________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
પ્રસિદ્ધિ-પ્રતિમયાત્રા, પ્રતિકૃતિમાવના अमायुद्घोषणादीनि, महापुण्यानि गेहिनाम्॥१४॥
પ્રાસાદ (મંદિર), પ્રતિમા, યાત્રા, પ્રતિષ્ઠાવગેરે પ્રભાવના અને અમારિની ઉદ્દઘોષણા વગેરે ગૃહસ્થોના મોટા પુણ્યો છે. આ પ્રમાણે સારી રીતે દેશના સાંભળીને રણવીર રાજાએ શ્રી શત્રુંજયગિરિઉપર અત્યંત મોટું જિનમંદિર કરાવ્યું. એક હજાર થાંભલાવડે મનોહર શ્રી ઋષભદેવના મંદિરમાં રણવીર રાજાએ શ્રી ઋષભદેવપ્રભુનું બિંબ સ્થાપન કરાવ્યું તે વખતે ક્ષણવારમાં હજાર સાધુઓને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તેઓને બેસવા માટે ઇન્દ્રમહારાજાએ સુવર્ણમય કમલો બનાવ્યાં. તે વખતે તેઓનાવલ જ્ઞાનનોઉત્સવકરી રાજાએ આ પ્રમાણે કહયું કે “આ સહસ્ત્રકમલગિરિ” ચિરકાલ સુધી જયવંતો વર્તો. રણવીર રાજાએ પોતાના પુત્રને રાજ્યપર બેસાડીને સારાઉત્સવપૂર્વક શ્રુતાચાર્યની પાસે દીક્ષા લીધી, અને ઘણું તપ ક્યું. રણવીરમુનિ સમય જતાં આચાર્યપદ પામીને ઘણા સાધુઓ સહિત શ્રી શત્રુંજ્યતીર્થ ઉપર આવ્યા અને ત્યાં કેવલજ્ઞાન પામી ત્રણલાખ સાધુઓ સહિત આયુષ્યનો ક્ષય થવાથી રણવીર આચાર્ય મોક્ષમાં ગયા.
સહસકમલ નામ ઉપર રણવીર રાજાની કથા સંપૂર્ણ
– – –
શ્રી ઢક નામ ઉપર હરરાજાની કથા
હરરાજાએ શ્રી શત્રુંજયગિરિઉપર અત્યંત વિસ્તારથી હર્ષપૂર્વક શ્રી ઋષભદેવપ્રભુની પૂજાકરીને આ ગિરિનું ઢંક એ પ્રમાણે નામ આપ્યું.
હીર નામના નગરમાં ન્યાયતંત એવા ઢંકરાજાને ગુણરૂપી માણિક્યથી શોભથી ઢંકેવી નામની પ્રિયા હતી. ટંક રાજાની પ્રિયાએ સુંદર સ્વપ્નથી સૂચિત પુત્રને જન્મ આપ્યો. પિતાએ પુત્રનો જન્મોત્સવ કરીને હર એ પ્રમાણે નામ આપ્યું. એક વખત કુમાર આનંદ અને સૂરિ નામના સાધુયુગલને પ્રણામ કરીને બે હાથ જોડીને દેશના સાંભળવા માટે બેઠો.