________________
શ્રી સિદ્ધરાજ નામઉપર ચંદ્રચૂડ રાજાની થા
जलनिहिसंठिअपवहण, इक्कावन भागसरिसगिहकज्जे । 'बावन्न भागसरिसो, जिणधम्मो होइ कायव्वो ॥ ३० ॥ छायामिसेण कालो-सयलजिआणं छलं गवेसंतो । पास कहं नवि मुंच, तो धम्मे आयरं कुणह ॥ ३१ ॥ कम्मह वारह रूपउओ, घम्मह मंदी देह | आपण सरसो चोरडी, तरं किमु सीखी एह ॥ ३२ ॥
33
દિવસ અને રાત્રિરૂપી ઘટિમાલાવાલા કાલરૂપી રેંટને ચંદ્ર અને સૂર્યરૂપી બળદો મનુષ્યના આયુષ્યરૂપી પાણીને ગ્રહણ કરીને ભમાવે છે. સમુદ્દમાં રહેલાં વહાણના એકાવન ભાગસરખા ઘરના કામમા બાવનમા ભાગ સરખો જિનધર્મ કરવા લાયક છે. છાયાના બહાનાથી જીવોના છલને શોધતો એવો કાલ કેમે કરીને પડખું છોડતો નથી. તેથી ધર્મમાં આદર કરો.
રૂપી એવા કર્મને તમે અટકાવો કારણકે એ ધર્મને મંદ કરે છે. તે આત્માને ચોરનારું છે. એ વાતમાં શું શિખામણ આપવી ?
=
આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળતાં બે કરોડ ભવ્યપ્રાણીઓને શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન થયું. તે સર્વ જ્ઞાનીઓના જ્ઞાનની ઉત્પત્તિનો મહોત્સવ પહેલાં દેવોએ કર્યો ને પછી ઘણાં ધનનો વ્યયકરી રાજાઓએ ર્યો. આ તીર્થમાં તપ ધ્યાન –મૌન અને અરિહંતોની પૂજાઆવિડે કરીને અનેક ભવ્યઆત્માઓ સિધ્ધરાજ થાય છે. આથી આ તીર્થરાજનું શ્રેષ્ઠ એવું ‘સિધ્ધરાજ” એ પ્રમાણે નામ સઘળાં લોકોવડે હેવાઓ એ પ્રમાણે તે રાજાએ કહયું. સિધ્ધરાજ એ પ્રમાણે નામ ઘણાં લોકોવડે પ્રગટપણે ધ્યાન કરતા હતા ત્યારે તેઓને કેવલજ્ઞાન થયું. અને દેવોએ જ્ઞાનનો ઉત્સવ ર્યો. તે વખતે ચંદ્રચૂડરાજાએ જ્ઞાનીની પાસે શ્રેષ્ઠધર્મનો આશ્રય કરતાં આ પ્રમાણે આદરપૂર્વક શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય સાંભળ્યું
પચાસયોજન ઊંચા એવા તે સિધ્ધગિરિઉપર જેઓ મુક્તિમાં જાય છે. ને જેઓ દર્શન ને સ્પર્શનથી મુક્તિમાં ગયા છે. અને કાલે કરીને જેઓ પરમગતિને ( મોક્ષને) પામશે. તેઓનો જન્મ – ચિત્ત ને જીવિત સાર્થક છે. બીજાઓનું તે ફોગટ છે. શ્રી સિધ્ધગિરિઉપર અરિહંતોની અનંતી ચોવીશીઓ સિદ્ધિ થઇ છે. અને અનંત ચોવીશીઓ જે સિદ્ધિ પામશે. તેની સંખ્યા કેવલી જ જાણે. આ પ્રમાણે સાંભળીને સંઘસહિત ચંદ્રચૂડરાજા વિસ્તારથી યાત્રા કરીને અદ્વિતીય ઉત્સવપૂર્વક પોતાની નગરીની ઉદ્યાનભૂમિમાં આવ્યો. સક્લ સંઘને જમાડી ઉત્તમવસ્ત્રોવડે પહેરામણી કરી સંઘને વિસર્જન કરી પોતાના ઘરે મહોત્સવપૂર્વક આવ્યો.
શ્રી સિદ્ધરાજ નામઉપર - ચંદ્રચૂડ રાજાની કથા – સંપૂર્ણ