________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
શ્રી નગાધિરાજ નામ પર સ્વયંપ્રભ દેવની કથા
|)
સ્વયંપ્રભદેવે શત્રુંજય પર્વત પર આવીને રાજા અને મનુષ્યોની સાક્ષીએ તેનું નગાધિરાજ " એ પ્રમાણે નામ આપ્યું તે આ પ્રમાણે : –
એક વખત સ્વર્ગમાં ઈન્દ્રમહારાજે સભામાં કહ્યું કે :- શ્રી શંત્રુજયસમાન તીર્થ કોઈ ઠેકાણે નથી. તે વખતે સ્વયંપ્રદેવે ઈન્દની આગળ કહયું કે સ્વામી હોવાથી સ્વામી જે જે કહે છે તે મનાય છે. ઇન્ડે કહ્યું કે સર્વતીર્થો કરતાં શ્રી શત્રુંજયગિરિતીર્થને વિષે પગલે પગલે અસંખ્યાતા મુમુક્ષુઓ મોક્ષમાં ગયા છે. બીજા તીર્થોમાં તપ-દાન આદિવડે જે ધર્મ થાય છે. તેનાં કરતાં શત્રુંજ્યવડે તે ફલ નિષ્ણે થાય છે. (કાંઇપણ ક્ય વગર તીર્થના પ્રતાપે) સર્વશાશ્વત તીર્થોમાં અને અશાશ્વત તીર્થોમાં તપાસ કરતાં એવા સ્વયંપ્રભદેવે અલ્પજીવોને મોક્ષે ગયેલા જોયા. તે પછી ભમતો ભમતો તે દેવ શત્રુંજય પર આવ્યો. ત્યારે ત્યાં લાખો સાધુઓ જલ્દી મોક્ષમાં ગયા. બીજે દિવસે ખરેખર કોડ સાધુઓ મોક્ષમાં ગયા. ત્રીજે દિવસે પાંચ હજાર સાધુઓ મોક્ષમાં ગયા, ચોથે દિવસે ૧૦૫ સાધુઓ મોક્ષે ગયા. જે દિવસે દશ સાધુઓ મોક્ષે ગયા, સાતમે દિવસે આક્યો સાધુઓ મોક્ષે ગયા, આઠમે દિવસે – ર૮ - સાધુઓ મોક્ષે ગયા. એ પ્રમાણે દિવસે દિવસે અસંખ્યાતા સાધુઓને મોક્ષપામેલા જોઈને સ્વયંપ્રદેવે મનુષ્યોની આગળ આ પ્રમાણે કર્યું કે અસંખ્યાતા સ્ત્રી અને પુરુષોનો મોક્ષ થવાથી આ પર્વતનું પુણ્યના સ્થાનભૂત એવું નામ “નગાધિરાજ" થાઓ. તે પછી બીજા – મનુષ્યો – દેવો,રાજાઓ અને મુનિઓએ ત્યારથી માંડીને આ પર્વત “નગાધિરાજ " નામે છે. એ પ્રમાણે ઉદ્ઘોષણા કરી.
શ્રી નગાધિરાજ નામ ઉપર અવયંપ્રભ દેવની ક્યા સંપૂર્ણ,
– – –