________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
માત્ર લેતો નથી. સ્થાનનાં અધિષ્ઠાયક દેવની અનુજ્ઞા માંગીને જ હંમેશાં શેઠ ઊભો રહે છે. જમે છે. ને કાયચિંતા ઝાડો પેશાબ કરે છે. આ ધન શેઠ કોઇનું આપ્યા વગરનું લેતો નથી એ પ્રમાણે ઇન્દ્રે કહ્યું ત્યારે એક દેવ તેને ચલાયમાન કરવા માટે દેવલોકમાંથી નીક્ળ્યો. તે દેવે માર્ગમાં ઘણીલક્ષ્મી નાંખીને જ્યારે ચલાયમાન કરવામાટે સમર્થ ન થયો ત્યારે પ્રગટપણે આ પ્રમાણે કહયું. ઇન્દ્રે જે પ્રમાણે તમારું વર્ણન કર્યું છે, તેવા પ્રકારના તમે છે. પછી બે રત્નો આપી તે દેવલોકમાં ગયો.
હ
એક વખત શેઠ દેહની ચિંતા માટે બહારની ભૂમિમાં ગયો. જ્યાં જ્યાં સ્થાનના અધિષ્ઠાયક પાસે રજા માંગે છે. ત્યાં ત્યાં સ્થાનનો અધિષ્ઠાયક દેવ પ્રગટપણે હેતો હતો કે હે શેઠ ! તું અહીં ન બેસ. બીજે ઠેકાણે ઇચ્છા મુજબ જા. આ પ્રમાણે સંઘ્યા સમયસુધી વનની અંદર ભટક્તા શેઠે તે યક્ષને ઠગીને જલ્દી કાયચિંતા કરી. યક્ષે કહ્યું કે આજે હું તારી ઉપર તુષ્ટ થયો છું. તું ઇચ્છા પ્રમાણે માંગ, શેઠે કહ્યું કે જો મારીપાસે ધર્મ છે. તો શું નથી ? શેઠને લોભ વગરના જાણીને યક્ષે દશ કરોડના મૂલ્યવાળા દશ મણિ આપીને કહ્યું કે હંમેશાં તું મારું ધ્યાન કરજે, યક્ષ ગયો ત્યારે મણિઓ લઇને શ્રેષ્ઠિવરે ઘરે આવીને પાંચહ્નો ( મણિઓ) વેચીને લોકોથી અને રાજાથી માનસન્માન કરાયેલો ઘણા સંઘસહિત શેઠ શ્રી સિદ્ધગિરિઉપર જઇ પાંચમણિઓવડે આદિ જિનેશ્વરની પૂજા કરી.
–
તે વખતે તુષ્ટ થયેલા યક્ષે ક્હયું કે – હે શેઠ ! તું વાંછિત માંગ. શેઠે હયું કે જિનેશ્વરના ચરણનાં પ્રસાદથી મારી પાસે સર્વ છે. તે પછી યક્ષે વીશ કરોડનાં મૂલ્યવાલા પાંચ મણિ શેઠને આપ્યા. જિનપૂજાથી શું શું થતું નથી ? શેઠે તે મણિને વેચીને દેદીપ્યમાન જિનમંદિર કરાવ્યું. અને તેમાં આિિજનેશ્વરનું બિંબ સ્થાપન કર્યું. તે વખતે ધનશેઠ હર્ષથી પ્રથમ જિનેશ્વરનું ઘ્યાન કરતાં કેવલજ્ઞાન પામી પાપકર્મનો ક્ષય કરી મુક્તિ નગરીમાં
ગયા.
આ બાજુ પુણ્યપુર નગરના અધિપતિ લૌહિત્ય રાજાએ પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી કરોડ માણસો સાથે દીક્ષા લીધી. બાર અંગભભણ અનુક્રમે આચાર્ય પદ પામી કરોડ સાધુઓ સાથે શ્રી શત્રુંજ્યતીર્થ પર આવ્યા. દરેક જિનમંદિરમાં તીર્થંકર ભગવંતોને નમસ્કાર કરી લૌહિત્યમુનિ ફરીથી મૂલનાયક્ની સ્તુતિ ને વખાણ કરે છે. ધન શેઠે કરાવેલા શ્રી ઋષભદેવના મંદિરમાં લૌહિત્યમુનિ ઘણા સાધુઓ સહિત દેવને નમસ્કાર કરવા ગયા. શ્રી ઋષભદેવ જિનેશ્વરની આગળ ઘ્યાન કરતાં તેમને કેવલજ્ઞાન થયું. દેવતાઓએ સુવર્ણકમલની રચના કરી. તે સુવર્ણકમલ ઉપર બેસીને જ્ઞાનીભગવંતે તેવી રીતે ધર્મ દેશના કરી કે જેથી સર્વ સાધુઓ કેવલજ્ઞાની થયા. લૌહિત્ય આદિમુનિઓને મોક્ષમાં ગયેલા જાણીને ઇન્દ્રે આ તીર્થનું સૈાહિત્ય નામ ર્ક્યુ. અને આ તીર્થ તે લોહિત્ય નામવડે પૃથ્વીતલમાં યવંતુ વર્ષો
શ્રી લૌહિત્ય નામ પર લૌહિત્ય ઋષિનીકથા સંપૂર્ણ.