________________
શ્રી સહસકમલ નામ ઉપર રણવીર રાજાની કથા
ઘણા સંઘને ભેગા કરીને શ્રી શત્રુંજય પર્વત ઉપર જઇને રણવીર રાજાએ શ્રી શત્રુંજ્યનું સહસ્ત્રકમલ નામ
આપ્યું
લ્યાણકોટી નગરમાં લ્યાણ નામે રાજા છે. તેને શીલરૂપીભૂષણથી શોભતી લ્યાણિની નામની પત્ની છે. તેને યુધ્ધમાં જિતાયા છે શત્રુઓ જનાવડે એવો રણવીર નામનો વિનયવાલો પુત્ર હતો, અને તે પુત્ર, માતા – પિતાની સેવામાં અત્યંત તત્પર હતો. એક વખતે નગરીમાંથી બહાર નીકળતાં બે સાંઢને પરસ્પર અત્યંત યુદ્ધ કરતાં જોઈને રાજાએ હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું. પુષ્ટ એવા આ બને સાંઢ ઘણું આવશે, તેથી મારે ક્રીડા કરવા માટે પોતાનાં ઘરમાં રાખવા જોઈએ. ઉધાનમાં જઈને પાછા આવતાં તેણે બને સાંઢને મરી ગયેલા જોઈને રાજા આ પ્રમાણે સંસારની અસારતા વિચારવા લાગ્યો.
आयुर्वारितरङ्गभङ्गुरतरं श्रीस्तूलतुल्यस्थितिः, तारूण्यं करिकर्णचञ्चलतरं स्वप्नोपमाःसङ्गमाः। यद्वान्यद् रमणीमणीप्रभृतिकं वस्त्वस्ति तच्चास्थिरं, विज्ञायेति विधीयतामसुमता धर्मः सदा शाश्वतः ॥७॥
આયુષ્ય પાણીના તરંગની જેમ વિનાશ પામનારૂં છે. લક્ષ્મી રૂ– સરખી સ્થિતિવાલી છે. યૌવન હાથીના કાનની જેમ અત્યંત ચંચલ છે. સંગમો સ્વખસરખા છે. અથવા તો બીજી કોઈ પણ – સ્ત્રી – મણિ વગેરે વસ્તુઓ છે તે અસ્થિર છે. એમ જાણીને પ્રાણીએ હંમેશાં શાશ્વતધર્મ કરવો જોઇએ. એ પ્રમાણે અનિત્યપણાનું ધ્યાનમરતા રાજાએ ઉદ્યાનમાં જઈને સ્વયંપ્રભગુરુ પાસે દીક્ષા લીધી. તે વખતે રણવીર પિતાની પાસે આવીને આ પ્રમાણે હયું કે હે પિતા ! હમણાં આ રાજય કના આધારે વર્તે છે ? હે પિતા ! હું પણ હમણાં કોના આધારે છું ? તે કહો. તમારા વિના સઘળું રાજય હમણાં વિનાશ પામશે તેમાં સંશય નથી.
રાજાએ કહયું કે હે ઉત્તમપુત્ર ! તું મારો નથી. હું પણ ક્યારેય તારો નથી. હું એક્લો છું. નિરાધાર છું. ને નિષ્પષ્ય છે. આ પ્રમાણે પિતાવડે નિષેધ કરાયેલો રાજપુત્ર રણવીર મંત્રી અને સામંતોવડે સુંદર ઉત્સવપૂર્વક તેની પાટપર સ્થાપન કરાયો. એક વખત રણવીર રાજપુત્ર ધર્મસૂરિ માસે વનમાં ગયો ને તે વખતે બે હાથ જોડી આ પ્રમાણે ધર્મનો ઉપદેશ સાંભલ્યો.