________________
શ્રી બાહુબલી નામઉપર કેલિDિયરાજાની કથા
૩૫
અથવા ( મતાંતર ) શ્રી ઋષભદેવપ્રભુનાપુત્ર બાહુબલિ આ તીર્થમાં મોક્ષમાં ગયા હતા આથી દેવોએ આ તીર્થનું બાહુબલિ' નામ આપ્યું.
બાહુબલિ નામઉપર કેલિપ્રિય રાજાની કાસંપૂર્ણ
– -- -
શ્રી શત્રુંજયના મહેલ નામ ઉપર
શ્રી ચંદનરાજાની કથા
ચંદનરાજાએ પોતાના પિતાને મોલમાં ગયેલા જાણીને સારા ઉત્સવપૂર્વક શ્રી સિધ્ધગિરિનું મરુદેવ એવું નામ આપ્યું. તે આ પ્રમાણે : -
વીર નામના નગરમાં અનંગસેનરાજાની મદૈવી નામની પત્ની નિર્મલ શિયલને ભજનારી (પાલનારી) હતી. એક વખત સુંદર શરીરવાલી મરુદેવી સુખપૂર્વક સૂતી હતી ત્યારે તેણીએ પુષ્પોવડે પૂજાયેલા શ્રી ઋષભદેવ સ્વામીને સ્વપ્નમાં જોયા. સવારે રાણીએ રાજાનીઆગળ સ્વપ્નનો વૃતાંત કહ્યો. રાજાએ કહયું કે – આપણો પુત્ર પુણ્યશાલી થશે. પછી રાણીના ઉદરમાં સારાદિવસે પુણ્યશાલી જીવ અવતર્યો હોવાથી હંમેશાં આ પ્રમાણે દેહદ થયાં. હું જિનેશ્વરની પૂજા કરું. સાધુઓને વિષે શુધ્ધદાન આપું. ઉત્તમતીર્થને વિષે યાત્રા કરું. ને ઉત્તમ શ્રાવકોને જમાડું. સૂર્ય ને ચંદ્ર ઉચ્ચસ્થાનમાં હતા ત્યારે રાણીએ શ્રેષ્ઠપુત્રને જન્મ આપ્યો. રાજાએ હર્ષથી તેનું નામ મરુદેવ એ પ્રમાણે આપ્યું. હવે કામદેવ સરખો કુમાર જેમ જેમ વધવા લાગ્યો તેમ તેમ રાજાનું રાજય વૃધ્ધિ પામે છે. સારાદિવસે પિતાએ મદેવપુત્રને ચન્દ્રપુર નગરમાં હરરાજાની પુત્રી કમલાની સાથે પરણાવ્યો. કુમાર હંમેશાં જિનપૂજા કરી – ભાવથી હર્ષપૂર્વક સાધુઓને વહોરાવી શ્રેષ્ઠશ્રાવકોને જમાડીને જમતો હતો. કહયું છે કે :
पढम जईणं दाऊण, अप्पणा पणमिऊण पारे। असई असुविहियाणं, भुंजेइ अ कयदिसालोओ॥११॥ साहूण कप्पणिज्जं, जं नवि दिन्नं कहिंचि किंपि तहिं। धीराजहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥१२॥ वसहीसयणासण-भत्तपाण भेसज्जवत्थपत्ताई जइ वि न पज्जत्तघणो, थोवावि हु थोवयं देइ॥१॥