________________
૨૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
વડે જેનું રાજ્ય લેવાયું હતું તે રાજાએ તમારું રાજ્ય લીધું છે.
જેને અહીં ક્ષણવાર પછી સમસ્ત જગતને પ્રકાશ કરનાર ક્વલજ્ઞાન ઉત્પન્ન થશે. હે રાજા તે જ રાજાને તું (શત્રુ) જાણ. એક મુહૂર્ત પછી ચંદ્રશેખર રાજર્ષિના વલજ્ઞાનના ઉત્સવને આદરથી કરતાં દેવોને જોઈને તેને શત્રુ તરીકે જાણ્યો. તે પછી ત્યાં આવીને અતિભક્તિપૂર્વક જલદી ખમાવીને શુકે પણ કેવલજ્ઞાની એવા ચંદ્રશેખરનાં વખાણ . શુકરાજાએ વિસ્તારથી યાત્રા કરીને પોતાના નગરમાં આવીને પોતાના પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી. સ્વામિની ભક્તિથી નિર્મલમનવાલા બેહજાર સામાન્ય રાજાઓએ શાનીની પાસે સંયમ ગ્રહણ ક્યો. અનુક્રમે શુકમુનિ નિરતિચાર – ચારિત્રનું પાલન કરતાં ચોથા તીર્થરના સમર્થમાં શ્રી શત્રુંજ્યઉપર ગયા અને સર્વકર્મનો ક્ષયકરીને જ્ઞાનપામીશુક મુનીશ્વર એક કરોડ સાધુ સહિત સિધ્ધગિરિઉપર મોક્ષે ગયા.
શ્રી શત્રુંજયના નામ પર શુજાની કથા સંક્ષેપથી કહી. વિસ્તારથી જાણવા માટે મારા બનાવેલા વિકમાદિત્ય ચારિત્રમાંથી જાણી લેવી
– – –
શ્રી સિક્ષેત્ર નામ ઉપર શ્રી દંડવીર્યરાજાની કથા
એકી સાથે ઘણા મનુષ્યોના સમૂહોને સિધ્ધથયેલા જોઈને સુંદરમનવાલા દંડવીર્ય રાજાએ તેનું સિદ્ધક્ષેત્ર એવું નામ આપ્યું.
અયોધ્યા નગરીમાં શ્રી ઋષભદેવ પ્રભુના વંશમાં અનુક્રમે જલવીર્યરાજાને દંડવીર્ય નામે પુત્ર થયો. દિગયાત્રા કરતાં તેણે અનુક્રમે ત્રણખંડને તેવી રીતે સાધ્યા કે જેથી તેને સર્વે શત્રુઓ વશ થયા. કહયું છે કે :- રાજા આદિત્યયશા – મહાયશા- અબિલ – બલભદ્ર – બલવીર્ય – કાર્તવીર્ય – જલવીર્ય ને દંડવીર્ય એ રાજાઓએ સઘળું અધભરત ભોગવ્યું છે. અને જિનેશ્વર સંબંધી મુગટ મસ્તક્વડે ધારણ કર્યો છે. બાકીના રાજાઓ તે મુગટ ધારણ કરી શક્યા નથી. ધર્માચાર્યની પાસે એક વખત દંડવીર્યરાજા ધર્મ સાંભળવા માટે ગયો. ત્યારે ગુએ આ પ્રમાણે હયું.
धम्मो मंगल मउलं, ओसहमउलं च सव्वदुक्खाणं। धम्मो बलंच विउलं, धम्मो ताणं च शरणं च ॥५॥