________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
તે શિખર ઉપર ધરાપાલ રાજાએ અત્યંત મોટું જિનમંદિર કરાવી શ્રી ઋષભદેવપ્રભુની સ્થાપના કરી. રાજાએ સર્વસંઘની સાક્ષીએ શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક શ્રી સિધ્ધગિરિનું તાલધ્વજ એ પ્રમાણે નામ આપ્યું, પરાપાલરાજાએ પોતાના નગરમાં આવી પોતાના પુત્રને રાજયઉપર બેસાડી અનુક્રમે પદ્માચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરુની પાસે સુંદર ભક્તિસહિત અનેક શાસ્ત્રો ભાણી આચાર્યપદ પામી તે મુનીશ્વરે વિહાર કર્યો. ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરી શ્રી શત્રુંજ્યગિરિઉપર જઈ કેવલજ્ઞાન પામી ધરાપાલમુનીશ્વર મોક્ષમાં ગયા
તાલધ્વજ નામ ઉપર પરાપાલ રાજાની કથા સંપૂર્ણ
– ૪ –
શ્રી કદંબક નામઉપર ઇજશેષ્ઠિની સ્થા
સ્વર્ગમાંથી ઈન્દ્ર આવીને દેવ અને મનુષ્યોની સાક્ષીએ શ્રી સિધ્ધગિરિનું દંબક એ પ્રમાણે નામ આપ્યું.
લક્ષ્મીપુર નગરમાં ન્યાયથી શોભતા ભીમરાજાને લક્ષ્મીવતી નામની પ્રિયા અને પદ્મ નામે મનોહર પુત્ર હતાં. તેજ નગરમાં શ્રેષ્ઠચિવાલા ભીમશ્રેષ્ઠીને સુંદરરૂપવાલી રતિ અને પ્રતિ નામની બે પત્નીઓ હતી. તે બને પ્રિયાઓ પરસ્પર પ્રીતિવડે શોભતી કોઈ દિવસ એક ક્ષણ પણ જુદી રહેતી નથી.
શેઠ એક દિવસ ચિત્તમાં વિચારવા લાગ્યો કે મારી અને સ્ત્રી શક્યભાવને છોડીને પ્રીતિયુક્ત કેમ છે? એ પ્રમાણે વિચારતો શેઠ એકવખત રાત્રિમાં ગુપ્તપણે બને પત્નીનું ચરિત્ર જોવા માટે કેટલામાં તે ઊભો રહયો. તેટલામાં તે બન્ને ધીમેથી ઊભી થઈ. અને શેઠની બને સ્ત્રીઓ વડના ઝાડઉપર ચઢીને હુંકારના શબ્દમાં તત્પર એવી આકાશમાર્ગે કોઈ ઠેકાણે ગઈ. શેઠ વિચારવા લાગ્યો કે આ મારી બે પત્ની આકાશમાર્ગે આજે જ્યાં ગઈ તે સ્થાન માટે જુદી જાણવું જોઈએ. એ પ્રમાણે વિચારતો હતો ત્યારે એક પહોર પછી તે બને પ્રિયાઓ આવી ઝાડપરથી ઊતરીને ધીમે ધીમે પોતાના સ્થાનમાં ગઈ. શેઠ વિચારવા લાગ્યો કે – મારાવડે પહેલાં આ બને પત્નીનું આવા પ્રકારનું ચરિત્ર ઘરમાં રહેતાં ક્યારે પણ જોવાયું નથી. આ પ્રમાણે રાત્રિમાં જે સ્ત્રીઓ પોતાની ઇચ્છાવડે જાય છે તેઓનું સુશીલપણું આ પૃથ્વીઉપર જોવાતું નથી. કહ્યું છે કે :