________________
૩૪
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી બાહુબલિ નામ ઉપર કેલિપ્રિયરાજાની થા
શ્રી શત્રુંજયઉપર યાત્રાકરીને કેલિપ્રિયરાજાએ શ્રી સિધ્ધગિરિનું બાહુબલિ નામ સારા ઉત્સવપૂર્વક આપ્યું. ક્લાકેલિનગરમાં કેલિપ્રિયરાજાને શીલઆદિગુણથી શોભતી કેલિપ્રિયા નામે પત્ની હતી. સારાદિવસે લિપ્રિયા પત્નીએ ઉત્તમ લક્ષણવાલા પુત્રને જન્મ આપ્યો. પિતાએ પુત્રનું સારાઉત્સવપૂર્વક બાહુબલિ નામ આપ્યું. અનુક્રમે બાહુબલિ મોટો થતાં પંડિતનીપાસે શ્રેષ્ઠ ક્લાઓ ભણ્યો. જેથી તે પંડિત થયો. તે નગરના ઉદ્યાનમાં માનમર્દનસૂરિ આવ્યા. ને ભવ્યપ્રાણીઓને મોક્ષસુખને આપનારી દેશના આપે છે.
—
जन्तूनामवनं जिनेशमहनं, भक्त्याऽऽगमाकर्णनं, साधूनां नमनं मदापनयनं सम्यग् गुरोर्माननम् । मायाया हननं क्रुधश्चशमनं, लोभद्रुमोन्मूलनं, चेत: शोधनमिन्द्रियाश्वदमनं, यत्तच्छिवोपायनम् ॥६॥
પ્રાણીઓની રક્ષા કરવી, જિનેશ્ર્વરોની પૂજા કરવી, ભક્તિવડે આગમો સાંભળવા – સાધુઓને નમસ્કાર
કરવો – મદનો ત્યાગ કરવો – સારીરીતે ગુરુની આજ્ઞા પાળવી – માયાનો ત્યાગ કરવો – ક્રોધનું શમન કરવું. લોભરૂપીવૃક્ષને ઉખેડી નાંખવું. ચિત્તની શુદ્ધિ કરવી ઉપાય છે.
અને ઇન્દ્રિયરૂપી અશ્વોનું દમન કરવું. તે મોક્ષનો
-
તે વખતે રાજા – પ્રિયા – પુત્ર – અને મિત્રઆદિ પરિવાર સાથે ક્લ્યાણકારી સુખની પરંપરાને આપનારા ધર્મને સાંભળવા માટે ગયો. બાહુબલિ નામનો કુમાર જિનેશ્વરની પૂજા કરીને – શુક્લધ્યાનને કરતો વેગથી કેવલજ્ઞાન પામ્યો. દેવતાઓએ હર્ષથી વલજ્ઞાનનો ઉત્સવ ર્યો ત્યારે બાહુબલિએ આદરપૂર્વક ધર્મોપદેશ આપ્યો. તે વખતે કરોડ સાધુઓ વ્રતલક્ષ્મી પામી કર્મસમૂહનો ક્ષયકરી શ્રેષ્ઠ કેવલજ્ઞાન પામ્યા. અને ત્યાં જ સંપૂર્ણ થયું છે આયુષ્ય જેનું એવા સર્વમુનિઓ મુક્તિપુરીમાં ગયા. અને દેવોએ સુંદર ઉત્સવ ર્યો. ત્યાં જ આયુષ્યનો ક્ષય થવાથી જ્યારે બાહુબલિ મોક્ષમાં ગયા ત્યારે રાજાએ આ પર્વતનું નામ બાહુબલિ આપ્યું.