________________
શ્રી ઢંક નામ ઉપર હરરાજાની કથા
પૂના-પન્દ્વવસ્વાનં-પડિીમાં, પોસદ્દો-પવયારો पंच पयारा जस्स य, न पयारो तस्स संसारे ॥५॥
પૂજા – પચ્ચકખાણ – પ્રતિક્રમણ – પૌષધ – પરોપકાર – જેનીપાસે આ પાંચ પ્રકારો હોય છે. તેનો સંસારમાં પ્રચાર હોતો નથી. ( તેને ભટવાનું થતું નથી ) શુધ્ધધર્મને કરતો જીવ ઉત્તમ સુખને પામે છે. ને પાપ કરતો જીવ નરકમાં દુ:ખની પરંપર પામે છે. તે પછી રાજપુત્રે કહયું કે – મારે હંમેશાં ત્રણસો નવકાર ગણવા અને જિનેશ્વરને નમસ્કાર કરવો.
૪૭
ટૂંક રાજાએ પોતાના ખભા ઉપરથી રાજ્યનો ભારઉતારી પુત્રના ખભાઉપર સ્થાપન કરી ચારિત્રલક્ષ્મીને શોભાવી. અનુક્રમે ગુરુપાસે ઘણાં શાસ્ત્રોને ભણી – ઢંક મુનિ બૃહસ્પતિ – સરખા થયા. આચાર્યપદ પામીને પૃથ્વીતલપર વિહાર કરતાં અનુક્રમે ઘણાં લોકોને સર્વજ્ઞના ધર્મનો પ્રતિબોધ ર્યો. એક વખત ઢંસૂરિ ઉત્તમ સાધુઓ સાથે શ્રી શત્રુંજયગિરિઉપર ગયા. ને ઢંક નામના શિખરઉપર મોક્ષસુખને આપનારું તીવ્રતપ કર્યું. ટૂંકસૂરિ શુભધ્યાનથી કેવલજ્ઞાન પામ્યા. ને તે વખતે બીજા ઘણા સાધુઓ પણ કેવલજ્ઞાની થયા. બધા સાધુઓ આયુષ્યનો ક્ષય થવાથી જયારે મુક્તિ પામ્યા ત્યારે દેવોએ આવીને તેમના સિધ્ધપણાનો ઉત્સવ કર્યો. શ્રી શત્રુંજ્યગિરિ પર્વતના તુંગ ફૂટઉપર પિતાનું મોક્ષગમન સાંભળીને હરરાજા પોતાના ચિત્તમાં હર્ષ પામ્યો.
હરરાજા અસંખ્યસંઘને ભેગો કરીને શ્રી શત્રુંજ્યગિરિઉપર હર્ષપૂર્વક દેવોને નમસ્કાર કરવા ને પૂજાકરવાને માટે ગયો. મૂલનાયકની પૂજાકરીને રાજા તુંગ ફૂટઉપર ગયો. અને ત્યાં રાજાએ હર્ષથી દૈદીપ્યમાન જિનમંદિર કરાવ્યું. અને તેમાં સંઘસહિત રાજાએ સારાદિવસે યુગાદિવનું શ્રેષ્ઠ રત્નમય બિંબ સ્થાપન ર્ક્યુ. અને રાજાએ ત્યાં આોડ સૌનેયાને વ્યય કરી સમસ્ત (સંપૂર્ણ) તીર્થની પુષ્પોવડે પૂજા કરી.
-
હરરાજાએ અનેકરાજા અને મનુષ્યોની સાક્ષીએ શ્રી શત્રુંજયગિરિને “ઢંક” એ પ્રમાણે નામ આપ્યું. હરરાજાએ વિસ્તારપૂર્વક યાત્રા કરી પોતાના નગરમાં આવી મુક્તિને દેનાર એવા તે તીર્થને ઢંક –ઢંક એ પ્રમાણે યાદ કરવા લાગ્યો. મનમાં ઢંક ઢંક એ પ્રમાણે શ્રી શત્રુંજ્યગિરિનું ધ્યાન કરતો ( રાજા ) પોતાના નગરમાં રહેલો અક્ષય એવા કેવલજ્ઞાનને પામ્યો. તે વખતે પ્રાપ્ત કર્યું છે કેવલજ્ઞાન જેણે એવા બે કરોડ મુનિઓ અનુક્રમે મુક્તિરૂપી . સ્ત્રીના આભૂષણરૂપ થયા. વળી અંતગડ કેવલી એવ↑ ધર્મઘોષસૂર આયુષ્યના ક્ષયે મોક્ષનગરીને શોભાવતા
હતા.
ટૂંક નામ ઉપર શી હરરાજાની કથા – સંપૂર્ણ.