ઘણું દાન આપતો સંઘસહિત તે શ્રી સિદ્ધગિરિઉપર ચઢ્યો. ત્યાં શરુઆતમાં અત્યંત વિસ્તારથી ઋષભદેવપ્રભુની પૂજા કરીને તેણે પ્રભુની પાદુકાની પૂજા રાયણના વૃક્ષની નીચે કરી. તે પછી બીજાં જિનમંદિરોમાં જિનેશ્વરોની પૂજા કરી, તે પછી સમજુ એવા તેણે જિનેશ્વરની પૂજા કરીને માલાનું પરિધાન કર્યું, તે પછી ઘણા ધનનો