________________
અષ્ટોત્તર શતકૂટ નામ પર વીરરાજાની ક્યા
એ પ્રમાણે કહેવાયેલો રાજા જ્યારે હિંસાથી અટક્યો નહિ ત્યારે દેવીએ ઉપાડીને મોટા જંગલમાં મૂક્યો. ત્યાં તે વખતે ભૂખ્યો થયેલો જીવોની હિંસા કરતો અત્યંત તરસથી પીડાયેલો રાજા નરકસરખા અત્યંત દુઃખને સહન કરે છે. તે વખતે સન્મુખ આવેલો એક સિંહ રાજાવડે હણાયો. તે પછી એક મૃગ હણાયો, તે પછી મૃગની જેમ સર્પ હણાયો. પછી ત્યાંથી જતાં રાજાએ એક સાધુને જોઈને અત્યંત રોષથી તલવારવડે હાયા તેટલામાં તેના પ્રાણો ચાલ્યા ગયા. ત્યાંથી ભમતો રાજાશ્રી શત્રુંજયગિરિઉપર ગયો. ને ત્યાં યતિ પાસે શ્રી શત્રુંજયનું માહાભ્ય સાંભલ્યું.
अकर्त्तव्यं न कर्त्तव्यं, प्राणैः कण्ठगतैरपि। સુર્તવ્યે તુ વર્ણવ્યું, પ્રા: ઇટાર્તા પારણા
પ્રાણો કંઠમાં આવી ગયા હોય તો પણ ન કરવા લાયક ન કરવું જોઇએ. અને પ્રાણો કંઠમાં આવી ગયા હોય તો પણ જે કરવા લાયક હોય તે સારી રીતે કરવું જોઈએ
આ પર્વત ઉપર જિનેશ્વરના દર્શન કરવાથી મયૂર – સર્પ અને સિંહ વગેરે હિંસક પ્રાણીઓ પણ સિધ્ધ થયા છે. સિધ્ધ થશે અને થાય છે. વજલેપસરખા પાપોવડે ત્યાં સુધી જ પ્રાણી અત્યંત દુ:ખને ભજનારો થાય છે કે જયાં સુધી શ્રી સિધ્ધગિરિઉપર ચઢીને જિનેશ્વરને નમસ્કાર ન કરે. આ સાંભળીને રાજાએ હયું કે મારે ક્યારે પણ એકેય જીવ હણવો નહિ અને હંમેશાં છઠનો તપ કરવો. ગાયવગેરેના રૂપને કરનારી દેવી તે રાજાને નમસ્કાર કરીને બોલી કે હે રાજા ! હું તમારી પૂર્વભવમાં થયેલી બહેન છું. મારાવડે બોધ કરવા છતાં પણ જ્યારે મને બોધ ન પામ્યા ત્યારે હે રાજા તમે ઉપાડીને આ સિધ્ધગિરિ ઉપર હમણાં લવાયા છે એમ જાણો. રાજા પોતાના નગરમાં આવીને ઘણાં સંઘ સહિત - કુટુંબ સાથે ફરીથી યાત્રા કરવા માટે શ્રી શત્રુંજ્યગિરિઉપર ગયો.
અનુક્રમે તાલધ્વજ વગેરે ૧૮ – શિખરઉપર મુક્તિએ જતાં એવા ઘણા સાધુઓની રાજાએ મુક્તિ જોઈ, તે સર્વઉપર ( શિખર ઉપર ) એક એક જિનમંદિર કરાવીને રાજાએ હર્ષવડે જિનબિંબોની સ્થાપના કરી. આ પર્વત અષેત્તરશતટ કહેવાય આ પ્રમાણે રાજાએ સર્વલોકો અને રાજાઓનીઆગળ કહ્યું. ત્યાંથી પોતાના નગરમાં આવીને પોતાના પુત્રને રાજ્યપર સ્થાપન કરી વીરરાજાએ ગુરુપાસે દીક્ષા લીધી.
પ્રાપ્ત ક્યું છે આચાર્યપદ જેણે એવા ઘણા સાધુઓ સાથે વરસૂરિ મહારાજ શ્રી શત્રુંજ્યગિરિ ઉપર તે વખતે શ્રેષ્ઠ ક્વલજ્ઞાન પામ્યા.ત્યાં વીરસૂરિ મહારાજના ઉપદેશથી શ્રી સિધ્ધગિરિઉપર ત્રણલાખ સાધુઓને જ્વલજ્ઞાન ઉત્પન્ન થયું શ્રી વીરસૂરિ મહારાજે શ્રી સિધ્ધગિરિઉપર ત્રણલાખ સાધુસહિત મોક્ષનગરીને શોભાવી.
અષ્ટોત્તરશતકૂટ નામપર વીરાજાની કથા સંપૂર્ણ