________________
૪૮
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શી કોટિનિવાસ નામપર ધર્મનંદન રાજાની કથા
શુધ્ધ એવા જૈનધર્મની આરાધના કરતાં ધર્મનામના રાજાએ શ્રી સિધ્ધગિરિનું હર્ષથી કોટિનિવાસ એ પ્રમાણે નામ આપ્યું.
ધરણીભૂષણ નામના નગરમાં ચંદ્રરાજાની પ્રેમવતી નામની પત્નીએ સારાદિવસે પુત્રને જન્મ આપ્યો. રાજાએ મોટો જન્મોત્સવ કરાવીને સજજનોની સાક્ષીએ પુત્રનું ધર્મનંદન એ પ્રમાણે નામ આપ્યું. ( પછી ) બીજો દામોદર નામે પુત્ર થયો. બન્નેપુત્રોને ઘણાં ધર્મશાસ્રો અને કર્મશાસ્ત્રો ભણાવાયા ક્રમે કરીને કુસંગતિથી ચંદ્રરાજા જુગારઆદિમાં આસક્ત મનવાલો અધર્મી મનુષ્યોની પેઠે ચિત્તમાંથી રાજ્યનીચિંતા ભૂલી ગયો. અનુક્રમે બળ વાન એવા શત્રુનું સૈન્ય આવ્યું ત્યારે ધર્મનંદન લશ્કરલઇને યુધ્ધ કરવા માટે તૈયાર થયો. ધર્મનંદને શત્રુઓસાથે યુધ્ધ તેવીરીતે ક્યું કે જેથી સઘળા શત્રુઓ દિશાએ દિશામાં ભાગી ગયા તે પછી ત્યાં મહાનંદસૂરિ મહારાજ પધાર્યા. અને પુત્રસહિત રાજા ધર્મસાંભલવા માટે ગયો. તે વખતે ગુરુએ આદરપૂર્વક આ પ્રમાણે ધર્મદેશના કરી કે – ધર્મથી રાજ્ય મેળવાય છે. અને મોક્ષરૂપી લક્ષ્મી મેળવાય છે.
જે મનુષ્ય જુગારવગેરે વ્યસનોને સેવે છે. તે મનુષ્ય આલોક અને પરલોકમાં નિરંતર દુ:ખને પામે છે.
द्यूतं सर्वापदां धाम, द्यूतं दीव्यन्ति दुर्धियः ।
द्यूतेन कुलमालिन्यं, द्युताय श्लाध्यतेऽधमः ॥३३॥
જુગાર એ સર્વ દુ:ખનું ઘર છે. જે દુર્બુધ્ધિવાલા હોય છે તે જુગાર રમે છે. જુગારથી કુલની મલિનતા થાય છે. અને જુગારથી અધમ એ પ્રમાણે કહેવાય છે. (૧૧)
ચૈત્ર-વૈશ્વાનર-વ્યાધિ-વાત્ વ્યસન નક્ષળ : I મહાનાય ગાયંતે-વારા: ૫૫ વર્ધિતા:।।।।
વૈર – વૈશ્વાનર ( અગ્નિ ) વ્યાધિ – વાદ અને વ્યસન લક્ષણવાલા વૃધ્ધિપામેલા આ પાંચ વકાર મોટા અનર્થ માટે થાય છે. તે વખતે આ પ્રમાણે સાંભળી રાજાએ જુગારનું વ્યસન છોડી દઇ શ્રેષ્ઠ ઉત્સવપૂર્વક મોટાપુત્રને હર્ષથી રાજ્ય આપ્યું. નાનાપુત્રને યુવરાજપદ આપી ધર્મસેન ગુરુપાસે તે વખતે સંયમ ગ્રહણ ર્યો.