________________
શ્રી કદંબક નામ ઉપર ઈન્દ્રશેષ્ઠિની કથા
૫૩
यात्रा-जागर-दूरनीरहरणं, मातुर्गृहेऽवस्थिति; वस्त्रार्थ रजकोपसर्पणमपि, स्याच्चर्चिकामेलकः। स्थानभ्रंश-सखीविवाहगमनं, नृत्यप्रवासादयो;
વ્યાપાર : હનુશનનોવિતદા:, : સતીનાપાસરા યાત્રા – જાગરણ – દૂરથી પાણી લાવવું. માતાના ઘરે (પિયરમાં રહેવું – વસ્ત્રમાટે ધોબી પાસે જવું – ચર્ચિમેલો સખીઓનાં ટોળાં હોય તેમાં જવું – સ્થાનનો ભંશ – સખીના વિવાહમાં જવું. નૃત્ય – પ્રવાસ વગેરે વ્યાપારો (કાર્યો) ખરેખર પ્રાયઃકરીને સતીઓના પણ શીલરૂપી જીવિતને હરણ કરનારા થાય છે . તે પછી બીજે દિવસે રાત્રિમાં શેઠ તે બન્ને સ્ત્રીના ચરિત્રને જોવા માટે તે વૃક્ષના પોલાણમાં (બખોલમાં) બને પત્નીની પહેલાં આવીને રહયો. તે બન્ને સ્ત્રીઓ તે વૃક્ષઉપર ચઢી આકાશમાર્ગે સુવર્ણદ્વીપમાં લક્ષ્મીપુરની પાસે ગઈ. સરોવરની પાલઉપર વૃક્ષને સ્થાપન કરીને તે નગરને જોવામાટે શેઠની બન્ને સ્ત્રીઓ ગઈ. શેઠ પણ એ વૃક્ષના પોલાણમાંથી નીકલ્યો.
આ બાજુ તે નગરમાં રહેનારા કુબેરશેઠે પોતાની પુત્રીના વરમાટે કુળદેવીની પુષ્પોવડે પૂજા કરી આરાધના કરી. સંતુષ્ટ થયેલી તે કુળદેવીએ કહયું કે – હે શેઠ ! પાંચમે દિવસે રાત્રિના મધ્યભાગમાં સરોવરની પાળ ઉપર જે શ્રેષ્ઠપુરુષ આવે તેને તારે સુરસુંદરી પુત્રી આપવી. હે શેઠ ! આમાં તારે ચિત્તમાં વિચાર ન કરવો. હયું છે કે : -
जं जेण किंपि विहियं, सुहं व दुक्खं व पुव्वजम्मम्मि।
तं सो पावइ जीवो, वच्चइ दीवंतरं जइवि॥१९॥ જેણે પૂર્વભવમાં જે કાંઈ સુખ અથવા દુઃખ કર્યું હોય તેને જીવ જો બીજાદ્વીપમાં જાય તો પણ તે પામે છે. આ વચન સાંભળી શેઠ સરોવરની પાળઉપર આવ્યો, શ્રેષ્ઠ આકારવાલા વરને જોઈને શેઠ ઘણો આનંદ પામ્યો. શેઠ એકદમ તેને ઘરે લઈ જઈને સારી વાણીથી કહયું કે – તું મારી પુત્રી આ સુરસુંદરીને વિવાહથી ગ્રહણ કર.
તે પછી વિવાહને લગતાં વસ્ત્રઆદિથીભૂષિત ભીમવણિક માયરામાં તે કુબેરશેઠની પુત્રીને હસ્તગ્રહણ કરીને બેઠો. આ તરફ તેની બન્ને પ્રિયાઓ ત્યાં આવી શ્રેષ્ઠવરને જોઈ તે બને બોલી કે આ વર આપણા પતિસરખો છે. પૃથ્વીતલમાં ભ્રમણ કરતા સરખારૂપવાલી સ્ત્રીઓ અને પુરુષો પણ જોવા મલે. તેથી અહીં હમણાં આપણે બન્નેએ ભ્રાંતિ ન કરવી. આ પ્રમાણે હીને વરને જોઈને બીજાવરને જોવા માટે તે બન્ને સ્ત્રીઓ ઉતાવળ કરીને નગરની અંદર ગઈ. શેઠ વિચારવા લાગ્યો કે, સ્ત્રીઓનું મન ચપલ હોય છે. જે કારણથી મારી પ્રિયાઓ કૌતુક જોવામાટે જતી હતી.
આંધળો માણસ આગળ રહેલી વસ્તુને જોવા માટે સમર્થ થતો નથી આશ્ચર્ય તો એ છે કે રાગાંધ