________________
શ્રી તાલધ્વજ નામપર ધરાપાલરાજાની કથા
શ્રી ધરાપાલરાજાએ શ્રી સિધ્ધગિરિનું તાલધ્વજ એ પ્રમાણે નામ વિવિધ ઉત્સવપૂર્વક આપ્યું.
કુંભપુરી નગરીમાં ન્યાયવડે શોભતા ધરાપાલરાજાને પદ્મા નામની પ્રિયા – કૃષ્ણની પ્રિયા લક્ષ્મી જેવી હતી. તે રાજાને ઈન્દસરખા પરાક્રમવાલો – ઉત્તમ વિનયવાલો – નીતિવાલો – પુરંદરનામનો પુત્ર માતા- પિતાને હર્ષ પમાડતો હતો. એક વખત રાજા ગુસ્નીપાસે જિનેશ્વરે કહેલો ધર્મ સાંભળીને શ્રી જિનેશ્વરપ્રભુની વેણુ – વીણા વગાડવાપૂર્વક પૂજા કરે છે.
આ બાજુ સ્વર્ગમાં ઇન્દ્ર કહયું કે પ્રભુની પૂજા કરતો એવો ધરાપાલ રાજા દેવો અને અસુરોવડે ચલાયમાન કરી શકાય એવો નથી. મુકુંદ નામનો દેવ અશ્રધ્ધા કરતો બોલ્યો કે હું રાજાને જલ્દી પોતાના અભિગ્રહથી ચલાયમાન કરીશ. આ પ્રમાણે હી તે દેવે સ્વર્ગમાંથી કુંભપુરીમાં આવી રાજા પૂજા કરતો હતો ત્યારે તેના હાથમાંથી ફૂલો અપહરણ ક્ય.
આ પ્રમાણે જયારે જ્યારે રાજા પોતાના હાથમાં ફુલો લેતો હતો ત્યારે ત્યારે દેવ ન ઓળખી શકાય એવા રૂપવાલો ફૂલોને હરણ કરતો હતો. આ પ્રમાણે ત્રણદિવસ સુધી રાજાપૂજા વિના જમ્યો નહિ ત્યારે દેવ પ્રગટ થયો ને બોલ્યો. તું ધન્ય છે. જે કારણથી તારુંચિત્ત ચલાયમાન થયું નહિ. તું ચિત્તમાં ચિંતવેલા પદાર્થને આપનારા આ ચિંતામણિ રત્નને લે. રાજા ચિંતામણિ રત્નની આરાધનારીને વૈભવ માંગી માંગીને હંમેશાં સાતક્ષેત્રોમાં વાપરવા લાગ્યો. રાજાએ પોતાના ઘરના આંગણામાં સ્ફટિક પાષાણવડ – ૧૦૮ – મંડપોવાળું જિનમંદિર કરાવ્યું. પ્રાસાદ – મંડપ – છત્ર – પર્યકાસન વગેરેના ગ્રહણવડે અને નિર્દોષમૂર્તિવડે તે વિચારવા લાગ્યો કે – જિનેશ્વરથી બીજો કોઈ શ્રેÈવ નથી. મૂળનાયક શ્રી અરનાથ પ્રભુની મૂર્તિ–પ્રાચ્યરત્નમય તે જિનાલયમાં સુંદર ઉત્સવપૂર્વક સ્થાપના કરી.
ત્યાં અરનાથ ભગવંતની મૂર્તિને રાજાએ સદ્ગતિ માટે મણિમય આભૂષણોવડે વિભૂષિત કરી. દિવસે દિવસે સુંદર પુષ્પોવડે શ્રી અરિહંતની નવી નવી પૂજાકરતો રાજા નવાં નવાં નૃત્ય કરતો હતો. રાજા ચાર કરોડ મનુષ્યસહિત સંઘપતિ થઈને ગામે ગામે મહોત્સવ કરતો શ્રી શત્રુંજયતીર્થઉપર ગયો. ત્યાં મુખ્ય જિનમંદિરમાં સ્નાત્રપૂજા– ધ્વજ - આદિવડે સંઘસહિત રાજાએ હર્ષપૂર્વક પોતાનો જન્મ સફલ ર્યો. તે સંઘમાં શ્રી જિનેશ્વરના ધ્યાનથી એક લાખ લોકો તે વખતે કેવલજ્ઞાન પામીને અનુક્રમે મુક્તિપુરીમાં ગયા. જ્યાં તાલધ્વજસૂરિ એક લાખ સાધુસહિત સર્વકર્મનો ક્ષય કરી ક્વલજ્ઞાન પામી મુક્તિનગરીમાં ગયા.